આખરે કોણ છે તે મહિલા, જે કમાન્ડર “અભિનંદનને” વાઘા બોર્ડર સુધી છોડવા આવી ? જાણો તેની માહિતી…

189

પાકિસ્તાને આખરે ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને છોડી દીધા છે. શુક્રવારે રાત્રે 9 વાગ્યા બાદ પાકિસ્તાની રેંજર્સ અને વિદેશ વિભાગના અધિકારી અટારી વાઘા બોર્ડર સુધી વિંગ કમાન્ડર અભિનંદનને છોડવા માટે આવી. તે દરમિયાન એક મહિલા હતી જે વિંગ કમાન્ડર અભિનંદનની સાથે હાજર રહી. તે તેની સાથે અટારી વાઘા બોર્ડર સુધી ચાલીને આવી. આ મહિલા પર સૌની નઝર રહી અને સવાલ ઉઠવા લાગ્યા કે આખરે આ મહિલા કોણ છે ?

આ મહિલા વિંગ કમાન્ડર અભિનંદનની ન તો પત્ની છે અને ન તો સબંધી. આ મહિલા પાકિસ્તાન વિદેશ વિભાગમાં ભારત મામલાઓની ડાયરેક્ટર છે, જેનું નામ ડો ફરીહા બુગતી પાકિસ્તાન વિદેશ સેવા (fsp)ની અધિકારી છે, જે ભારતીય વિદેશ સેવા (ifs) ની સમકક્ષ છે. ડો ફરીહા બુગતી ભારતીય નોસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના મામલાને પણ જોવે છે. હાલમાં જાધવ તો પાકિસ્તાનની પકડમાં છે. પાછલા વર્ષે જયારે જાધવની માં અને પત્ની તેને મળવા પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ ડો ફરીહા બુગતી પણ સામેલ હતી.

તમને જણાવી દઈએ કે જમ્મુ કશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુશીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેનાના મિરાજ વિમાન પોતાના મિશનને અંજામ દીધા બાદ સકુશળ પાછા આવી ગયા હતા અને પાકિસ્તાન કઈ નહોતું શામજી શક્યું. જયારે પાકિસ્તાનીઓ ને તેની જાણકારી મળી, તો તે ગભરાઈ ગયું અને પછી ભારતીય ક્ષેત્ર પર હવાઈ હુમલો કરવામાં આવ્યો.

પાકિસ્તાને f-16 લડાકુ વિમાનીઓથીભારતીય સેન્યના ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ભારતીય વાયુસેનાએ વિંગ કમાન્ડર અભિનંદનને તેને મારી પાડ્યું. આ દરમિયાન અભિનંદનનું વિમાન મીગ 21 પણ પડી ગયું અને તે એક્ઝીટ કરું ગયા હતા. ત્યાર બાદ તે પાકિસ્તાનના કબ્જા વાળા વિસ્તારમાં જી પહોચ્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાની નોસેનાએ તેને બંધક બનાવી લીધા હતા.

ત્યાર બાદ પાકિસ્તાનના વિંગ કમાન્ડર અભિનંદનનો વિડીયો જાહેર કરવામાં આવ્યો અને બે ભારતીય લડાકુ વિમાનોને મારી નાખવાનો દાવો કર્યો. હા પણ ભારતે આ દાવાને નજરઅંદાજ કરી દીધો. પાકિસ્તાને પહેલા બે ભારતીય પાયલટને હિરાસતમાં લીધા છે તેવો દાવો કર્યો હતો, પણ બાદમાં તેને પોતાનું બયાન બદલ્યું અને કહ્યું કે તેના હિરાસતમાં ફક્ત એક જ ભારતીય પાયલટ છે.

ત્યાર બાદ ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં કહ્યું કે તે તેના પાયલટ અભિનંદનને તરત છુટા કરો. ત્યાર બાદ ગુરુવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સ્યુક્ર સત્રને સંબોધિત કરતા કહ્યું કે તે ભારતીય પાયલટ અભિનંદનને શુક્રવારે છોડી દેશે. ત્યાર બાદ શુક્રવારથી સવારથી જ હિન્દુસ્તાનમાં અભિનંદનની વાપસીની રાહ જોવાતી હતી પણ રાત થઇ ગઈ, પણ 9 વાગ્યા સુધી અભિનંદન વતન પાછા ન ફર્યા.

ત્યાર બાદ પાકિસ્તાનના કાગડીયાના કાર્યવાહીમાં મોડું થવાનું કારણ જણાવ્યું અને પછી રાત્રે 9:20 વાગ્યે વિંગ કમાન્ડર અભિનંદનને છોડી દીધા. ત્યાર બાદ ભારતીય વાયુસેનાના અધિકારી તેને લઈને અમૃતસર હવાઈ અડ્ડે પહોચ્યા અને દિલ્લી માટે રવાના થઇ ગયા. મોડી રાત સુધીમાં અભિનંદન દિલ્લી પહોચી ગયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment