૧૬ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

98

આજના બાળકની જન્મરાશી રાત્રે ૮ કલાક અને ૦૭ મિનીટ સુધી મેષ (નામાંક્ષર અ,લ ઈ) ત્યાર પછી વૃષભ (નામાંક્ષર: બ,વ,ઉ)

મેષ

વાણી પર સંયમ રાખવો હિતાવહ છે. આજના દિવસે મધ્યાંતર પછી સાંજ ઢળતી જાય તેમ તેમ તમારા કાર્યમાંથી હળવાસનો અનુભવ કરો. નોકરી કે ધંધાના કામમાં જરા પણ ઉતાવળ કરવી નહિ.

વૃષભ

નોકરી કે ધંધાના કામમાં નુકશાન થાય તેવા કોઇપણ વાદ વિવાદ કરવા નહિ કે નિર્ણયો લેવા નહિ. ઘર પરિવારની તથા સામાજિક કામની ચિંતા રહે. આર્થિક નાણાકીય ખર્ચમાં આકસ્મિક વધારો થાય.

મિથુન

વિલંબમાં પડેલા કે અટવાયેલા કામનો ઉકેલ આવતો જણાય. આજના દિવસે મધ્યાંતર પછી તમારા કામમાં પ્રગતી થવાની શક્યતા. નોકરી કે ધંધાના કામ સબબ કોઈ અગત્યની વ્યક્તિને મળવાનું થાય તેવી શક્યતાને નકારી શકાય નહિ.

કર્ક

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચી વધતી જણાય. આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. પગ અને કમરના દુ:ખાવા બાબતે સાવચેત રહેવું.

સિંહ

કોર્ટ કચેરીના રોકાયેલ પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા. વેપારી વર્ગને નવા વેપારમાં નવા સાહસો કરવાની તક મળે. વાહન સંભાળીને ચલાવવું. ઋતુગત બીમારીઓમાં સાવધાની રાખવી.

કન્યા

આજના દિવસે વડીલોના આશીર્વાદ લઇ કાર્યની શરૂઆત કરવી. તેમજ કોઇપણ કાર્યમાં વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થાય. વિદેશમાંથી સારા સમાચાર મળે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા.

તુલા

નાણાકીય સ્થિતિ મજબુત બને. આજના દિવસે મધ્યાંતર પછી સાંજ ઢળતી જાય તેમ તેમ તમે બેચેનીનો અનુભવ કરો. મન વ્યગ્રતા ઉદ્વેગ અનુભવે. વાહન અકસ્માતથી સંભાળીને રહેવું.

વૃશ્ચિક

તમારા હરીફ વર્ગનો અને હિત શત્રુઓનો પરાજય થાય. આર્થિક મુશ્કેલીઓ દુર થવાની શક્યતા. કાર્યમાં સારી સફળતા મળવાથી અને પ્રગતી થવાથી આનંદ અને ઉત્સાહનો અનુભવ કરો.

ધન

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. વાણી વિલાસ પર કાબુ રાખવો. જેની અસર તમારા નોકરી ધંધાના કાર્ય પર થવાની શક્યતા. રોજગારીની નવી તકો મળવાની શક્યતા નકારી શકાય નહિ.

મકર

વેપાર માટે કરેલો પ્રવાસ લાભ અપાવે. આજના દિવસે નોકરી કે ધંધાના કામમાં એકાગ્રતા જાળવી રાખવી. ઋતુગત બીમારીઓથી સાવચેત સહેવું. મિત્ર વર્ગથી મદદમળવાની  પૂરે પૂરી સંભાવના જણાય છે.

કુંભ

રોકાયેલા નાણાપરત મળવાની શક્યતા નકારી શકાય નહિ. આજનો દિવસ કોઈ મહત્વની ચર્ચા વિચારણામાં પસાર થાય. કોર્ટ કચેરીના કામનો ઉકેલ આવે. કોઈ અગત્યની વ્યક્તિ સાથે મુલાકાત માટેગોઠવણ થાય.

મીન

અટકેલા કાર્યો પૂરા થાય. ઋતુગત બીમારીથી સાવચેત રહેવું. આર્થિક નાણાકીય સ્થિતિ સધ્ધર થાય. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચીમાં વધારો થતો જણાય. વિદેશમાંથી સારા સમાચાર મળવાની શક્યતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment