આપણા સુવા ઉઠવાનો સમય આપણા DNA નક્કી કરે છે, જાણો કેવી રીતે….

44

આમ જુઓ તો વ્યક્તિની ટેવ કે આદતો જ તેમની ઊંઘને સૌથી વધુ અસર કરે છે. જો સવાર સવારમાં પથારીમાંથી ઉઠવામાં તમને તકલીફ થતી હોય અથવા તમે મોડી રાત સુધી જાગતા રહો છો તો તેના માટે તમારા જીન એટલે કે DNA જવાબદાર હોય શકે છે. હાલમાં એક નવા સંશોધનમાં જાણવા મળ્યા મુજબ આ વાત જાણવામાં આવી છે. રાત્રે જાગવાની ટેવ અને સવારે આળસુની જેમ પથારીમાં પડી રહેતા લોકોની આદતોને કારણે સમજવા માટે જેનેટિક આંકડાઓનું વેશ્લેષણ કરવામાં આવ્યું છે. આ આંકડા DNAનું પરીક્ષણ કરનારી વેબસાઈટ અને બ્રિટીશ બાયોબેન્કથી લેવામાં આવ્યા છે. સંશોધન કરનારી ટીમનું નેતૃત્વ એકસ્ટર મેડીકલ સ્કુલના પ્રોફેસર વીડોન કરી રહ્યા હતા. તેમના જણાવ્યા મુજબ આ સંશોધન ખુબજ મહત્વનું છે. કેમ કે રીસર્ચ એ વાતની પુષ્ટી કરે છે કે સવાર સાંજની તમારી આદતો કમસે કમ કેટલીક હદ સુધી DNA નાજેનેટિક કારણોથી નિર્ધારિત હોય છે.

સવાર અને સાંજના જીનેટિક DNA નું વિશ્લેષણ

શોધ અને સંશોધન કરનારી ટીમે એક નાના નાના ગ્રુપમાં એવા લોકોનું પરીક્ષણ કર્યું જેઓ એક્ટીવીટી ટ્રેકર્સનો ઉપયોગ કરતા હતા. કાંડા પર બાંધવામાં આવતી ટ્રેકરથી મળતી માહિતીથી 85,000 લોકોની ઊંઘની પેટર્નથી જોડાયેલા આંકડાઓ સમજવાની કોશિશ કરવામાં આવી. રીસર્ચરોના ધ્યાનમાં આવ્યું કે જે જીનની તેઓએ ઓળખ કરી છે એ જીન કોઈ વ્યક્તિના ફરવાના સમયને 20 થી25 સુધીઆઘા પાછા કરી શકે છે. તદુપરાંત એ વાતની પણ તપાસ કરવામાં આવી કે, કેટલાક જીન લોકોના સુવાના અને ઉઠવાના સમયનેપણ અસર કરે છે.

પ્રકાશ અને શરીરની આંતરિક ઘડિયાળની મગજ પર થતી અસર પણ જુદા જુદા લોકોમાં અલગ અલગ પ્રકારની હોય છે. વ્યક્તિની સુવાની પેટર્ન અને કેટલીક બીમારીઓની વચ્ચે સંબંધ માટે જે જુના સિદ્ધાંતો છે તેને ઓળખવા માટે સંશોધકોએ સવાર અને સાંજના જીન કે DNA અને કેટલીક બીમારીઓની વચ્ચે પરસ્પર સંબંધોનું વિશ્લેષણ કર્યું.

ધ્યાનમાં ન આવેલા 327 જીન્સ પણ અસર કરે છે

રીસર્ચ અને સંશોધન માટે લગભગ સાતેક લાખ લોકો સાથે જોડાયેલા આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રીસર્ચનું પરિણામ જણાવે છે કે, સુવાના અને ઉઠવામાં પહેલા જેનેટિક કારણોને જેટલા જવાબદાર માનવામાં આવતા તેના કરતા ક્યાંય વધારે જવાબદાર છે. પહેલા સંશોધનકર્તાઓ આવા ફક્ત 24 જીન્સ વિશે જાણતા હતા જેની વ્યક્તિના ઊંઘવાના સમયને અસર કરતા હતા. નેચર કોમ્યુનીકેશન્સ જનરલમાં છપાયેલા સમાચારદર્શાવે છે કે આ રીસર્ચ પછી હવેવધુ327 જીન્સ વિશે જાણવા મળ્યું છે જે ઊંઘવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત વિશ્લેષણમાં એ પણ જાણવા મળ્યું છે કે જે લોકો મોડેથી સુવે છે તેમનામાં શીજોફ્રેનીયા જેવી માનસિક બીમારીઓનું જોખમ વધારે રહે છે.

કુદરતી ઊંઘ અને જીવનશૈલી અંગે સંશોધન

રીસચ અને સંશોધનકર્તાઓના ધ્યાનમાં આવ્યું કે રાત્રે જલ્દી પણ સમયસર સુવાથી અને સવારે સમયસર વહેલા ઉઠવાથી તેવા લોકોમાં તણાવ અને સ્કિઝોફેનીયા જેવી માનસિક બીમારીઓનું જોખમ, રાત્રે મોડા અને અનિયમિત સમયે ઊંઘતા અને સવારે અનિયમિત સમયે લેરી લાલાની માફક મોડા ઉઠતા લોકો કરતા ઘણું જ ઓછું હોય છે, અને તેવી વ્યક્તિઓ બીજા કરતા સ્વસ્થ રહે છે. જો કે આ બંને વચ્ચેના સંબંધને જાણવા અને સમજવા માટે આના વિશે હજુ વધુ રીસર્ચ અને સંશોધન કરવું જોઈએ તેમ રીસર્ચ અને સંશોધનની કમાન સંભાળનાર પ્રોફેસર વિડોનનું કહેવું છે. કારણ કે રીસર્ચના પ્રારંભિક તબક્કામાં એવા લોકોના DNA નો અભ્યાસ કરવામાં આવ્યો હતો જે ખુદને મોર્નીગ પર્સન કે ઇવનિંગ પર્સન તરીકે ઓળખાવે છે.

જો કે પ્રોફેસર વિડોન જણાવે છે કે એ બાબત હજુ સુધી સ્પષ્ટ નથી થઇ કે સવારે ઉઠવાવાળા લોકોમાં આ બધાનું મુખ્ય કારણ તેઓનું સવારના 9 કલાકથી સાંજના 6 કલાક સુધી કામ કરવાનું તો નથીને ? જો કે રિસર્ચમાં એ વાતના પુરાવા મળ્યા નથી કે તમારી ઊંઘને અસર કરતા DNA અને મેટાબોલીક બીમારીઓ જેવી કે ટાઈપ 2 ડાયાબીટીસની બીમારી વચ્ચે કોઈ સંબંધ છે કે નહિ. ખાસ વાત એ છે કે હવે પછીના આગળના રિસર્ચમાં એવા લોકોના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે કે જેઓની કુદરતી ઊંઘનું વલણ તેમની જીવનશૈલી સાથે કોઈ હિસાબે મેળ ખાતું ન હોય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment