આ વ્યક્તિએ 66 વર્ષ સુધી રાક્ષસ જેવા વધાર્યા નખ, પછી કર્યું કઈક એવું કે દુનિયા આશ્ચર્યચકિત થઇ ગઈ…

40

આ વ્યક્તિએ ૬૬ વર્ષ સુધી રાક્ષસ જેવા નખ વધાર્યા અને હવે આ વ્યક્તિએ પોતાના નખ સાથે કાઈક એવું કર્યું કે તમે પણ જાણીને આશ્ચર્યચકિત થઇ જશો. આ વ્યક્તિની સ્ટોરી જાણીને આખી દુનિયા ચોકી ઉઠી.

૮૨ વર્ષનો આ વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નથી. હકીકતમાં, તેની સ્ટોરી આ નખોથી જ શરુ થાય છે. જી હા, આખી દુનિયા તેમના નખના લીધેજ ઓળખે છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય વ્યક્તિ શ્રીધર ચીલ્લલની. તેમના નામનો ગિનીજ બુકમાં સૌથી મોટા નખ રાખવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

શ્રીધરના નખને કાપીને ન્યુયોર્કમાં રિપલે સંગ્રાલયમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે. રીપલેના તરફથી આ સંબંધમાં સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે શ્રીધરના નખને કાપીને સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. જેની લંબાઈ ૩૧ ફીટ સુધી જાણવામાં આવે છે. તમે જાણીને હેરાન થઇ જશો કે તેની લંબાઈ ત્રણ માળના મકાન જેટલી જણાવવામાં આવે છે.

એમના નખ એટલા ભયાનક છે કે કોઈ પણ તેને જોઇને કંપી ઉઠશે. તેમના અન્ગુઠાનો નખ જેની લંબાઈ ૧૯૭.૮ સેન્ટીમીટર જણાવવામાં આવે છે. ૨૦૧૬ માં તેમને સૌથી લાંબા નખવાળા હાથ માટે ગીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં જગ્યા મળી.

મહારાષ્ટ્રના પુણેમાં રહેનારા શ્રીધરએ આ અનુરોધ કર્યું છે કે તેમના નખને યાદગાર બનાવવા માટે એક સંગ્રહાલયમાં  સુરક્ષિત રાખવામાં આવે. એના માટે તેમના અનુરોધને સ્વીકાર કરવામાં આવ્યા છે અને ભારતથી અમેરિકા લઇ જવામાં આવ્યા છે. ન્યુયોર્કના મ્યુજીયમમાં હવે તેમના આ નખ દુનિયા જોશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment