આજનું દૈનિક રાશી ભવિષ્ય તારીખ ૨ જાન્યુઆરી ૨૦૧૯ બુધવાર

65

મેષ

આજનો શુભ રંગ: લાલ છે અને શુભ અંક: ૧ અને ૮ છે. અ,લ,ઈ અક્ષરથી શરુ થતા નામવાળી નોકરીયાત વ્યક્તિઓને આજના દિવસે તેમના સ્થાનમાં બઢતી મળવાના સંજોગ. નાણાકીય લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી. મિલકતને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવા સંભવ. સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ ન હોવાથી કોઇપણ કામમાં ચિત્ત લાગે નહિ.

વૃષભ

આજનો શુભ રંગ: સફેદ છે અને શુભ અંક: ૨ અને ૭ છે. વૃષભ રાશિવાળા જાતકોને આજે બુધવારના દિવસે પોતાના ઈષ્ટદેવને યાદ કરી કોઇપણ કાર્યનો પ્રારંભ કરવો. આજના દિવસે આકસ્મિકધન પ્રાપ્તિ થવાની શક્યતા. વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવવા સંભવ. ભૌતિકસુખ સગવડતામાં વધારો થાય. વિદેશથી શુભ સમાચાર મળે. મહત્વના નિર્ણયો લઇ શકાય.

મિથુન

આજનો શુભ રંગ: લીંબુ પીળો છે અને શુભ અંક: ૩ અને ૬ છે. આજના દિવસે ક,છ,ઘ અક્ષરથી શરુ થતા નામવાળી વ્યક્તિઓને સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવવા સંભવ. ગેર સમજ તેમજ મન દુ:ખ ટાળવા પ્રયત્ન કરવો. કોર્ટ કચેરીના કામ કાજમાં ઉતાવળ કરવી નહિ. વિદ્યાર્થી વર્ગને લાભ. રાજકીય તેમજ સરકારી કામમાં સાવચેત રહેવું ઉતાવળથી નિર્ણયો લેવા નહિ. નોકરિયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓને ધાર્યા મુજબના કામ થાય નહિ. બપોર પછીથી સારા સમાચાર મળવાની શક્યતા.

કર્ક

આજનો શુભ રંગ: દુધિયો છે અને શુભ અંક: ૪ છે. ડ અને હ અક્ષરથી શરુ થતા નામવાળી વ્યક્તિઓને તેમના રોકાયેલા નાણા પરત મળવાની શક્યતા. આજના દિવસે નોકરિયાત વર્ગને સ્થાન પરિવર્તનની શક્યતા. ઋતુગત બીમારીથી સંભાળવું. રાજકીય ક્ષેત્રે કદ, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. ભાગીદારીના કાર્યોમાં સાવચેત રહેવું.

સિંહ

આજનો શુભ રંગ: સોનેરી છે અને શુભ અંક: ૫ છે. સિંહ રાશિના જાતકોને આજે આકસ્મિક ધન પ્રાપ્તિની શક્યતા જણાય. નાણાકીય જવાબદારીઓ વધવાની શક્યતા. જમીન મકાન અને વાહનની લે વેચમાં જરા પણ ઉતાવળ કરવી નહિ. કૌટુંબિક મત ભેદો દુર થાય.

કન્યા

આજનો શુભ રંગ: લીલો છે અને શુભ અંક: ૮ અને ૩ છે. પ,ઠ,ણ અક્ષરથી શરુ થતા નામવાળી વ્યક્તિઓએ આજના દિવસે શેર સટ્ટાકીય પ્રવૃતિમાં ખાસ કાળજી રાખવી. આપના પદ, પ્રતિષ્ઠા અને ધનમાં વધારો થાય તેવા સાનુકુળ સંજોગો જણાય. ખાન પાનમાં વુશેશ ધ્યાન રાખવું. સંતાન સંબંધી બાબતોને લગતા પ્રશ્નો હલ થઇ શકે. રચનાત્મક કાર્યો થવાની શક્યતા.

તુલા

આજનો શુભ રંગ: સફેદ છે અને શુભ અંક: ૭ અને ૨ છે. તુલા રાશિના જાતકોને આર્થિક મુશ્કેલીઓ દુર થાય, કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવે. બેન્કને લગતા કામકાજમાં સાનુકુળ વાતાવરણ. વીમાના કામમાં તેમજ શેરનું કામ કરવામાં યોગ્ય સમય. જમીનને લગતા પ્રશ્નો હલ થાય. આરોગ્ય સારું રાખવા માટે યોગ પ્રાણાયમ કરવા જરૂરી.

વૃશ્ચિક

આજનો શુભ રંગ: લાલ છે અને શુભ અંક: ૮ અને ૧ છે. ન,ય અક્ષરથી શરુથતા નામવાળી વ્યક્તિઓનો વ્યાપાર અર્થે કરેલો મહત્વનો પ્રવાસ કે મુલાકાત લાભ અપાવે. ભાગ્યોદયની તક જણાય. આવક કરતા જાવ્કમાં વધારો થાય. જમીન મકાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે.

ધન

આજનો શુભ રંગ: પીળો છે અને શુભ અંક: ૯ અને ૧૨ છે. આજના દિવસે ધન રાશિના જાતકે કોઇપણ કાર્યમાં ધીરજ અને માનસિક શાંતિ રાખવી. કોઈ ઉતાવળથી નિર્ણય લેવો નહિ. વારસાઈ મિલકતને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવા સંભવ. યાત્રા પ્રવાસ શક્યબને. આકસ્મિક ખર્ચ વધવાથી આર્થિક નાણાકીય ભીડ રહેવા સંભવ. વિદ્યાર્થી વર્ગમાટે પ્રગતિ કારક સમય

મકર

આજનો શુભ રંગ: દુધિયો છે અને શુભ અંક: ૧૦ અને ૧૧ છે. મકર રાશિના જાતકોએ આજના દિવસે વાણી વિલાસ પર સંયમ રાખવો ખાસ જરૂરી. આજના દિવસે તમારી નાની એવી ભૂલ પણ તમને નુકશાન કરી શકે છે. આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થવાની શક્યતા. તમારી જાત મહેનતથી અને અનુભવથી અટવાયેલા કામનો ઉકેલ લાવી શકો.

કુંભ

આજનો શુભ રંગ: વાદળી છે અને શુભ અંક: ૧૧ અને ૧૦ છે. કુંભરાશિના જાતકે આજના દિવસે ધાર્યા મુજબના કામ કરવા માટે જરૂર કરતા વધારે મહેનત કરવી પડે. કોઇપણ કાર્યની શરૂઆત કરતા પહેલા વડોલોના આશીર્વાદ લેવા. જમીનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવા સંભવ. વેપાર ક્ષેત્રે નવા સાહસ થવા સંભવ કરેલી મહેનતનું ફળ મળે.

મીન

આજનો શુભ રંગ: પીળો છે અને શુભ અંક: ૧૨ અને ૯ છે. દ,ચ,ઝ,થ અક્ષરથી શરૂ થતા નામવાળી વ્યક્તિઓને આજના દિવસેનકામી અને ફાલતું વાતોમાં સમય પસાર કરવો નહિ. યાત્રા પ્રવાસનું આયોજન થાય. સામાજિક જવાબદારીમાં વધારો થાય. તમારા કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી સાવચેત રહેવું. આર્થિક મુશ્કેલી દૂર થતી જણાય. જુના સંસ્મરણો તાજા થાય.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment