આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી તારીખ ૪ /૧/ ૨૦૧૯

70

આજના બાળકની જન્મ રાશી બપોરના 12 કલાક અને 53 મિનીટ સુધી વૃશ્ચિક ( નામાક્ષર: ન, ય) ત્યાર પછી જન્મ રાશી ધન ( નામાક્ષર: ધ, ભ, ફ ઢ )

મેષ

આજના દિવસે દિવસના મધ્યાંતર સુધી ઉચાટ ઉદ્વેગમાં પસાર થાય.વાણી વિલાસ પર કાબુ રાખવો. દિવસના મધ્યાંતર પછીથી કંઇક રાહત થતી જણાય. નવા કાર્યોની શરૂઆત ન કરવી. ગુઢ વિદ્યા અને રહસ્યમય બાબતોને સમજવાનો પ્રયત્ન કરો.

વૃષભ

તમારા દરરોજના રૂટીન કામમાં વ્યસ્ત રહો. પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ. વાણી વિલાસ પર કંટ્રોલ રાખવો.

મિથુન

નોકરીયાત વર્ગને કાર્યમાં વધારો થાય. અન્ય કર્મચારીનું કામ તમારે કરવાનું થાય.અટવાયેલા કાર્યો પૂરા થાય. દિવસ વ્યસ્તતામાં પસાર થાય.

કર્ક

આરોગ્ય બાબતે પેટની તકલીફ થવા સંભવ. સંયુક્ત ભાગીદારીના ધંધામાં પુત્ર અને પૌત્રા દિકનો સાથ સહકાર મળે. અધૂરા કાર્યો પૂરા થાય. આજનાદિવસે કામ કાજમાં વાતાવરણ સાનુકુળ રહે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવો.

સિંહ

આજના દિવસે દિવસની શરૂઆતથી ચિંતા રહે, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને માનસિક શાંતિ અને રાહત થતી જાય. દિવસ દરમ્યાન. કોઇપણ કાર્યમાં ઉતાવળ કરવી નહિ. કૌટુંબિક વાદ વિવાદ ઉભા થાય. ધનનો વ્યય થવાની શક્યતા. ધાર્મિક અને આધ્યાત્મિક વાદ વિવાદથી દુર રહેવું.

કન્યા

આજના દિવસે ઘરની બહારનું ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી યાત્રા, પ્રવાસ કે મુસાફરી દરમ્યાન બહારનું ખાવાનું ટાળવું. અગત્યના કાગળ, જરૂરી ફાઈલ કે તમારું વોલેટ ગુમ થવાની શક્યતા હોવાથી ખાસ કાળજી રાખવી. ભાઈઓ તરફથી સાથ સહકાર મળવાથી લાભ થાય.

તુલા

સંયુક્ત ભાગીદારીના ધંધામાં ભાઈઓનો સાથ સહકાર મળવાથી રાહત મળવા સંભવ. આજનો દિવસ કામ કાજમાં વ્યસ્ત રહો. વાણી વિલાસ પર સંયમ રાખવો અન્યથા પારિવારિક કલેશ ઉભાથશે. નકારત્મ માનસિક વલણ ન અપનાવવું.

વૃશ્ચિક

કોઈ સારા અને શુભ સમાચાર મળવાની શક્યતા. આજના દિવસે દિવસની શરૂઆતથી ચિંતા, માનસિક પરિતાપ, ઉચાટ, વ્યગ્રતા જણાય, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને માનસિક શાંતિ અને રાહત થતી જાય.

ધન

આજના દિવસે પૈસાકીય લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવી. સાવધ રહેવું. વાહન અકસ્માતથી ખાસ બચવું. આકસ્મિક ખર્ચ આવવાથી નાણાભીડ રહે. સગા સંબંધીઓ સાથે અણબનાવ થાય. મોજ શોખ પાછળ ખોટા ખર્ચાઓ ન કરવા. સ્વભાવમાં ઉગ્રતા રહે.

મકર

ઘર પરિવાર તરફથી કાર્યમાં મદદ મળી રહે. આજે તમે ધારેલું કામ પૂર્ણ થવામાં મુશ્કેલી જણાય. આજના દિવસે હરખ પદુડા થઇ વધુ પડતા ઉત્સાહમાં કે આવેશમાં આવી જઈ કોઇપણ કામ તમારી જવાબદારી પર લેવું નહિ. અન્યથા મુશ્કેલી આવશે. ધાર્યું કામ પૂરું થાય નહિ. કોઈ સાથે વાત ચિત કરતા ગેર સમજ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું. માં હાની થવા સંભવ.

કુંભ

નોકરીયાત વર્ગને કે ધંધો કરનાર વ્યક્તિઓને ધીરે ધીરે કામમાં રાહત જણાય. વડીલોના આશીર્વાદ ફળે. આજના દિવસે કોઇપણ કામ કરવામાં જરા પણ ઉતાવળ કરવી નહિ. ઉચ્ચ અધિકારીની આપના પર મહેરબાની રહે.

મીન

આજે બૌધિક કાર્યોમાં સક્રિય રહેશો. નોકરી કે ધંધાના કામ સબબ તમારે મિલન મુલાકાતો થવાની શક્યતા. જેનાથી લાભ જણાય. દેશના કે વિદેશના કામ કાજમાં તમારે અનુકુળ પ્રગતી થાય. લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્થળોની મુલાકાત થાય. આકસ્મિક ધન લાભના યોગ છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment