આવું નિશાન જોવા મળે તો રાહ જોયા વગર કરો પોલીસને ફોન, આ નિશાનમાં છુપાયેલ છે એક રહસ્ય…

60

સોશિયલ મીડિયા ઉપર આજકાલ મહિલાઓના હાથ ઉપર આ નિશાનની ફોટો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કોઈ મહિલાના હાથ પર આ ઊંડું કાળું ટપકું જોવા મળે તો વધારે વિચારો નહિ જલ્દી જ તેની મદદ કરો. આ નીશાનને જોતાજ તત્કાળ પોલીસને બોલાવવાની સલાહ આપવામાં આવે છે.

કાળા રંગનું ઊંડું ટપકું દેખાવું વાસ્તવ એક ગંભીર વાત છે. જો તમે આ નિશાનની સાથે કોઈ મહિલાને જોવો છો તો તરત જ 911 પર ફોન કરીને આપતકાલીન સહાયને બોલાવવું જોઈએ કારણકે આ તે મહિલાને જરૂર છે. તમને જણાવી દઈએ કે કાળું ટપકું ઈશારો કરે છે કે તે કોઈ સમસ્યામાં છે અને તેને તમારી તત્કાળ સહાયતાની જરૂર છે.

કાળું ઊંડું ટપકાનો વાસ્તવિક મતલબ છે કે તેના ઘરમાં તેનુ અપમાન થાય છે અને તે પોલીસને ફોન પણ નથી કરી શકતી, કારણ કે તેને જોઇને અને નિયંત્રિત કરી શકાય છે, જેના કારણે તે ના છુટકે પણ કઈ પણ જણાવી શકતી નથી. હવે, અહિયાં રિપોર્ટ કરવા માટે તમારા પર નિર્ભર રહે છે કે તમે તેની મદદ કરી શકો છો કે નહિ.

હકીકતમાં અમેરિકામાં મહિલાઓની મદદ માટે શરુ કરવામાં આવેલી આ કેમ્પનનું નામ પણ બ્લેક ડોટ રાખવામાં આવ્યું. સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી આ વાતને પહોચાડવામાં આવી કે જો તમે પણ કોઈ મહિલાના હાથમાં આવું નિશાન જોવો તો સૌથી પહેલા પોલીસને સુચના આપી દો અને તેની મદદ કરવાનો પ્રયત્ન કરો.

બ્લેક ડોટ કેમ્પેન હવે દુનિયાભરમાં લોકો આને ઝડપથી શેર કરીને મહિલાઓની મદદ કરી રહ્યા છે, જેનાથી આવા સંકટ અથવા ઘરેલું હિંસાની શિકાર મહિલાને બચાવી શકાય. આ પોસ્ટને શેર કરીને તમે પણ મહિલાઓની સુરક્ષામાં તમારું યોગદાન આપી શકો છો.

રીપોર્ટના અનુસાર બ્લેક ડોટ કેમ્પેનની શરૂઆત એક અમેરિકી મહિલાએ કરી હતી જે પ્રેગનેન્ટ હતી છતા તેના પતિ દ્વારા હિંસાનો શિકાર હતી અને તેને મદદ માગવા માટે આ તરકીબ અપનાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે મહિલા સુરક્ષા માટે આ રીત ફક્ત શરૂઆતમાં જ પ્રભાવિત રહી હતી. જેમ જેમ લોકોને આના વિશે ખબર પાડવા લાગી, મહિલાઓને હિંસા કરવા વાળા સતર્ક થઇ ગયા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment