આજથી શરૂ કરો આ કામ, ઓછો થઇ જશે ભૂલવાના રોગનો જોખમ…

13

કોઈ ચીજને ભૂલી જવું યાદશક્તિ નબળી હોવાનો સંકેત છે પરંતુ ક્યારેક ક્યારેક આ રોગનું રૂપ લઇ લે છે જે કોઈ વ્યક્તિને મોંઘુ પડી શકે છે. આ રોગને ડીમેશીયા કહે છે. મોટાભાગે વધતી ઉંમરમાં આ રોગનો જોખમ થાય છે. આ ઘણો ગંભીર પણ થઇ શકે છે જેમાં વ્યક્તિ માત્ર સામાન જ નહિ સંબંધ અને ખુદની ઓળખ પણ ભૂલી જાય છે. જો કે, અમુક એવી ક્રિયાઓ છે જેની મદદથી આ રોગનો જોખમને ઘટાડી શકાય છે.

ન્યૂરોલોજી જર્નલમાં પબ્લીશ એક સ્ટડી કહે છે કે વાંચવું, કોઈ ગીત શીખવું, ગાવું, કોન્સર્ટમાં જવું, બાગવાની, સિલાઈ કઢાઈ અથવા ધર્મિક સેવાઓમાં ભાગ લેવાથી વૃદ્ધતામાં ડીમેંશિયાથી પીડિત હોવાનો જોખમ ઘટી શકે છે. આ સ્ટડીમાં સ્વીડનની ૮૦૦ મહિલાઓને શામેલ કરવામાં આવ્યા, જેની સામાન્ય આયુ ૪૭ વર્ષ હતી. આ સ્ટડી ૪૪ વર્ષ સુધી ચાલી.

આ મહિલાઓને બે ગ્રુપમાં વહેચવામાં આવ્યા. એક ગ્રુપ એ મહિલાઓ જે મેન્ટલ અને ફીઝીકલ એક્ટિવીટીઝમાં ઘણી સક્રિય હતી અને બીજા ગ્રુપમાં જે આ ગતિવિધિઓમાં સક્રિય નહતી. સ્ટડી દરમ્યાન ૧૯૪ મહિલાઓ ડીમેંશિયાથી પીડિત થઇ. એમાંથી ૧૦૨ મહિલાઓને અલ્જાઈમર, ૨૭ને વૈસ્કૂલર ડીમેંશિયા અને ૪૧ મહિલાઓ મિક્સ્ડ ડીમેંશિયાથી પીડિત થઇ. સ્વીડનની યૂનિવર્સિટી ઓફ ગોથેનબર્ગની જેના નાજરએ કહ્યું, ‘આ સ્ટડીના પરિણામ જણાવે છે કે આ એક્ટિવીટીઝથી બચાવવા અને સંજ્ઞાનાત્મક સ્વાસ્થ્યને સંરક્ષિત કરવામાં ભાગ ભજવે છે.

એ જોવા મળ્યું  કે માનસિક રૂપથી નિષ્ક્રિય મહિલાઓની તુલનામાં સક્રિય મહિલાઓને અલ્જાઈમર હોવાનો જોખમ ૪૬ ટકા ઓછો રહ્યો અને ડીમેંશિયા હોવાનો જોખમ ૩૪ ટકા ઓછો રહ્યો. જે મહિલાઓ ફીઝીકલી એક્ટિવ હતી એમાં શારીરિક રૂપથી નિષ્ક્રિય મહિલાઓની તુલનામાં ડીમેંશિયાનો જોખમ ૫૨ ટકા ઓછો અને મિક્સ્ડ ડીમેંશિયાનો જોખમ ૫૬ ટકા ઓછો હતો.

આ એવો રોગ છે જે મગજને પ્રભાવિત કરે છે. જેનાથી મસ્તિષ્કના અમુક કામ જેમકે યાદશક્તિ, કોઈની વાત સમજવી, કોઈ સમસ્યાનો ઉપાય વિચારવો, આ ક્ષમતાઓ ક્ષીણ થતી જાય છે અને માણસનો મગજ કામ કરવાનું બંધ કરી દે છે અથવા સામાન્ય કરતા ઓછું કામ કરે છે. આ માનસિક ક્ષીણતાની ઝડપ ધીમી પણ થઇ જાય છે અથવા તેજ પણ થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment