આ વ્યક્તિ 11 વર્ષથી દરરોજ નદીમાં તરીને 30 મિનિટમાં પહોંચે છે ઓફિસ, ફોટાઓ જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો…

20

ચીનમાં એક વ્યક્તિ એવો પણ છે, જે દરરોજ યાંગ્ટજી નદીમાં તરીને પાર કરીને ઓફિસે જાય છે. વુહાનના રહેનારા ૫૩ વર્ષના જૂ બીવૂ ટ્રાફિકની તકલીફથી બચવા માટે ૧૧ વર્ષથી આ જ રીતે ઓફિસે જઈ રહ્યા છે. એ ઓફિસે પહોંચવા માટે દરરોજ ૨.૨ કીમી તરે છે. એના માટે એમને ૩૦ મિનિટનો સમય લાગે છે. જ્યારે ટ્રેનથી એમને એક કલાકનો સમય લાગે છે.

સ્વસ્થ રહેવા માટે પણ તરે છે “જૂ”

સ્થાનિક મીડિયા અનુસાર, જૂ હેનયાંગ જિલ્લામાં રહે છે અને વુચાંગના એક ફૂડ માર્કેટમાં મેનેજર તરીકે કામ કરે છે. જૂએ મીડિયાને જણાવ્યું કે એ માત્ર સમય બચવવા માટે જ નહિ, પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ નદીમાં તરીને ઓફિસે જાય છે.

ફોટોમાં ચોખ્ખું જોઈ શકાય છે કે જૂ સવારે લગભગ ૭ વાગ્યે નદી કિનારે પહોંચે છે અને કપડા, બૂટ અને અન્ય ચીજો ઉતારીને વોટર પ્રૂફ બેગમાં રાખે છે. પછી નદીમાં કુદકો મારે છે. નદી પર કર્યા પછી એ કપડા પહેરીને તૈયાર થાય છે અને ઓફિસ માટે રવાના થઇ જાય છે.

જૂએ જણાવ્યું કે ૧૯૯૯માં એમનો વજન ૧૦૦ કિલો કરતા વધારે હતો અને એમને ટાઈપ ૨ શુગરની બીમારી પણ હતી. પરંતુ, હવે એમનો વજન અને બ્લડ શુગર બંને સામાન્ય સ્તર સુધી આવી ગઈ છે. એમને હવે કોઈ પ્રકારનો રોગ નથી.

૨૦૦૪માં નદીના કિનારે જૂએ તરવાનું શરૂ કર્યું હતું. એમણે ૨.૨ કિલોમીટર તરવાની ટ્રેનિંગ પણ લીધી. ૨૦૦૮થી જૂએ વિન્ટર સ્વિમિંગ ઈવેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ૨૦૦૮થી જ એમણે નદીમાં તરીને ઓફિસે જવાનું શરૂ કર્યું.

જૂએ કહ્યું કે નદી પાર કરવી સહેલું નથી હોતું, એના માટે બહુ ટ્રેનિંગ લેવી પડે છે. એમની સાથે કામ કરનારી વૂએ કહ્યું કે એ જૂ સાથે છેલ્લા ૧૦ વર્ષથી કામ કરી રહી છે. એમણે જણાવ્યું કે જૂ ક્યારેય પણ ઓફિસે મોડા આવ્યા નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment