આ વિચિત્ર મહિલાઓ વિશે જાણીને તમે પણ સ્તબ્ધ થઇ જશો !!!

7

આ દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાના વિચીત્ર શોખ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, તેમાંથી મોટાભાગના લોકોના શોખ ગીનીસ બુક ઓફ વલ્ડમાં નોંધવામાં આવ્યા છે. આજે અમે તમને તે વિચિત્ર મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમણે પોતાના શોખના કારણે ઘણી નામના મેળવી છે.

આ યાદીમાં પહેલું નામ આવે છે રૂસની એલીના જેની ઉંમર ૩૫ વર્ષ છે. એલીના પોતાના નખના કારણે ખુબ પ્રખ્યાત થઇ ચુકી છે. તમને જણાવી દઈએ કે એલીનાએ પોતાના નખનું નામ બેબી રાખ્યું છે. આ નામ રાખવા પાછળ એક ખાસ કારણ છે તે પોતાના નખની સારસંભાળ એકદમ પોતાના બાળકની જેમ કરે છે. તેના નખની લંબાઈ ૪.૭ ઇંચ છે. જયારે આટલા મોટા નખના રહસ્ય વિશે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે છેલ્લા પાચ વર્ષથી તેમણે પોતાના નખ કાપ્યા નથી અને આ નખને મજબુત કરવા માટે એલીનાએ ઘણી વિટામીનની ગોળીઓ ખાધી છે.

નતાલિયા પાત્યર્કા દુનિયાની એક પ્રખ્યાત ટેનીસ પ્લેયર છે, તેમનું નામ આ યાદીમાં એટલા માટે છે કેમ કે આ એથલીટ સામાન્ય ખેલાડીઓ કરતા એકદમ અલગ છે. નતાલિયાના જન્મથી જ ડાબો હાથ અને કોણી નથી. હાથ વગર જ તેમણે ઘણા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.

શું તમે ક્યારે પણ એવી છોકરી વિશે સાંભળ્યું  છે જેણે પોતાની જાતને હ્યુમન બાર્બી ડોલની જેમ દેખાડવા માટે પોતાના શરીર પર ૪૦ થી વધુ સર્જરી કરાવી હોય અને ૨૨ લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. આ છોકરીનું નામ છે ઓફેલીયા વૈનીટી. તેમણે જણાવ્યું કે તે પહેલાથી જ બાર્બી ડોલની જેમ દેખાવા માંગતી હતી, જેના માટે ઓફેલીયાએ વર્ષ ૨૦૦૯ માં પહેલીવાર પોતાના ચહેરા પર ઘણા ઇન્જેક્શન મરાવ્યા, તેના પછી ઇન્જેક્શન મરાવાનું આ કામ તેમણે નિયમિત રીતે શરુ કરી દીધું. તેમણે જણાવ્યું કે લગભગ ચાર વર્ષની અંદર પોતાના હોઠ, આંખ, નાક અને ચહેરા પર ઘણીવાર ઇન્જેક્શન મરાવ્યા અને તેની સર્જરી પણ કરાવી.

ફ્લોરીડાની રહેનારી ડોનાવીયા વોકર હાથ વગર જન્મી હતી, પરંતુ તેના હાથ ન હોવા છતાં તે દુનિયા માટે એક મિસાલ બની ગઈ છે. તે પોતાના બધા જ કામ પોતાના પગથી જ કરે છે. આ બહાદુર છોકરી દેશની સેનામાં શામેલ થવા માંગે છે. તેમની આ બહાદુરીના કારણે તેમનું નામ આ યાદીમાં નોંધેલું છે.

અમેરિકામાં રહેનારી ફ્લો મેલર દુનિયાનો સૌથી વૃદ્ધ એથલીટ છે, તેમની ઉંમર ૮૪ વર્ષ છે. પરંતુ પોતાની ઉંમરની ચિંતા કર્યા વગર આજે પણ યુવાનો સાથે દોડે છે અને હાઈ જંપ મારે છે.

૩૩ વર્ષની અલીશા યંગ એક અમેરિકન રેસલર છે. આ દુનિયાની એવી મહિલા છે જેમના નામ પર દુનિયામાં સૌથી સ્ટ્રોંગ બોડી હોવાનો રેકોર્ડ નોંધેલ છે. લગભગ આટલી ઉંમરમાં તે ઘણી બોડી બિલ્ડીંગ કોમ્પિટિશનમાં પોતાનું નામ બનાવી ચુકી છે. તેમનું કહેવું છે આ બોડીનો શ્રેય તેમના પિતાને જાય છે. જણાવી દઈએ કે તેમના પિતા પણ પોતાના જમાનાના એક રેસલર હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment