આજે ભારત પહોંચશે સાઉદી પ્રિન્સ, શું પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર થશે વાત ?

34

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આજે બે દિવસીય પ્રવાસ પર ભારત આવી રહ્યા છે. એવા સમયમાં જ્યારે ભારતમાં હાલમાં જ મોટો આતંકી ઉમલો થયો છે, એવામાં સાઉદી પ્રિન્સનો પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ છે. કેમકે ભારત આવતા પહેલા તે પાકિસ્તાનના પ્રવાસ કરી ચુક્યા છે અને સીધા ત્યાંથી જ અહિયાં પહોંચી રહ્યા છે. આ દ્રિપક્ષીય વાતમાં ભારત સાઉદી પ્રિન્સની સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે.

સાઉદી પ્રિન્સ બે દિવસ માટે ભારતમાં રહેશે, આ દરમ્યાન તે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાત કરશે. આ વાતચીત દરમ્યાન ભારત એમની સામે પાકિસ્તાન દ્વારા હિન્દુસ્તાનની જમીન પર ફેલાવતા આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે. જેનું તાજો પુરાવો પુલવામા માં થયેલ આતંકી હુમલો છે, જેને જૈશ એ મોહમ્મદએ અંજામ આપ્યો.

આના સિવાય પણ બંને દેશોમાં રક્ષા ક્ષેત્ર, જવાઈટ નેવલ એકસરસાઈઝ, ધંધાકીય ક્ષેત્રમાં ઘણા સમાધાન થવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા સિવાય ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સાથે પણ મળશે.

તમને જણાવી દઈએ કે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત પહેલા પાકિસ્તાન ગયા, જ્યાં પાકિસ્તાન અને સાઉદી વચ્ચે ૨૦ અરબ ડોલરનો સોદો થયો છે. સાઉદી પ્રિન્સના સ્વાગતમાં પાકિસ્તાનએ પાંખડીઓ બિછાવી દીધી હતી.

સીધી વાત છે કે સાઉદી અરબ અને પાકિસ્તાન બંને પાકા મિત્ર માનવામાં આવે છે, આ જ કારણ છે કે જ્યારે આખી દુનિયામાં પાકિસ્તાનની નિંદા થઇ રહી છે છતાંપણ સાઉદી એમની મદદ માટે તૈયાર ઉભું છે. એવામાં જોવાનું એ પણ છે કે આતંકવાદના મુદ્દા પર સાઉદી અરબના પ્રિન્સ શું કહે છે.

ભારત આવતા પહેલા જ સાઉદી અરબની સરકારએ પુલવામા હુમલાની નિંદા કરી હતી. સાઉદીની સરકાર તરફથી ગયા અઠવાડિયે કહેવામાં આવ્યું હતું કે તે આતંકવાદ અને ચરમપંથ સાથે ભારતની લડાઈમાં એમની સાથે છે અને કશ્મીરના પુલવામા માં આતંકી હુમલાને એમની ‘કાયરતા’ નો હુમલો જણાવ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment