અમદાવાદીઓ માટે આનંદો… વસ્ત્રાલ ગામ સુધી થયું મેટ્રોનું ટ્રાયલ, “ફ્રી”માં ચાલુ થઇ યાત્રાઓ…

44

અમદાવાદમાં માર્ચના પહેલા અઠવાડિયામાં મેટ્રો ટ્રેન શરુ કરવાની તૈયારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શરુ કરી દીધી છે. જેના દ્વારા એપેરલ પાર્કથી અમરાઈવાડી સુધી લગભગ 2 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું. શુક્રવારે વસ્ત્રાલ ગામ સુધી ટ્રાયલ શરુ કરવામાં આવી. માર્ચમાં ટ્રેન લોકો માટે શરુ કરવામાં આવશે.

મફતમાં યાત્રાની સુવિધા શરૂઆતમાં યાત્રીઓને ફ્રીમાં યાત્રા કરાવવાની તૈયારી ચાલી રહી છે. 1 જાન્યુઆરીએ સહેરમાં પહેલી મેટ્રો ટ્રેન આવ્યા બાદ દક્ષીણ કોરિયાની કંપનીઓના અધિકારીઓએ દેખરેખમાં ટ્રેનનું ટ્રાયલ શરુ કરવામાં આવ્યું હતું. જેમાં અપેરેલ પાર્ક ડીપોમાં ટ્રેન તૈયાર થઇ ગયા પછી બુધવારે એપેરલ પાર્કથી અમરાઈવાડી સુધી ટ્રાયલ કરવામાં આવ્યું. તે સફળ રહેવા પર ગુરુવારે ફરીથી મીડિયા સામે ટ્રાયલ આયોજિત થયું. આ પહેલા 2009 માં બીઆરટીએસ શરુ થઇ ત્યારે જુનથી ઓકટોબર 5 મહિના સુધી લોકોને નિશુલ્ક યાત્રાનો લાભ આપવામાં આવ્યો હતો.

સ્ટેશન પર ઓટોમેટિક ફેર કલેક્શન ગેટ લાગશે

તમામ મેટ્રો સ્ટેશનના બંને સાઈડ 8 ઓટોમેટિક ફેર કલેક્શન (એએફસી) ગેટ લગાવવામાં આવશે.ગેટનો સેન્સર પોઈન્ટ પર પેસેન્જર ટીકીટ બતાવશે ત્યાર બાદ જ બહાર નીકળી શકશે. સુરક્ષા માટે 2000 યાત્રીઓના ક્ષમતા વાળા સ્ટેસન પર પ્લેટ ફોર્મ સ્ક્રીન ડોર (પીએસડી) લગાવવામાં આવશે. સ્ટેશનની બંને બાજુ ૩- ૩ ટીકીટ બારીઓ અને 2-2 ટીકીટ વેન્ડિંગ મશીન રહેશે.

સ્ટેશનથી આગળની યાત્રા કરી તો નહિ ખુલે ગેટ

મેટ્રોમાં યાત્રા દરમિયાન ભૂલથી અથવા જાણીબુઝીને કોઈ યાત્રીએ વસ્ત્રાલ ગામથી અમરાઈ વાડીની ટીકીટ લીઈને એપેરેલ પાર્ક સ્ટેશનના પ્લેટફોર્મની બહાર નીકળવાનો પ્રયાસ કર્યો તો તે યાત્રી બહાર નીકળી નહિ શકે. તે યાત્રીએ ફરીથી અમરાઈવાડી થી એપેરેલ પાર્કની બીજી ટીકીટ લેવી પડશે. ત્યાર બાદ જ તે પ્લેટફોર્મની બહાર નીકળી શકશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment