“ડેડ સી” કહેવામાં આવે છે આને છતાં અહી કોઈ ડૂબતું નથી… જાણો વધુ…

27

દરિયાના મોજા જોઇને મન પ્રફુલ્લિત થઇ જાય છે તેમાં કુદકો મારવા માટે, પરંતુ માણસ પોતાના મન પર ત્યારે કાબુ પ્રાપ્ત કરી લે છે જયારે એને યાદ આવે છે કે તરતા તો આવડતું જ નથી.. પરંતુ ઉપરવાળાએ એ લોકો માટે પણ બંદોબસ્ત કર્યું છે જે તરવા ઈચ્છે છે, મોજા સાથે રમવા ઈચ્છે છે અને એ પણ વગર લાઈફ જેકેટના.જી હા, અહિયાં કઈક એવું જ છે. દિલચસ્પ વાત તો એ છે કે આ જગ્યા હવે પર્યટકોના ફેવરીટ સ્પોર્ટ બની ચુક્યો છે.

 ‘ડેડ સી’ અને ‘અરબી જીલ’ ના નામથી છે પ્રખ્યાત

જોર્ડન,ઈજરાઈલ અને ફિલીસ્તાનની વચ્ચે હાજર છે આ જગ્યા મૃત સાગરના નામથી પ્રખ્યાત છે! જી હા, આને ‘ડેડ સી’ અને ‘અરબી જીલ’ ના નામથી ઓળખવામાં આવે છે. જણાવવા ઈચ્છશું કે મૃત સાગર દરિયાના તળથી લગભગ ૪૦૦ મીટર નીચે દુનીયાનુ સૌથી નીચલું બિંદુ છે. જેની લંબાઈ લગભગ ૬૫ કિલોમીટર અને પહોળાઈ ૮ કિલોમીટર છે. મૃત સાગરનું પાણી દુનિયાના બીજા જળસ્રોતથી ઘણું વધુ ખારું છે. જી હા, તેના પાણીમાં ક્ષારિય માત્રા બીજા દરિયાથી લગભગ ૬-૭ ગણી વધુ છે. આ દરિયાની બીજી મોટી ખાસિયત છે કે તેનું પાણી પોતાના ખારુપણાને કારણે ઘણું વધુ ભારે છે. આ કારણે તેનું પાણી ઉપરથી નીચેની તરફ જાય છે. આ કારણે આ દરિયો પોતાના ઉચ્ચ ઘનત્વ માટે ઓળખાઈ છે. આજ કારણ છે કે દરિયામાં કોઈ પણ માણસનું ડૂબવું અસંભવ છે. પોતાના આજ ગુણને લીધે હમેશાથી જ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેદ્ર બનેલું છે. પ્રવાસીઓ તેનો અદભુત નજારો જોવા અને તેની ખાસીયતથી રૂબરૂ થવા જાય છે.

સૌથી હેરાન કરવાવાળી વાત તો તમારા માટે એ હશે જયારે તમે જાણશો કે અહિયાં તે માણસ પણ આરામથી તરી શકે છે જેને તરતા પણ નથી આવડતું. લોકો અહિયાં આવે છે અને આ દરિયામાં આરામથી સુઈને પીકનીક મનાવે છે. વિશ્વાસ નથી થતો તો આ ફોટો જોઈ લો. અને તો પણ વિશ્વાસ ન થાય તો યુટ્યુબ પર ડેડ સી લખતા જ ઘણા વીડિઓ આ વાતનું પ્રમાણ આપવા માટે તમારી સામે હશે. જી હા, તમને દુરદુર સુધી કોઈ કિનારો જોવા નઈ મળે અને લોકો એમજ દરિયાના પાણીમાં હાથપગ હલાવિયા વગર તરતા જોવા મળશે. જણાવીએ કે આ ખાસિયતને લીધે ૨૦૦૭ માં તેનું નામ વિશ્વના સાત અજુબાના લીસ્ટ માટે નક્કી કર્યું હતું. પરતું તે સમયે તેના પક્ષમાં વધુ વોટીંગ ન થયા નહીતો તમે આજ આને પણ દુનિયાના સાત અજુબાના રૂપમાં ઓળખી રહ્યા હોત.

દરિયાઈ જીવ અને છોડવાઓ માટે જીવલેણ

આ દરિયાના પાણીમાં ખનીજ મીઠું જેવા કે બ્રોમાઈડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સલ્ફર વગેરે વધુ  જોવા મળે છે. આ કારણના લીધે જ તેનું પાણી ન તો પીવા લાયક રહે છે અને ન તો આમાંથી પ્રાપ્ત થનારું મીઠું પ્રયોગ માટે લાયક હોય છે. તેનું પાણી એટલું ખારું  હોય છે કે તેમાં કોઈ પણ માછલી અથવા અન્ય પાણીમાં રહેતા જીવો જીવી નથી શકતા. દરિયાઈ છોડનું તેમાં જીવિત રહેવું ઘણું મુશ્કેલ છે. એવું માનવામાં આવે છે કે તેમાં થોડાક પ્રકારના બેક્ટેરિયા અને શેવાળ જોવા મળે છે. તે કારણે તેની આસપાસ એક પણ છોડ અને જાડ જોવા મળતુ નથી એટલે તેને ‘મૃત સાગર’ નું ઉપનામ આપવામાં આવ્યું છે.

શ્વાસ અને ચામડીની બીમારીઓના ઉપચારમાં મદદરુપ

ત્યારે બીજીબાજુ તેનું પાણી પોતાની વિશેષ લાક્ષણિકતાના કારણે ઘણી બીમારીઓને દુર કરવામા અને દવા બનાવામાં ઉપયોગી સાબિત થાય છે. તેમાં જોવા મળતા ખનીજ, મીઠું વાતાવરણ સાથે ભળીને ઘણા પ્રકારની બીમારીઓને ખતમ કરવામાં લાભદાઈ સાબિત થાય છે. ચોથી સદીથી આ પોતાના ખાસ લક્ષણોને કારણે ઓળખાય છે. એવી માન્યતા છે કે તેની સપાટીથી શિલાજીતને કાઢીને ઈજીપ્તમાં વેચવામાં આવે છે.

વૈજ્ઞાનિકોનું માનો તો આ દરિયામાં બ્રોમીન વધુ માત્રામાં જોવા મળે છે જે આપણી ધમનીઓ માટે લાભદાયક હોય છે. તેની સાથે  જ તેમાં મેગ્નેશિયમ જોવા મળવાના કારણે આ આપણી ચામડી અને શ્વાસ સંબધિત બીમારીઓના નિદાનમાં પણ ઉપયોગી થાય છે છે. મૃત સાગર શ્વાસ અને ચામડીની બીમારીઓ જેવી બીજી ઘણી બીમારીઓના નિદાનના રૂપમાં બહુજ ફેમસ છે. તેના ચિકિત્સીય ગુણોના કારણે ત્યાં પ્રવાસીઓ માટે સારામાં સારી સુવિધાનો પ્રબંધ કરવામાં આવે છે. જ્યાં ઘણી હોટલ શોપિંગ સેન્ટર વગેરે પણ બનાવવામાં આવ્યા છે.

તેના પશ્ચિમી તટના કિનારે પર્યટકો માટે સ્વાસ્થ્ય કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે. તેના કિનારાની કાળી માટી ચહેરાને સુંદર કરવા માટે બહુજ ઉપયોગી છે. તેને લોકો પોતાના ચહેરા પર લગાવે છે. આ કેમ આટલી ખાસ છે તેને એવી રીતે સમજી શકાય છે કે ઘણી બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ પણ ત્યાની માટીનો પ્રયોગ પોતની બ્યુટી પ્રોડકટ બનવવા માટે કરે છે.

અદ્દભુત દરિયા પર છવાઈ રહ્યો છે ખતરો, પરન્તુ શા માટે…

દુનિયાભરમાં પ્રખ્યાત આ દરિયો પાણીની ઉણપના કારણે સંકોચાઈ રહ્યો છે. તેમાં મુખ્ય જાર્ડન નદી અને અન્ય નાની નદીનું પાણી આવીને પડે છે. ગૌરતલબ હોય કે જાર્ડન નદી સીરિયા અને લેબનાન ના રસ્તાથી નીકળે છે. બીજું તેના આંતરિક મતભેદનું પણ આ દરિયા પર ઊંડો પ્રભાવ પડી રહ્યો છે. એવું પણ જણાવવામાં આવે છે કે હવે ઇજરાઈલ જોર્ડન નદીનું પાણી પોતાની દક્ષીણ એરિયાની વસ્તી માટે ઉપયોગ કરવા લાગ્યું છે. તે કારણે આ મીઠા અને ખારા પાણીના મેળાપ પર ઊંડો પ્રભાવ પડે છે. તેથી મૃત સાગર પોતાની મૃત્યુની અણીએ પહોચી રહ્યો છે.

તેમ છતાં, તેની ઉપર છવાઈ રહેલા ખતરાને જોઇને દુનિયાભરના સંરક્ષક એક સાથે મળી રહ્યા છે. ત્યા બીજીબાજુ તેને પસંદ કરવાવાળા માટે દુઃખનો માંહોલ બનેલો છે, જેને બચવા માટે પ્રવાસીઓ ઘણા પ્રકારના પ્રદર્શન પણ કરી ચુક્યા છે.હમણાજ ૨૦૧૬ માં દુનિયાના લગભગ ૨૫ તરવૈયાએ જાર્ડનથી ૧૭ કિલોમીટરની અંતર નક્કી કરી, ઇજરાઈલ પહોચીને એક મૃત સાગરને બચાવા માટેનો સંદેશો આપ્યો છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment