આ વૃક્ષ તમારા ઘરમાં કરી શકે છે ઘન વર્ષા, જાણો આ વૃક્ષનું મહત્વ અને તેનો પ્રભાવ…

15

પુરાણોમાં કેટલાક ઝાડ અને છોડને ધાર્મિક વૃક્ષોનો દરજ્જો આપવામાં આવેલ છે.

પુરાણોમાં ઘણા વૃક્ષોને ધર્મની દ્રષ્ટીએ ખાસ મહત્વ આપવામાં આવેલ છે. આવા વૃક્ષોનો ચમત્કારિક લાભ અને દેવી દેવતાઓનો તેમાં નિવાસ હોવાને કારણે તેને આ દરજ્જો આપવામાં આવેલ છે. આવા અનેક વૃક્ષોમાંથી એક વૃક્ષ છે શમીનું વૃક્ષ. એવી માન્યતા છે કે ઘરમાં શમીનું ઝાડ લગાવવાથી ઘરના આખા પરિવાર પર દેવી દેવતાઓની કૃપા બની રહે છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાની સાથે સુખ સમૃદ્ધિ પણ આવે છે.

ભગવાન શિવને શમીના વૃક્ષના ફૂલ અતિ પ્રિય છે. દરરોજ પૂજામાં શિવને આ શમીના પુષ્પ અર્પણ કરવાથી ભગાન શિવ તમારી શુદ્ધ મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે. અને તમામ પ્રકારના દુ:ખ દર્દ સંકટ દુર કરે છે. ઘરમાં શમીનું એક ઉગાડવાથી તે ઝાડ તમને શની દેવના પ્રકોપથી પણ બચાવે છે.

કઈ દિશામાં લગાવવું જોઈએ શમીનું ઝાડ.

શમીના વૃક્ષને ઘરના ઇશાન ખુણામાં એટલે કે ઉત્તર પૂર્વ ખુણામાં લગાવવું સૌથી વધારે લાભકારી અને ફળદાઈ માનવામાં આવે છે. શમીના ઝાડમાં પ્રાકૃતિક રીતે જ અગ્નિ તત્વ પણ છુપાએલું હોય છે. ન્યાયના દેવતા શની દેવને પ્રસન્ન કરવા માટે પણ શમીના ઝાડનો પ્રયોગ કરવામાં આવે છે. દર શનિવારે શમીના ઝાડની નીચે મૂળ પાસે સરસોના તેલનો દીવો પ્રગટાવવા જોઈએ. જો કે શનિના પ્રભાવમાં પીપળાનું વૃક્ષ પણ આવે છે. પણ પીપળાના વૃક્ષની વિશાળતાને લીધે તેને ઘરની અંદર ઉગાડવું શક્ય નથી. આથી તમે ઘરમાં શમીનુ વૃક્ષ લગાવી શકો છો.

શમીનું વૃક્ષ ચમત્કારી વૃક્ષ છે 

શમીનું વૃક્ષ કાંટા વાળું હોય છે.અને આ કાંટાનો પ્રયોગ તંત્ર, મંત્ર, બાધાઅને નકારાત્મક ઊર્જા કે શક્તિઓનો નાશ કરવા માટે થાય છે. શમીના વૃક્ષના પાન, ફૂલ, મૂળ, ડાળીઓઅને તેના રસનો પ્રયોગ શની સંબંધી દોષોને દુર કરવા માટે પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં શમીના વૃક્ષનો પ્રયોગ ગુણકારી ઔષધિઓના રૂપમાં પણ કરવામાં આવ્યો છે. પુરાણોમાં પણ શમીના વૃક્ષનું વર્ણન જોવા મળે છે. એવી માન્યતા છે કે લંકા પર વિજય પ્રાપ્ત કર્યા પછીભગવાન શ્રી રામે પણ શમીના ઝાડની પૂજા કરી હતી. દર શનિવારે શમીના પાન શની દેવને ચઢાવવાથી શનિના દોષમાંથી મુક્તિ મળે છે.

ભગવાન શંકર અને શ્રી ગણેશજીને પણ અતિ પ્રિય છે શમીનું વૃક્ષ

માન્યતાએવી છે કે ભગવાન શંકર અને શ્રી ગણેશજીને શમીનું વૃક્ષ અતિ પસંદ છે. સોમવારના દિવસે ભોળાનાથને શમીના પાન અને પુષ્પ ચડાવવાથી ખુબજ લાભ થાય છે. ગૃહસ્થ લોકોના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે. જ્યારે શ્રી ગણેશજીને બુધવારના દિવસે દુર્વા એટલે કે ધ્રોકળની સાથે શમીના ફૂલ અર્પણ કરવાથીતમે લાભ પ્રાપ્ત કરી શકો છો. આમ કરવાથી તમાર ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવશે નહિ. અને લક્ષ્મીમાતાનો આવાસ તમારા ઘરમાં સદૈવ રહે છે કારણ કે શ્રી ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા છે. અને વિઘ્નહર્તા દેવ છે જેથી તમારા દરેક વિઘ્નો કે કષ્ટ તે દુર કરે છે. એક એવી માન્યતા પણ છે કે મહાભારતમાં પાંડવોએ 14 વર્ષના વનવાસમાં એક વર્ષના અજ્ઞાતવાસ દરમ્યાન તેમના અસ્ત્ર શસ્ત્રને શમીના ઝાડની નીચે મૂળ પાસે છુપાવ્યા હતા. એટલા માટે જ શમીના વૃક્ષને કે ઝાડને ઈટલું મહત્વનું માનવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment