26 વર્ષના આ યુવાનએ 6 દિવસમાં 6 કરોડ રૂપિયા જમા કરીને શહીદોના પરિવારને કર્યા ડોનેટ, જાણો તેની બહાદુરીનું કામ…

19

જમ્મૂ તેમજ કશ્મીરના પુલવામા માં ૧૪ ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર થયેલ હુમલામાં ૪૦ જવાન શહીદ થઇ ગયા. આના એક દિવસ પછી, મેજર ચિત્રેશ સિંહ નિયંત્રણ રેખા પાસે આઈઈડીને ડીફ્યૂઝ કરતા સમયે શહીદ થઇ ગયા. તેમજ ૧૮ ફેબ્રુઆરીએ, મેજર વિભૂતિ શંકર ધૌડીયાલ સહિત ચાર જવાન એક મુઠભેડમાં શહીદ થઇ ગયા. મુઠભેડમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ માર્યો ગયો. જેના પછી લોકોએ શહીદોના પરિવારોની દરેક રીતે મદદ કરવાનો પ્રયત્ન કર્યો. બિહારના શેખપુરાની ડીએમ ઈનાયત ખાનએ બે જવાનોની દીકરીઓને ખોળે લેવાનો નિર્ણય લીધો. તેમજ અમેરિકામાં રહેનારા ભારતીય મૂળના ૨૬ વર્ષીય વિવેક પાટિલએ ૬ દિવસમાં ૬ કરોડ ભેગા કરી લીધા છે.

૨૬ વર્ષીય વિવેક પટેલ યૂએસમાં રહે છે. એમણે ફંડ અરેંજ કરવા માટે ફેસબુક પર એક પેજ બનાવ્યું. વિવેકએ ૧૫ ફેબ્રુઆરીએ ફેસબુક પર પેજ એટલે જ બનાવ્યું કેમકે એ યૂએસના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ડોનેટ કરી શકતા નહતા. સીઆરપીએફમાં પૈસા ડોનેટ કરવાનો ટાર્ગેટ ૫ લાખ ડોલર (૩.૫ કરોડ રૂપિયા) રાખ્યા હતા. પરંતુ એમના આ પેજથી ૬ દિવસમાં ૨૨ હજાર લોકો જોડાયા અને ૮,૫૦,૦૦૦ ડોલર ભેગા થઇ ગયા. લોકો વિવેકના ઘણા વખાણ કરી રહ્યા છે.

ઘણા દેશોમાંથી એમની પાસે મદદ માટે ફોન આવ્યા. લોકલ રેડિયો સ્ટેશનએ પણ એમની મદદ કરી. હવે મોટો પ્રશ્ન છે કે આ પૈસાને સાચા હાથોમાં કેવી રીતે આપવામાં આવે. જેમણે પૈસા ડોનેટ કર્યા હતા. એમની પાસે ઘણા પ્રશ્ન હતા.

તેઓ ફેસબુક પોસ્ટ પર રેગ્યુલર અપડેટ કરતા હોય છે અને સ્ક્રીનશોટ પોસ્ટ કરતા હોય છે. તે હજુ સુધી પૈસા ટ્રાન્સફર કરવાની રાહ જોઈ રહ્યા છે. એ ઈચ્છે છે કે ભારતીય સરકારનો કોઈ જવાબદાર વ્યક્તિ આ પૈસા લે અને શહીદના પરિવારોની મદદ કરે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment