આ વખતે પાકિસ્તાનના યુવાઓ નહિ મનાવી શકે “Valentine’s Day”, ત્યાની કોર્ટે કર્યો આ હુકમ

35

પાકિસ્તાન હાઈકોર્ટ એ સાર્વજનિક જગ્યાઓ અને સરકારી ઓફિસોમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવા પર રોક લગાવેલો હતો.

વિશ્વ ભરમાં જયારે ૧૪ ફેબ્રુઆરીએ “વેલેન્ટાઈન્સ ડે” ઘણો ધૂમધામથી ઉજવામાં આવે છે. તો હમણાં જ યુવાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. આ વખતે ૧૪ ફેબ્રુઆરીના દિવસે યુવાઓ નહિ ઉજવી શકે “વેલેન્ટાઈન્સ ડે” પરંતુ તેના બદલામાં યુવાઓએ “સિસ્ટર્સ ડે” ઉજવવાનો હુકુમ જાહેર કરવામાં આવ્યો છે. તેના પાછળનું તર્ક આપવામાં આવ્યું છે કે ‘આપણી સંસ્કૃતિમાં મહિલાઓ વધુ સશક્ત છે અને તેમને બહેન, મા, દીકરી અને પત્નીના રૂપે સન્માન આપવામાં આવે. આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહયા છીએ. અને પશ્ચિમી સંસ્કૃતિ આપણા સમાજમાં પગપેસારો કરી રહી છે.

વેબસાઈટ પર છે આ વાતનો ઉલ્લેખ

મીડિયા રીપોર્ટ મુજબ, આ નિર્ણય પાકિસ્તાનના પંજાબમાં સ્થિત કૃષિ વિશ્વ વિધ્યાલય, ફૈસલાબાદ (યુએએફ) એ કર્યો છે. અહિયાં વેલેન્ટાઈન્સ ડે ને પશ્ચમી દેશોની સંસ્કૃતિનો ભાગ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ નિર્ણય પૂર્વ દેશોની સંસ્કૃતિ અને ઇસ્લામી પરંપરાને સપોર્ટ કરવા માટે લેવામાં આવ્યો છે. વિશ્વ વિધ્યાલયના ઉપ કુલપતિ જફર ઈકલાબએ આ વાતનો ઉલ્લેખ વેબસાઈટ ઉપર પણ કર્યો છે.

છોકરીઓને આપવામાં આવશે ગીફ્ટ

“વેલેન્ટાઈન્સ ડે” ના સ્થાન પર “સિસ્ટર્સ ડે” ઉજવવાનો નિર્ણયની સાથે જ વિશ્વવિધ્યાલય એ પોતાની વેબસાઈટ ઉપર નિવેદન જાહેર કરીને કહ્યું કે, વિશ્વવિધ્યાલય ૧૪ ફેબ્રુઆરી (વેલેન્ટાઈન્સ ડે) ના રોજ મહિલા છાત્રોની વચ્ચે વિશ્વ વિધ્યાલયના ચિન્હવાળા સ્કાફ, સાલ અને ગાઉંન વેચવાની યોજના પર વિચાર કરી રહયા છે.

કોર્ટે પણ સખ્તાય વર્તી હતી

જણાવી દઈએ કે, એક બાજુ જ્યાં પાકિસ્તાનના યુવાઓની વચ્ચે વેલેન્ટાઈન્સ ડે લોકપ્રિય થઈ રહ્યો છે તો બીજી બાજુ કોર્ટએ પણ આ તહેવાર પર સખ્તી વર્તી છે. ૨૦૧૭ માં ઇસ્લામાબાદ હાઈકોર્ટએ સાર્વજનિક જગ્યાઓ અને સરકારી ઓફિસમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવા પર રોક લગાવી હતી. એના સિવાય ગયા વર્ષે મીડિયા સંસ્થાઓને પણ વેલેન્ટાઈન્સ ડે સપોર્ટ ના કરવા માટે કહ્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment