આ મંદિર પહેલા જ જણાવી દે છે ક્યારે વરસાદ આવશે, વૈજ્ઞાનિક પણ આજ સુધી જાણી નથી શક્યા આ રહસ્ય…

56

ભારતમાં એવા ઘણા મંદિર છે, જે પોતાની સાથે ઘણા રહસ્ય સમેટી બેઠા છે. એવું જ એક મંદિર ઉત્તર પ્રદેશના કાનપુરમાં છે, જે વરસાદની સાચી ભવિષ્યવાણી કરે છે. કહેવામાં આવે છે કે જો વરસાદ થવાનો છે તો આ મંદિરની છત ખુબજ તડકામાં પણ ટપકવા લાગે છે અને વરસાદની શરૂઆત થતા જ આની છતમાંથી પાણી ટપકવાનું બંધ થઇ જાય છે.

આ મંદિર કાનપુરના અંદરના ગામ વિકાસખંડથી ત્રીસ કિલોમીટર દુર આવેલ બેહટા ગામમાં છે. આ ભગવાન જગન્નાથના અતિ પ્રાચીન મંદિરોમાંથી એક છે. મંદિરમાં ભગવાન જગન્નાથ, બલદાઉ અને સુભદ્રાની કાળા ચીકણા પથ્થરોની મૂર્તિઓ બિરાજમાન છે. પ્રાંગણમાં સૂર્યદેવ અને પદ્મનાભનની મૂર્તિઓ પણ છે.

જગન્નાથપૂરીની જેમ જ આ ગામમાં પણ સ્થાનિક લોકો દ્વારા ભગવાન જગન્નાથની યાત્રા કાઢવામાં આવે છે. લોકોની આસ્થા મંદિરની સાથે બહુ જોડાયેલી છે. લોકો દર્શન કરવા માટે આવતા રહે છે.

અહિયાંના લોકો જણાવે છે કે વરસાદ થવાના છથી સાત દિવસ પહેલા મંદિરની છતમાંથી પાણીના ટીપા ટપકવા લાગે છે. એટલું જ નહિ, તેઓ જણાવે છે કે જે આકારના ટીપા પડે છે, એ જ આધારે વરસાદ પણ થાય છે. આમાં ચોકાવનારી વાત એ છે કે અહિયાં જેમ વરસાદ શરૂ થાય છે મંદિરની છત સંપૂર્ણ રીતે સુકાય જાય છે.

આ મંદિર કેટલું જુનું છે અને આની છતમાંથી પાણી કેવીરીતે ટપકે છે અને પછી બંધ થઇ જાય છે, આની ખબર આજસુધીમાં પડી નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર, મંદિરના પુજારીનું કહેવું છે કે પુરાતત્વ વિભાગના લોકો અને વૈજ્ઞાનિક ઘણી વખત અહિયાં આવ્યા, પરંતુ આ રહસ્યની શોધ કરવામાં અસફળ રહ્યા.

 

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment