આ વ્યક્તિએ 24 કલાકમાં ફર્યા સાત દેશ, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ…

37

દુનિયામાં તમને અલગ અલગ પ્રકારના લોકો મળી જશે, જે એવા કારણમાં કરે છે કે તમે સાંભળીને ચોકી જતાં હશો. કોઈ દાંતથી ખેંચે છે ટ્રક તો કોઈ પગથી લખે છે. એવું જ એક કારનામું કર્યું ડેવિડ કોવારીએ, જેમણે ૨૪ કલાકમાં ૭ દેશનો સફર પૂરો કર્યો. પોતાના સફર પર નીકળતા પહેલા એમણે પહેલાના બનેલા રેકોર્ડોની જાણકારી લીધી. પછી નવો રેકોર્ડ બનાવી નાખ્યો.

તમને જણાવી દઈએ કે ડેવિડ કોવારીએ પહેલા વર્ષ ૨૦૧૩માં ગ્લેન બર્મિંસ્ટરએ ૨૪ કલાકમાં પૂર્વી યુરોપના ચાર દેશ, જેમાં ચેક રિપબ્લિક, ઓસ્ટ્રેલિયા, સ્લોવાવાકિયા અને હંગરી ફરીને રેકોર્ડ બનાવ્યો હતો. જો કે, ગ્લેન પછી કાસ્ટ્રેન કોહલરએ પાંચ દેશ બેલ્ઝીયમ, નીદરલેન્ડ્સ, જર્મની, લગ્જમબર્ગ અને ફ્રાંસ ફરીને રેકોર્ડ બનાવ્યો હતો. કાસ્ટ્રેન પછી જર્મનીના માઈકલ મોલએ વર્ષ ૨૦૧૬માં ઇટલી, સ્વિઝરલેન્ડ, લિચેસ્ટેનસ્ટીન, ઓસ્ટ્રિયાસ, જર્મની અને ફ્રાંસ ૨૪ કલાકમાં ફરીને રેકોર્ડ બનાવ્યો હતો.

જો કે, ડેવિડએ પોતાનો સફર પોલેન્ડથી શરુ કરવાનો પ્લાન બનાવ્યો. પોલેન્ડથી થતાં એમણે ચેક રિપબ્લિક, સ્લોવાકિયા, ઓસ્ટ્રિયા, હંગરી, સ્લોવેનિયા અને ક્રોઈશિયા પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો. એમણે સાત દેશોનો આ સફર ૩૧૦ મીલ લગભગ ૫૦૦ કિલોમીટરની યાત્રા પૂરી કરી અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું.

વાત એમ છે કે, ડેવિડ કોવારીને માસ્ટર્સ ડીગ્રી કરતા અનુભવ થયો કે એમણે ભણવા સિવાય પણ કઈક કરવું જોઈએ, જેનાથી એમને ખરેખર ખુશી મળે. સાથે જ તેઓ લોકો વચ્ચે લોકપ્રિય પણ થાય અને કોઈને કામ પણ આવી શકે.

એટલા માટે એમણે એડવેન્ચરને પસંદ કર્યું અને ઓછા સમયમાં વધારેથી વધારે દેશ ફરવાનો રેકોર્ડ બનાવવાનું નક્કી કરી લીધું. ડેવિડ કોવારી હંગ્રીના રહેવાસી છે. એમણે પોતાનું માસ્ટર્સની સ્ટડી બુડાપેસ્ટથી પૂરી કરી. આ રેકોર્ડને બનાવતા પહેલા એમણે ઘણી તૈયારીઓ કરી અને નીકળી પડ્યા રેકોર્ડ બનાવવા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment