આ વૃદ્ધે ગયા વર્ષે સોશિયલ મીડિયા પર લાવ્યું હતું આંસુઓનું પુર, આજે જીવે છે આવી જિંદગી…

60

ગયા વર્ષે જાન્યુઆરીમાં એક વિડીયોએ બધા લોકોના દિલોને પીગળાવી દીધું હતું. તુર્કીના બ્લેક સીના ઓરડુ પ્રદેશના અલી મિસે નામના એક ૮૩ વર્ષના વૃદ્ધ અને એમની બિલાડીના એક વિડીયોએ લોકોને એકસાથે કરી દીધા. ઈંટરનેટ પર એમની આ ભાવનાત્મક કહાનીને લોકોએ ખુબ જ શેર કરી. વર્ષ ૨૦૧૮માં તુર્કીના રહેવાસી અલી મિસે જ્યારે પોતાની લાકડાના મકાનમાં ગૈસોલીનની મદદથી ચૂલો સળગાવી રહ્યા હતા ત્યારે એમના મકાનમાં આગ લાગી ગઈ હતી. એ આગમાં એમનું બધું જ નાશ થઇ ગયું હતું. જ્યારે અલીને બચાવામાં આવ્યા ત્યારે એમની પાસે જીવવા સિવાય બીજો એકેય રસ્તો નહતો. અલી પોતાના ઘરને છોડીને જવા નહતા માંગતા. એમને સમજવામાં આવ્યા કે હવે એ ઘરમાં કંઈજ બચ્યું નથી. ઘરેથી બહાર નીકળતા અલીને એમની પાળીતી બિલાડી મળી. અલીને લાગ્યું કે એ ભયાનક આગમાં એમણે પોતાનું બધું ગુમાવી દીધું છે. પોતાની બિલાડીને આ રીતે જોઇને એમને રાહત મળી એ વાઈરલ વિડીયોમાં એ ચોખ્ખું દેખાતું હતું.

અલીની જિંદગીમાં આવેલ એ તૂફાનને આજે આખું એક વર્ષ થવા આવ્યું છે. સોશિયલ મીડિયામાં લોકોનું દિલ જીતનારા અલી આજે કેવું જીવન વિતાવી રહ્યા છે એ વાતની જાણકારી અમે તમને જણાવા જઈ રહ્યા છીએ. એ સમયે સમયની માર ખાય રહેલા અલીની મદદ GoFundMe નામના પેજે કરી જેના કારણે એમને ૬૦૦૦ ડોલરની સહાયતા પણ મળી જેનાથી આજે તે સામાન્ય જીવન જીવી રહ્યા છે પરંતુ શું તમે જનો છો અલીની એ બિલાડીનું શું થયું ? અમે તમને જણાવી દઈએ કે અલી આજે પોતાની બિલાડી સાથે આનંદથી રહે છે. અલી અને એમની બિલાડીના ફોટાઓ ફરી એકવાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે એક વર્ષ પછી પણ લોકોને અલી યાદ છે. અલીના જીવનમાં આ રીતે આગળ વધવાની વાતને સોશિયલ મીડિયા પર લોકો ખુબ વખાણી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment