આજનું દૈનિક રાશી ભવિષ્ય કથન તારીખ ૫/૧/૨૦૧૯

49

આજના બાળકની જન્મ રાશી ધન ( નામાક્ષર: ધ, ભ, ફ ઢ ) આજના દિવસના મધ્યાંતર પછી ૩ કલાક અને ૦૮ સુધી મૂળ નક્ષત્ર હોવાથી આ સમય દરમ્યાન જન્મેલા બાળકમાટે મૂળ શાંતિ અવશ્ય કરાવવી.

મેષ

આજના દિવસે કોઈ અગત્યના કામ બાબતે બહાર જવાનું થશે.કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. નોકરીયાત વર્ગને તેમના ઉપરી અધિકારી કે સાથે કામ કરતા સહ કર્મચારી વર્ગનાં સાથ સહકારથી તમારા કામનો ઉકેલ લાવી શકો. જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે.

વૃષભ

આજે તમારે કોઈ કાર્યમાં ઉતાવળથી નિર્ણય લેવો નહિ. વડીલોનું માર્ગદર્શન તમારા કાર્યક્ષેત્રમાં ખુબજ ઉપયોગી થાય. બેન્કને લગતા કામ કાજમાં તથા વીમાને લગતા કામમાં સવિશેષ સાવચેતી રાખવી. આર્થિક મુશ્કેલીઓ દુર થવા સંભવ.

મિથુન

જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. આજના દિવસે તમારું ધાર્યું કામ થવા સંભવ, પણ માનસિક પરિતાપનો અનુભવ કરો. બહાર જવાનું શક્ય બને. વેપાર અર્થે થયેલો પ્રવાસ તમને લાભ અપાવે.

કર્ક

વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા. બીજાની ભૂલનું પરિણામ તમારે ન ભોગવવું પડે તેની ખાસ સાવચેતી રાખવી.આમદાની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આજના દિવસે તમારે તમારું કાર્ય પૂરું કરવા માટે ધાર્યા કરતા વધારે મહેનત કરવી પડે.

સિંહ

જમીન મકાનનેલગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. વિલંબમાં પડેલા કે અટવાયેલા કામ ધીરે ધીરે સાનુકુળ થતા તેનો આસાનીથી ઉકેલ આવવાની શક્યતા. પૂત્ર કે પૌત્રોના પ્રશ્નોનું નિરાકરણ આવે. જેથી માનસિક ચિંતા ઓછી થાય. નવી રોજગારીની તકો ઉભી થવાની શક્યતા.

કન્યા

આજના દિવસે કન્યા રાશિના જાતકને નોકરી ધંધાના કામમાં તમારા ધાર્યા મુજબના કામ થાય નહિ. દરેક કામમાં કોઈને કોઈ રુકાવટ કે વિઘ્ન આવે. માતૃપક્ષનીચિંતામાં વધારો થાય.

તુલા

સામાજિક જવાબદારીમાં વધારો થાય. અગત્યના કામકાજ બાબતે બહાર કે બહારગામ જવાનું શક્ય બને. મહત્વનાકામ માટેની થયેલ મુલાકાત તમારા માટે લાભદાઈ નીવડે.

વૃશ્ચિક

તમારા દરરોજના રૂટીન કામ ઉપરાંત સામાજિક કે વ્યાવહારિક કામ બાબતે દોડધામ વધી જાય. રાજકીય ક્ષેત્રે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. સીઝનલ ધંધો કરતા લોકોને આકસ્મિક લાભ થાય.

ધન

આરોગ્ય બાબતે કે તમારા સ્વાસ્થ્યની સુખાકારી માટે ખાસ કાળજી રાખવી. આજના દિવસે ચિંતા પરેશાની દુર થતા તમે તમારા કામમાં ચિત્ત પરોવી શકો. જાહેર તેમજ સંસ્થાકીય કામકાજ બાબતે કોઈ અગત્યની મિલન મુલાકાત થાય. તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવાથી તમારામનોવાંચ્છીત કામ પૂર્ણ થાય.

મકર

યાત્રા પ્રવાસનું આયોજન થાય. આજના દિવસે તમારા ધાર્યા મુજબનું કામ સમયસર પૂરું ન થવાથી કંટાળો આવે, થાક લાગે, મન ઉચક રહે, બેચેની અનુભવો. ભાગ્યોદયની તક રહે. પૈસાની લેતી દેતીમાં આજના દિવસે ખાસ સાવચેત રહેવું. સાવધાની વર્તવી.

કુંભ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રૂચી વધતી જણાય.તમે તમારી બુદ્ધિ, આવડત, અનુભવ કામ કરવાની ધગશથી કોઇપણ કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. રોકાયેલા કામો પૂર્ણ થવાની શક્યતા. પૂત્ર કે પૌત્રાદિકના પ્રશ્નોનો ઉકેલ આવવાથી ચિંતા ઘટવાથી માનસિક શાંતિનો અનુભવ કરો.

મીન

આમદાની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે આવક કરતા જાવક વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમારા હરીફ વર્ગ સામે તમારો વિજય થાય. જમીન મકાનને લગતા કે વાહનના કામમાં વાતાવરણ સાનુકુળ રહે. આજના દિવસે કામ કાજની વ્યસ્તતા રહે

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment