અંબાણી પરિવારે ગણપતિ બાપાને આપ્યું આકાશના લગ્નનું આમંત્રણ, સિદ્ધિવિનાયક પહોચ્યો અંબાણી પરિવાર…

16

ઈશા અંબાણીના લગ્ન બાદ મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્નની તારીખ સામે આવી ગઈ છે. લગ્ન 9 માર્ચે થશે. પાછલા વર્ષે 28 જુન 2018 આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇ થઇ હતી. હવે અંબાણી પરિવારમાં આકાશના લગ્નની તૈયારી શરુ થઇ ચુકી છે.

લગ્નની તારીખ સામે આવ્યા બાદ મુકેશ અંબાણી તેની પત્ની નીતા અને દીકરા અનંતની સાથે પહેલું કાર્ડ લઈને સિદ્ધિવિનાયક મંદિરે પહોચ્યા. અંબાણી ખાનદાનની એ પરંપરા રહી છે કે તે કોઈ પણ શુભ કામ શરુ કરતા પહેલા સિદ્ધિવિનાયક મંદિર જરૂર આવે છે.

કાર્ડ લઈને પહોચેલા અંબાણી પરિવારે સૌથી પહેલા ગણપતિ બાપને આમંત્રણ આપ્યું. આ દરમિયાન મુકેશ અંબાણી વ્હાઈટ કલરના શર્ટમાં નજર આવ્યા અને નીતા રેડ કલરના ટ્રેડીશનલ સલવાર શુટમાં જોવા મળી આવ્યા હતા.

જાણકારી મુજબ આ લગ્ન મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં થશે. લગ્નનું ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. આકાશની જાન 9 માર્ચના રોજ બપોરે ૩.૩૦ વાગ્યે નીકળશે. જીયો વર્લ્ડ સેન્ટરમાં સાંજે 7 વાગ્યે લગ્નની વિધિ થશે અને 10 માર્ચે લગ્નનું જશ્ન હશે.

11 માર્ચે પણ અંબાણી-મહેતા જીયો સેન્ટરમાં રીસેપ્સન આપશે. લગ્નમાં દેશ વિદેશમાંથી બહુ જ મોટી સેલીબ્રીટીઓ અને હસ્તીઓ પહોચશે. સુત્રોના અનુસાર 23 થી 25 ફેબ્રુઆરીની વચ્ચે આકાશ બેચલર પાર્ટી પણ આપશે. આ પાર્ટી સ્વિઝરલેન્ડના સેંટ મેરીએટસ પર થશે. પાર્ટીમાં કરણ જોહર અને રણબીર કપૂર જેવા મોટા સિતારાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment