આવી ગયું છે આવું રોબોટિક “સુપર સૂટ”, તમારા શરીરને આપશે હવે આવી ગજબની ચમત્કારી શક્તિઓ…

5

ફિટનેસને લઈને સાવધાન રહેનાર લોકો વચ્ચે સ્માર્ટ વોચ હમણાંના દિવસોમાં ટ્રેન્ડમાં છે. દરરોજ એ કેટલા પગલા ચાલે અને એમણે કેટલી ઉર્જા ખર્ચ કરી, એટલા માટે એ સ્માર્ટ વોચ પર નજર રાખે છે. એ પણ સાચું છે કે શરીર પર પહેરવામાં આવતા આ પ્રકારના ઇલેક્ટ્રિક ડીવાઈઝથી લોકોની સુવિધા વધી છે. પરંતુ અમુક લોકો તો માને છે કે ઘણા સામાજિક મુશ્કેલીઓનું ઉપાય કરવામાં પણ આ ઉપકરણ મદદગાર થઇ શકે છે.

એક અનુમાન અનુસાર, વર્ષ ૨૦૫૦ સુધી ૬૦થી વધારે ઉંમરવાળા લોકોની સંખ્યા ડબલ કરતા પણ વધી જશે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ઉમ્મરલાયક લોકોની સંખ્યા એટલી વધવી, ૨૧મી સદીના સૌથી મહત્વપૂર્ણ સામાજિક બદલાવ માનવામાં આવશે, પરંતુ આ સ્થિતિમાં સૌથી મોટી મુશ્કેલી લોકોના ચાલવાની તકલીફ છે. ઉંમરની સાથે ચાલવામાં તકલીફો થવી સામાન્ય વાત છે. જો કે, એનાથી કોઈપણ માણસના જીવનની ગુણવતામાં ઘટાડો આવી શકે છે. અહિયાં ઓફિસો, જાહેર સ્થળો અને ઘરોમાં પણ મુશ્કેલીનો કારણ બની શકે છે. એટલા માટે વૈજ્ઞાનિક આ દિશામાં કામ કરી રહ્યા છે.

સૂટ હળવા હશે

શરીર પર પહેરાતી એક એવી નવી ટેકનીક પર કામ ચાલી રહ્યું છે જે એમાં મદદરૂપ સાબિત થઇ શકે છે. એસઆરઆઈ ઇન્ટરનેશનલ નામના રીસર્ચ સેન્ટરએ એક એવો રોબોટિક ‘સુપર સૂટ’ તૈયાર કર્યું છે જે હળવું હશે અને આરામદાયક પણ. એને પહેરવાથી માંસપેશીઓને તાકાત મળશે અને ચાલવામાં સુગમ થઇ શકશે. આ સૂટની ‘ઇલેક્ટ્રિક માંસપેશીઓ’ ને નાની મોટરથી ઉર્જા મળે છે. આ એ પ્રકારે બાંધવામાં આવી હોય છે કે જોવામાં આ બિલકુલ માણસની માંસપેશીઓ જેવી લાગે છે.

આ ઇલેક્ટ્રિક માંસપેશીઓ શરીરના સાંધાની આજુબાજુ કપડાની અંદર હોય છે અને કપડાની પકડ સાથે જોડાયેલ હોય છે. આ પકડ માણસના શરીરના ‘ટેન્ડસ’ ની જેમ કામ કરે છે. આ સૂટમાં શરીરની હરકતો પર નજર રાખવા માટે એક નાનું કમ્પ્યુટર અને સેન્સર પણ લાગેલા હોય છે. કપડાની અંદરની માંસપેશીઓને સોફ્ટવેર જણાવી દે છે કે એક્ટિવેટ ક્યારે થવાનું છે. મોટર, બેટરી, કંટ્રોલ બોર્ડ જેવી ટેકનીકના પુર્જા એક લો પ્રોફાઈલ પોડમાં લાગેલા હોય છે જેથી વધારેથી વધારે આરામ મળે.

હાલવા ચાલવાની આઝાદી

આ રીસર્ચ સેન્ટરના સંસ્થાપક અને સીઈઓ રીચ મેહાનેનું કહેવું છે, “હજુ સુધી જે પ્રકારના ઉત્પાદ લોકોની મદદ કરી રહ્યા હતા એ છે વોકર અને લાકડીઓ. હાલમાં બીજો વિકલ્પ એ છે કે કા તો આપણે આપણી શારીરિક ગતિવિધિઓ મર્યાદિત કરી લઈએ અને ઘરે બેસીએ. એવું જોવા મળ્યું કે ઘણા લોકો બીજા વિકલ્પ જ પસંદ કરે છે કેમકે એ વોકર અથવા કોઈ અન્ય ઉપકરણની મદદ લેવામાં હિચકિચાટ કરે છે.”

આ સૂટને આકર્ષક અને સક્ષમ બનાવવા માટે સિસ્મિક રીસર્ચ સેન્ટરે ડીઝાઈનર બેહર સાથે એના પર કામ કર્યું છે. બેહરનું કહેવું છે, “અમારું લક્ષ્ય એવું ઉત્પાદ બનવાનું છે જે તમે ખરેખર પહેરવા માંગો. ના કે એવું જે તમને જબરદસ્તી પહેરવું પડે. આરામની સાથે સાથે એનો સુંદર અને આકર્ષક હોવું પણ એટલું જ જરૂરી છે.”

સિસ્મિકનું લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધી અમેરિકા, જાપાન, બ્રિટન સહીત આખા વિશ્વના તમામ માર્કેટોમાં આ સૂટને લોંચ કરવામાં આવે. પાવર્ડ ક્લોદીંગમાં આ એમનું પહેલું ઉત્પાદ હશે. લંડનના ‘વિક્ટોરિયા એન્ડ એલબર્ટ’ મ્યૂઝીયમમાં થનારી પ્રદર્શની ‘ધ ફ્યૂચર સ્ટાર્ટસ હિયર’ માં આ ‘સુપર સૂટ’ ની સાથે એવા ૧૦૦ બીજા ઉત્પાદ રાખવામાં આવશે.

ઉંમર વધવાની સાથે સાથે માંસપેશીઓની શક્તિ ઘટતી જાય છે. એનો સામનો દરેકને કરવો પડે છે. જેમ તમે ૬૦ વર્ષના થાવ છો, માંસપેશીઓની મજબૂતી ઓછી થતી જાય છે. પહેરી શકાય એવી ટેકનીક માત્ર વૃદ્ધો માટે નહિ પરંતુ અન્ય લોકો માટે પણ ઉપયોગી થઇ શકે છે. એવા ઉત્પાદ બનાવવા પર શોધ ચાલી રહી છે જે સ્ટ્રોક પીડિતો અને માંસપેશીઓની સમસ્યા સાથે ગ્રસ્ત બાળકો માટે ઉપયોગી સાબિત થઇ શકે.

ઉદાહરણ માટે વેર હાઉસ અથવા કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરનારની સુરક્ષા માટે આવા ઉત્પાદ ખુબજ જરૂરી છે. બેહરનું કહેવું છે, “ડીઝાઈનર તરીકે, મારું ધ્યાન એ વાત પર છે કે આ ટેકનીક એ રીતે ઉપયોગ થાય જે આપણા માણસો માટે ઉપયોગી હોય. અને જે આપણી દરરોજની જિંદગીનો શ્રેષ્ઠ અને સરળ બનાવી શકે.”

એમનું માનવું છે કે પહેરી શકાય એવી ટેકનીક હજી શરૂઆતના દૌરમાં છે. જો કે એ જાણવું મુશ્કેલ છે કે આવનાર દર્શકમાં આ પહેરી શકાય એવી ટેકનીક કઈ દિશામાં જશે. પરંતુ જ્યાં સુધી આગળ વધવાનો પ્રશ્ન છે તો ઉપયોગના મામલામાં આ હંમેશા વધતા રહેતા ઉદ્યોગ છે.

વિશ્વ-વર્ગની સમસ્યાઓ ઉકેલવાની એક રીત પણ છે. એક વાત જે પાકી છે કે એ છે કે એમાં ટેકનીક અને માણસના સાઝા સંબંધને ફાયદા પહોંચાડવાની ક્ષમતા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment