૧૦ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને આજની જન્મ તારીખ

41

આજના બાળકની જન્મરાશી કુંભ રહેશે (નામાક્ષર ગ,શ,સ,ષ)

મેષ

આજના દિવસે કોઇપણ કાર્યની શરૂઆત કરતા પહેલા કુળદેવીની પ્રાર્થના કરી વડીલોના આશીર્વાદ અને સલાહ સૂચન લઈને વિચાર વિમર્શ કરી કાર્યનો શુભારંભ કરવો. દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ જણાય. જમીન મકાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા. વિદ્યાર્થી મિત્રો માટે સાનુકુળ સમય જણાય છે. દિવસ આનંદથી પસાર થાય.

વૃષભ

માનસિક ચિંતામાં સુધારો થતો જોવા મળે. હાથમાં આવેલી કે આવતી તક છીનવાય જવાની શક્યતા નકારી શકાય નહિ.આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા. અંગત સંબંધોમાં કોઈ સામાન્ય બાબતે ખટાશ ઉભી થાય. નોકરીયાત વર્ગને તેમના સ્થાનમાં બઢતીના યોગ જણાય છે.

મિથુન

નવા આર્થિક નાણાકીય સ્ત્રોતોનું નિર્માણ શક્ય બને. આકસ્મિક ધન લાભની શક્યતા રહેલી છે. વ્યવહારિક સંબંધોમાં શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. અન્યથા નુકશાન થવાની શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય બાબતે દસામાન્ય ખટરાગ ઉભો થાય. આજના દિવસેદવાખાનાની કે હોસ્પીટલની મુલાકાત લેવી શક્ય બને.

કર્ક

કોઈની સાથે મત ભેદ કે મન ભેદ થવાની શક્યતા જણાય. ખોટી ચર્ચાઓમાં કે વાદ વિવાદમાં સમય ન બગાડવો. જમીન મકાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા. આર્થિક નાકીય વ્યવહારની લેવડ દેવડ સમજી વિચારીને સાવચેતીથી કરવી. તમારા કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે. વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા. આરોગ્ય બાબતે ખાસ સાવધાની વર્તવી.

સિંહ

આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. પણ મનની મુરાદો પૂરી ન થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. જમીન મકાનને લગતા રોકાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવે. કોર્ટ કચેરીના કાર્યમાં શાંતિ રાખવી, નિરાંતે ઉકેલ આવવા સંભવ. આરોગ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી. વાહન સંભાળીને ચલાવવું. નાના મોટા અકસ્માતથી બચવું.

કન્યા

તમે કરેલી મહેનતનું ફળ તમારી ધારણા પ્રમાણે ન મળે. અટકેલા કે રોકાયેલા કામ પૂરા થતા જણાય. ભૌતિક સુખ સુવિધામાં વધારો થવાની શક્યતા. નવી યોજનાઓનું આયોજન શક્ય બને. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે.યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય.

તુલા

આજના દિવસે તમે તમારા કાર્યથી બીજાને પ્રોત્સાહિત કરવામાં ખાસ મદદરૂપ થઇ શકો. આમદાની અઠ્ઠની ખર્ચા રૂપિયાની નોબત ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે આવક કરતા જાવક ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું. માનસિક સંતુલન ગુમાવવું નહિ પણ ધીરજથી કામ લેવું. સામાન્ય માનસિક ચિંતા દુર થાય. વાહન સંભાળીને ચલાવવું.

વૃશ્ચિક

આજના દિવસે આર્થીક ખર્ચ પર કંટ્રોલ રાખવો. રોજગારીની નવી તકો મળવાની ખાસ સંભાવના. કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું રહેવાની શક્યતા.વાણી વિલાસ અને વર્તનમાં મર્યાદા જાળવવી અને સંયમ રાખવો ખાસ જરૂરી છે જે સરવાળે તમારા લાભમાં રહેશે. સામાજિકજવાબદારીમાં વધારો થઇ શકે છે.

ધન

આજના દિવસે યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. આપના અટવાયેલા કે અધૂરા કાર્યો પૂરા થતા જણાય. લાંબી મુસાફરી થવાની શક્યતા નકારી શકાય નહિ. ઋતુગત બીમારીઓથી સાવચેત રહેવું. સામાજિક જવાબદારી નિભાવતા વર્ગને જવાબદારીમાં વધારો થાય. માન સન્માનમાં અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા જણાય.

મકર

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. ઘર પરિવાર અને કૌટુંબિક નિર્ણયો સમજી વિચારીને કરવા. ખોટા આવેશમાં આવી જઈ કોઇપણ નિર્ણયો ન લેવા. આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થઇ શકે છે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું તમારા પક્ષે સકારાત્મક પરિણામ આવવાની શક્યતા. વિદેશ પ્રવાસનું આયોજન થવાની શક્યતા.

કુંભ

જુના ભુલાયેલા સંબંધો ફરીથી તાજા થાય. લગ્ન જીવન આનંદમય અને સુખમય બની રહે. નાના મોટા યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. આજના દિવસે કોઈની સાથે ઉધાર ઉછીના ન કરવાની સલાહ આપવામાં આવે છે જે તમારા માટે લાંબા ગાળેફાયદામાં રહેશે. પશુઓ તેમ જ વાહન અકસ્માતથી સંભાળવું. મિત્ર વર્ગથી જરૂરીમદદ મળી રહે.

મીન

આજના દિવસે કુળદેવીને પ્રાર્થના કરી કોઇપણ શુભ મંગલ કારની શરૂઆત કરવી. વડીલોના આશીર્વાદ લેવાથી તમને દરેક કાર્યોમાં સફળતા મળશે. રચનાત્મક પ્રવૃતિમાં ભાગ લેવાનું શક્ય બને. કૌટુંબિક શાંતિ જળવાઈ રહે. વેપારને લગતા કાર્ય માટે કરેલો પ્રવાસ તમને લાભ અપાવે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment