આજનું દૈનિક રાશી ભવિષ્ય અને બાળકની જન્મ રાશી તારીખ ૯/ ૧/ ૨૦૧૯

70

આજના બાળકની જન્મરાશી બપોરના 1 કલાક અને 14 મિનીટ સુધી મકર રહેશે (નામાંક્ષર: ખ, જ)અને ત્યારબાદ જન્મ રાશી કુંભ રહેશે (નામાક્ષર: ગ,શ,સ,ષ)

મેષ

તમારા જુના પડતર પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમને કામમાં વધુને વધુ સાનુકુળતા થતી જણાય. નાની નાની ઈજાઓથી સાવધાન રહેવું. તમે કરેલા કામના વખાણ થાય.

વૃષભ

યાત્રા કે પ્રવાસમાં થોડી સાવધાની રાખવી. કોઇપણ કામનો ઉતાવળથી નિર્ણય લેવો નહિ. કોઇપણ વ્યક્તિ સાથેની મિલન મુલાકાતમાં ખાસ સાવચેત રહેવું. અન્યથા નુકશાન થવાની શક્યતા નરી શકાય નહિ. આકસ્મિક કોઈ કામ આવવાથી તમારા કાર્યના ભારણમાં વધારો થાય.

મિથુન

આજના દિવસની કામની શરૂઆતમાં ખાસ ધ્યાન રાખવું. વિમાને લગતા કામ કાજમાં તથા બેન્કના કામમાં ખાસ સાવચેતી રાખવી. બપોર પછીથી કામના ભારણમાં રાહત થતી જણાય.

કર્ક

આર્થિક નાણાકીય વ્યવહાર સમજી વિચારીને સાવધાની રાખીને કરવા. નોકરિયાત વર્ગને અને ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને આજના દિવસની શરૂઆતમાં વાતાવરણ સાનુકુળ રહે, પણ ત્યાર બાદ દરેક કામમાં રૂકાવટ આવતી જણાય. હવામાનને લગતી બીમારીની અસર તમારા સ્વાસ્થ્ય પર થવાની શક્યતા. આવેશમાં આવી જઈ કોઈ ત્વરિત ઉતાવળિયું પગલું ભરવું નહિ.

સિંહ                                   

આર્થિક નાણાકીય પ્રશ્નોનું સકારાત્મક પરિણામ આવવાની શક્યતા દિવસની શરૂઆતમાં તમારા કામમાં દોડધામ રહેવાની શક્યતા. પછી વાતાવરણ સાનુકુળ થતું જણાય. કોઈ અટકેલા કામનો ઉકેલ આવવાથી મન આનંદિત રહે.

કન્યા

સામાજિક કામ માટે બહારગમ જવાનું શક્ય બને. આજના દિવસે તમે તમારી બુદ્ધિ, અનુભવ, આવડત, મહેનત,ધગશ અને કામ કરવાની તત્પરતાથી અને આસાનીથી કામનો ઉકેલ લાવી શકો. ઋતુગત બીમારીથી સાવધાન રહેવું. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓને તેમના ધંધામાં થોડી તકલીફ જણાય.

તુલા

માનસિક ચિંતામાં વધારો થાય. દિવસની શરૂઆતમાં તમને ચિંતા, ઉચાટ, બેચેની, વ્યગ્રતા રહે. કામનું ટેન્શન વધતું જણાય. દિવસ ચડતા કામમાં રાહત થતી જણાય. કામ સરળતાથી થવા લાગે. સ્નેહીજનો સાથે વાદ વિવાદથી બચવું.

વૃશ્ચિક

તમારા કામમાં તમને ધરેલી સફળતા મળવાની શક્યતા. આજના દિવસે દિવસની શરૂઆતમાં તમને કોઇપણ કાર્યમાં વાતાવરણ સાનુકુળ રહે પણ દિવસના મધ્યાંતર પછી તમારા કામમાં કોઈ આકસ્મિક રૂકાવટ કે મુશ્કેલી આવવાથી ચિંતામાં વધારો થાય. કોઈ મહત્વની વ્યક્તિનો આકસ્મિક પરિચય થવાથી તમને લાભદાઈ નીવડે.

ધન

તમારા કામકાજમાં આજના દિવસે તમને તમારા ઘર પરિવાર કુટુંબનો સાથ સહકાર મળી રહે. તમારા કાર્યક્ષેત્રમાં ખાસ ફોકસ રાખવાની જરૂર છે. સીઝનલ ધંધામાં આવકમાં વધારો થાય. શેરની લે-વેચમાં લાભ થવાની શક્યતા. ખાન પાનમાં સવિશેષ ધ્યાન રાખવું.

મકર

આજના દિવસે તમારા રોજીંદા કામમાં તમે વ્યસ્ત રહેશો. નકામી ચિંતાઓથી દૂર રહેવું. તમારી ઇચ્છ મુજબનું કામ થવાથી તમે દિવસ આનંદથી પસાર કરો. કાયદાકીય બાબતોનો સરળતાથી ઉકેલ આવતો જણાય.

કુંભ

તમારી મહેનતનું તમને ફળ મળવાનીશક્યતા..જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારા કામની વ્યસ્તતા માંથી તમને ધીમે ધીમે રાહત થતી જાય. તેમ છતાં આજના દિવસે ઉતાવળથી કોઇપણ નિર્ણય લેવો નહિ

મીન

આજના દિવસે તમે તમારા કામમાં વ્યસ્ત રહો સાથે અન્ય કાર્યમાં પણ તમારે ખોટી દોડ ધામ કરવી પડે. મધ્યન પછી કોઈ સમાચાર તમને બેચેન વ્યાકુળ કરે. દિવસ દરમ્યાન શરીરના સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી લેવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment