આજનું દૈનિક રાશી ભવિષ્ય તારીખ ૭/૧/૨૦૧૯

41

આજના બાળકની જન્મ રાશીમાં કર રહેશે (નામાંક્ષર ખ, જ )

મેષ

તમારા સહ કર્મચારીનું કામ તમારા ભાગે કરવાનું આવતા કામનું ભારણ વધે. દરરોજના રૂટીન કામમાં વ્યસ્તતા અનુભવો.

વૃષભ

વિદેશના કામ કાજને લગતી મુલાકાતમાં સફળતા મળે. નોકરી કે ધંધાના કામમાં ધીરે ધીરે વાતાવરણ સાનુકુળ થતું જણાય.

મિથુન

આજના દિવસે તમારી ઈચ્છા મુજબનું કે તમારી ધારણા મુજબનું કામ ન થાય. દરેક કામ કાજમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા. વાહન અકસ્માતથી બચવા આજના દિવસે શાંતિથી, સાવચેતીથી અને સંભાળીને વાહન ચલાવવું.

કર્ક

રાજકીય તેમજ સરકારી કામ કાજમાં વાતાવરણ સુમેળભર્યું રહે. કામમાં વ્યસ્ત રહેવાનું બને. કોઈ લાભદાયક વ્યક્તિની મુલાકાત થવાની શક્યતા.

સિંહ

સિંહ રાશિના જાતકે આજના દિવસે કોઇપણ કામમાં જરા પણ ઉતાવળિયું પગલું ભરવું નહિ કે ઉતાવળ કરવી નહિ. કોર્ટ કચેરીના કામમાં ધીરજ અને શાંતિ રાખવી. આકસ્મિક ખરીદી કરવાનું થતા ખર્ચમાં વધારો થાય.

કન્યા

આજના દિવસે આપને ધીરે ધીરે માનસિક શાંતિ અને રાહત થતી જણાય. સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય. આજનો દિવસ આનંદથી પસાર થાય.

તુલા

નોકરીયાત વર્ગને કે ધંધાકીય પ્રવૃત્તિ કરનાર લોકોએ બીજાની ભૂલનું પરિણામ ભોગવવું ન પડે તેની ખાસ સાવચેતી રાખવી. અકસ્માતનો ભય હોવાથી વાહન ધીમેથી અને સંભાળીને ચલાવવું. કોઈના બહેકાવાથી આવેશમાં આવી જવું નહિ.

વૃશ્ચિક

તમારા રૂટીન કામમાં સાથી સહ કર્મચારીનો સાથ સહકાર મળવાથી દિવસ આનંદથી પસાર થાય. તમે કરેલા કામનું તમને ફળ મળે અને તમારા કામની કદર થાય. તમારું મૂલ્યાંકન વધે.

ધન

આજના દિવસે વડીલોના આશીર્વાદ લઇ અને ઇસ્ટદેવની પ્રાર્થના કરી કોઇ પણ કાર્યની શરૂઆત કરવી. ધંધામાં આકસ્મિક ઘરાકી આવવાથી આર્થિક લાભ થાય. સંયુક્ત કૌટુંબિક ભાગીદારીના ધંધામાં સાથ સહકાર મળવાથી ઝડપથી કામ ઉકેલી શકો.

મકર

આપની ચિંતા કે મુંજવણમાં ધીરે ધીરે ઘટાડો થતો જણાય. કામમાં આવેલી રુકાવટ દુર થતા કામમાં સાનુકુળ વાતાવરણ જણાય.

કુંભ

આજના દિવસે મન પર કાબુ રાખવો. માનસિક સંતુલન ગુમાવવું નહિ. આવેશ કે ઉશ્કેરાટમાં આવી જઈને કોઇપણ સાથે કામ કરવું નહિ. અન્યથા નુકશાન જવાની શક્યતા રહેલી છે. પૈસાકીય આર્થિક વ્યવહાર કરવામાં ખાસ સાવચેતી રાખવી.

મીન

આજનો દિવસ તમારા માટે સાનુકુળ હોવાથી કામ કરવાના ઉત્સાહમાં ખાસ્સો વધારો થાય. કોઇપણ કામમાં તમારી બુદ્ધિ, ચાતુર્ય, આવડત અનુભવ અને કામ કરવાની ધગશથી કામનો આસાનીથી ઉકેલ લાવી શકો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment