આજનું દૈનિક રાશી ભવિષ્ય કથન તારીખ ૬/૧/૨૦૧૯

42

આજના બાળકની જન્મ રાશી રાત્રીના 12 કલાક અને 27 મિનીટ સુધી ધન (નામાક્ષર: ધ, ભ, ફ ઢ). ત્યાર પછી મકર (નામાંક્ષર: ખ, જ)

મેષ

કોઈ અગત્યના કે ખાસ મહત્વના કામ સબબ મિલન મુલાકાતમાં સાનુકુળતા અને સફળતા મળે. યાત્રા પ્રવાસનું આયોજન થાય.

વૃષભ

આજના દિવસે આપે શરીરથી, મનથી, ધનથી અને વાહનથી ખાસ સંભાળીને કામ કરવું. સીઝનલ ધંધામાં હરીફ વર્ગનો તેમજ ઈર્ષાળુ વર્ગનો સામનો કરવાની નોબત આવે.

મિથુન

કોઈ અગત્યના કે ખાસ મહત્વના કામ સબબ મિલન મુલાકાતમાં સાનુકુળ વાતાવરણ અને સફળતા મળે. જાહેર તેમજ સંસ્થાકીય કામ અંગે દોડધામ અને મહેનત કરવી પડે.

કર્ક

નોકરી કે ધંધાના કામ સબબ આકસ્મિક બહાર કે બહારગામ જવાનું શક્ય બને. હરીફ વર્ગનો તથા ઈર્ષાળુ વર્ગનો સામનો કરવાનો થાય. ખર્ચ ખરીદીમાં વધારો થાય.

સિંહ

આજના દિવસે તમારા ધાર્યા પ્રમાણેનું કામ થવા સંભવ. તમારા કામ કાજમાં તમારા સંતાનનો સાથ સહકાર મળી રહે. કામ કાજમાં વાતાવરણ સાનુકુળ રહે.

કન્યા

આજના દિવસે કન્યા રાશિના જાતકને હૃદય મન વ્યગ્રતા, બેચેની, ચિંતા, ગભરામણ અનુભવ્યા કરે. તમે હરો ફરો કે કોઈ કામ કરો પણ ક્યાંય ચિત્ત લાગે નહિ. શરીરના સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી.

તુલા

ભૂલાયેલા સ્નેહી, સ્વજન કે મિત્ર વર્ગની મુલાકાત થાય. નોકરિયાત વર્ગને તેમના સહ કર્મચારીઓનો સાથ સહકાર મળે.

વૃશ્ચિક

તમારા રોજીંદા કામ કાજની સાથે તમે બીજાઓના કામમાં પણ વ્યસ્ત રહો તેવું બને. કુટુંબ પરિવારનો સાથ સહકાર મળી રહે.

ધન

જાહેર તેમજ સંસ્થાકીય કામ અંગે કામની વ્યસ્તતા અનુભવો. આજના દિવસે વિચારોના મનોમંથનમાં કંઇક અંશે ચિંતા મુંજવણ અનુભવો. કોઈ સારી અને મહત્વની વ્યક્તિ સાથેમિલન મુલાકાત થવાની શક્યતા.

મકર

આજના દિવસે મન પર કાબુ રાખી દિવસ ધીરજ અને શાંતિથી પસાર કરવો. કોઇપણ કામમાં જરાપણ ઉતાવળ કરવી નહિ અન્યથા નુકશાન થશે. તમારા કામમાં અડચણો આવે, રુકાવટ થાય.

કુંભ

દરરોજના રૂટીન કાર્યમાં આજે પણ વ્યસ્ત રહો. પરદેશના કામ માટે મિલન મુલાકાત થવા સંભવ. પૂત્ર પૌત્રાદિકથી આનંદ મળે સાથે લાભ પણ થાય.

મીન

મીન રાશિના જાતકોએ આજના દિવસે જમીન મકાન તેમજ વાહનની લે-વેચના કામમાં દોડધામ રહેવાની શક્યતા નકારી શકાય નહિ. જુના ભૂલાયેલા મિત્ર વર્ગ સાથેની આકસ્મિક મુલાકાત થવાથી આનંદનો અનુભવ થાય.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment