આજે જ બનાવો વાટી દાળના ખમણ આ રેસિપી જોઇને…

46

સામગ્રી

1 કપ ચણાની દાળ, 1 કપ છોતરા વિનાની મગની દાળ, 1/5 કપ અડદની દાળ, 1/5 કપ વાલની દાળ, 1 કપ ખાટું દહી, 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ, 1/5 ટી સ્પૂન હળદર, અડધુ લીંબુ, 1 પેકેટ સાદુ ઈનો ફ્રુટ સોલ્ટ, 1 ટી સ્પૂન ખાંડ, 1 ચપટી હીંગ, 3 થી 4 ચમચી તેલ, નમક સ્વાદ મુજબ

વઘાર માટે કરવા માટે

2 ટી સ્પૂન તેલ, 1 ટી સ્પૂન રાઈ, 1 ટી સ્પૂન જીરુ, 1ટી સ્પૂન તલ, 5 કે 6 કડીપત્તા

વિધિ

સૌ પ્રથમ બધી દાળોને ધોઈને પાણીમાં લગભગ સાત થી આઠ કલાક પલાળી દો પછી એક કપ ખાટું દહી ઉમેરી મિક્સ કરી એક કલાક માટે રાખી દો. હવે તેમા આદુ મરચા ની પેસ્ટ ,હળદર, ખાંડ, હીંગ, તેલ અને સ્વાદા અનુસાર નમક મેળવીને હલાવી લો. ત્યાર પછી કુકરમાં પાણી નાખી ગરમ કરવા મૂકો. પછી એક થાળી ઊંચા કાંઠાની લઈ તેમા તેલ લગાવી કુકરમાં ગરમ થવા મૂકી દો અને તેમનું ઢાંકણું ઢાંકી દો

હવે તૈયાર ઢોકળાના બેટરમા એક પેકેટ ઈનો ફ્રુટ સોલ્ટ નાખી ઉપર અડધુ લીંબુ નીચોવી ને હળવા હાથે ખીરુ એકદમ ફૂલી જાય એટલુ ફીણી લો, પછી તેમાં ખીરું ગરમ કરવા મૂકેલી થાળીમા રેડીને ઢાંકણું ઢાંકીને પંદરથી વીસ મિનિટ સુધી બફાવા દો. ત્યાર બાદ ચેક કરવા એક ચાકુ કે ટુથપીક ભરાવી જુઓ જો એકદમ સાફ બહાર નીકળે એટલે તૈયાર છે સમજવું. નહિતર બે પાંચ મિનિટ વધારે રાખવુ.

હવે થાળીને ઠંડી કરવા મૂકી. સાઈડમાં વઘાર તૈયાર કરી લો. એ માટે પાનમા બે ચમચી તેલ નાખી. ગરમ થાય એટલે રાઈ જીરુ તલ અને કડીપત્ત્તા નાખી એ વઘાર થાળી પર બરાબર પથરાઈ એ રીતે રેડી દો. ઉપર કોથમીર અને નાળિયેર નુ ખમણ સ્પ્રેડ કરીને સજાવો. લીલી અને ગળી ચટણી જોડે સર્વ કરો

તો તૈયાર છે ગુજરાતની સુપ્રસિદ્ધ વાનગી વાટી દાળના ખમણ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment