આ વસ્તુ 100 નાના દેશ વેચીને પણ નહિ ખરીદી શકો, કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત…

13

દુનિયાની સૌથી મોંઘી વસ્તુની જો વાત થાય તો તમે કહેશો હીરો, સોનું અથવા તો પ્લેટીનમ જ સૌથી મોંઘા હોય છે. પરંતુ જો અમે કહીએ કે તમે ખોટા છો તો કદાચ તમને જટકો લાગશે. હકીકતમાં, દુનિયાની સૌથી મોંઘી વસ્તુમાં હીરો, સોનું અથવા પ્લેટીનમ જ નહી પરંતુ કઈક બીજું પણ છે. આ વાત કદાચ તમારા ગાળાની નીચે પણ ન ઉતરે કે આ વસ્તુને લગભગ એક ગ્રામ માત્રામાં ખરીદવા માટે જેટલા રૂપિયા જોઈએ, એટલા રૂપિયામાં દુનિયાના ૧૦૦ નાના નાના દેશો આરામથી ખરીદી શકાય છે. જી હા, આ વસ્તુ ખરેખર બહુજ કીમતી છે. દુનિયામાં સૌથી મોંઘી આ વસ્તુનું નામ ‘એંટીમેટર’ એટલે કે ‘પ્રતિ પદાર્થ’ છે.

સર્નની પ્રયોગશાળામાં ઉત્પાદન

વૈજ્ઞાનીકોનું માનવું છે કે પૃથ્વી પર ધરતીની વાત કરવામાં આવે તો એંટીમેટર કોઈના કામનું નથી, પરંતુ અવકાશ સાથે જોડાયેલા કોઈ પણ કામ માટે એંટીમેટર બહુજ કીમતી છે. આ વાત પણ તમે કદાચ જ જાણતા હશો કે અવકાશમાં બ્લેક હોલ દ્વારા તારોને બે ભાગમાં ચીરવાની ઘટનાથી એંટીમેટર ઉત્પન થાય છે. સૌથી પહેલા ધરતી પર તેને બનાવામાં ત્યારે સફળતા મળી હતી જયારે સર્નની પ્રયોગશાળામાં તેના ઉત્પાદન કરવામાં સફળતા મળી હતી. તેમ છતાં, એંટીમેટર કોઈ પણ રીતે ધરતી અને અવકાશમાં માટે એટલુ કીમતી છે કે કોઈ પણ તેને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ કીમત ચુકવવા તૈયાર થઇ જશે.

ખરેખર આ શું વસ્તુ છે

હકીકતમાં, અવકાશ યાત્રા કરવી અથવા બીજા ગ્રહો પર આવવા જવા માટે અવકાશ યાનમાં જે ઇંધણ નાખવામાં આવે છે તે આ એંટીમેટરની મદદથી બનાવામાં આવે છે. જી હા, એંટીમેટર એટલે કે પ્રતિ પદાર્થનો એક એવો પ્રકાર છે જે પ્રતિકણો જેવા પાજીટ્રાન, પ્રતિ પ્રોટોન, પ્રતિ ન્યુટ્રાનથી ભળીને બને છે. બજારમાં ૧ ગ્રામ પ્રતિ પદાર્થની કીમત ૩૧ લાખ ૨૫ હજાર કરોડ રૂપિયા છે.

નાસાએ પણ આ વાતની પુષ્ઠી કરી છે કે એંટીમેટર એટલે કે પ્રતિ પદાર્થ દુનિયાનું સૌથી મોંઘુ મટેરિયલ બની ચુક્યું છે. મીડિયા રીપોર્ટ મુજબ ૧ મીલીગ્રામ પ્રતિ પદાર્થ બનાવામાં લગભગ ૧૬૦ કરોડ રૂપિયા સુધી થઇ જાય છે, જે જગ્યા પર તેનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યાં દુનિયાની સૌથી સારી અને કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે. એટલું જ નહિ નાસાને આ વસ્તુની હંમેશા જરૂરિયાત રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment