આ ઉપાય હંમેશા તમારી તિજોરીમાં ટકાવશે ધન, ઘરમાં રહશે માં લક્ષ્મીનો વાસ…

81

હાલના સમયમાં કોઈ કઈ પણ કહે, પૈસા બચાવવાની એક કળા છે કેમ કે કમાવું જેટલું જ મુશ્કેલ છે, બચાવવું એટલું જ અઘરું છે. જેવી રીતે મશીનને ચલાવવા માટે તેલની જરૂર પડે છે, તેમજ જીવન ચલાવવા માટે ધનની જરૂરત છે. વોરેન બફેટને દુનિયા પૈસા ખેચનારુ ચુંબક કહે છે. તેમનું માનવું છે કે જો તમે તે વસ્તુને ખરીદો છો, જેની તમારે કઈ પણ જરૂર નથી, તો જલ્દી જ તમારે એ વસ્તુને વેચવી પડશે. ઘણી વાર જોવામાં આવ્યું છે કે આપણે બોવાજ કમાવીએ છીએ, પરંતુ છતાં પણ આપણે ધનને બચાવીને રાખી નથી શકતા, જેના કારણે તમારું બજેટ બગડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં થોડાક સામાન્ય ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અજમાવવાથી આકસ્મિક ખર્ચમાં ઘટાડો થાય છે અને ધન કોષ વધવા લાગે છે. આવો જાણીએ વાસ્તુશાસ્ત્રના એવા ખાસ ઉપાયો વિશે જે તમારા ધનને બચાવવા અને વધારવામાં મદદગાર સાબિત થશે.

મોટા ભાગે આપણે આપણા ઘરોમાં તુતેલા ફૂતેલા વાસનો તથા કબાટ જમા કરીને રાખીએ છીએ, જે એક મોટો વાસ્તુદોષ છે. એવી જ રીતે ઘણા લોકો કંજુસીના કારણે તૂટેલા ફૂટેલા વાસણોનો ઉપયોગ કરે છે. ધનની દ્રષ્ટિથી વાસ્તુશાસ્ત્રમાં આ સૌથી મોટો દોષ માનવામાં આવે છે. આ વાસ્તુદોષના કારણે તમારા ઘરોમાં લક્ષ્મી નથી ટકતી. પરિણામે, તમે ધન તો કમાવો છો પરંતુ તેને જમા નથી કરી શકતા. એવી જ રીતે તૂટેલો બેડ તથા પલંગ પણ ઘરોમાં ન રાખવો જોઈએ. ઘણા લોકો ઘરની છત પર અથવા સીડીની નીચે કબાટ જમા કરીને રાખે છે, જે વાસ્તુશાસ્ત્રમાં ધન વૃદ્ધિનો સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે.

જો તમે પોતાના ધનમાં વૃદ્ધિ કરવા ઈચ્છો છો, તો પોતાની તિજોરીમાં અથવા લોકરને ઘરના દક્ષીણ પશ્ચિમ ભાગમાં રાખો. વસ્તુ મુજબ આ સ્થાનને લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. ધનનો સંચય અને વૃદ્ધિ માટે દક્ષીણ-પશ્ચિમ ભાગને શુભ અને લાભડાઈ માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે ઘરની આ દિશામાં કોઈ ખાડો કે બારી ન હોવી જોઈએ.

ધનની દ્રષ્ટીથી ઘરના નળોમાંથી પાણી ટપકવું એ સૌથી મોટો વાસ્તુદોષ માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો આ દોષને અવગણે છે. નળમાંથી પાણી ટપકવું એ એવો સંકેત છે કે તમારું ધન ધીમે ધીમે ખર્ચ થતું જાય છે. આ વાસ્તુદોષને પોતાના જીવનમાં સંકટનું કારણ ન બનવા દો અને જડપથી ખરાબ નળને સરખો કરવો અથવા તેને બદલી નાખો.

વેલી સવારે નિત્યક્રિયા અને પાણીથી કોગળા કર્યા સિવાય ચા વગેરેનું સેવન ન કરવું જોઈએ. જો તમે ચાહો છો કે માં લક્ષ્મીનું  નિવાસ તમારા ઘરમાં હંમેશા બનેલું રહે તો ભૂલમાં પણ ખરાબ હાથે ગાય, અગ્નિ અને બ્રામ્હણને સ્પર્શ ન કરો.

ધનની વૃદ્ધિ માટે પોતાના ઘરના ઇશાન કોણ (ઉત્તર-પૂર્વ દિશા) માં પવિત્ર નદીઓ જેવી ગંગાજલ વગેરે કોઈ શુદ્ધ પાત્રમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને માં લક્ષ્મીની કૃપાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

જો તમે પોતાના પ્રયત્નથી ઘણું બધું ધન કમાવો છો પરંતુ તેને બચાવી નથી શકતા તો તમારા માટે આ ઉપાય ઘણો લાભદાયક સાબિત થશે. કમાવેલા ધનને બચાવવા માટે દરેક શનિવારે સરસોનું તેલ ચોપડેલી રોટલી કુતરાને ખવડાવો.

તમામ પ્રયત્નો પછી પણ તમારી પાસે ધનનો સંકટ બનેલો રહે છે તો તમે માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ઉપાય કરી શકો છો. શાસ્ત્રોની મુજબ ધનની કામના કરનારને રાતે ભાત, દહીં અને સત્તુનું દેવન ન કરવું જોઈએ. એવું કરવાથી લક્ષ્મજીનું અપમાન થાય છે.

પૂજા માટે લાવેલા ફૂલો અને માળાઓનું સુકાઈ જવા પર તેને તાત્કાલિક કોઈ નદીમાં પધરાવી દો. સુકાઈ ગયેલા ફૂલો અને માળાઓથી નકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે અને માં લક્ષ્મી રિસાઈને ચાલ્યા જાય છે.જો તમે ચાહો છો કે તમારા ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે, તો પરિવારના સભ્યોના માથા પરથી કાળા તલને સાત વાત ઉતારીને ઉત્તર દિશામાં ફેકી દો. આ ઉપાયથી ધનની અછત દુર થશે અને ધનના ભંડારમાં વૃદ્ધિ થશે.

ધનની કામના કરવાવાળાએ ઘરની સાફસફાઈ અને પવિત્રતા પર પૂરું ધ્યાન આપવું જોઈએ. મતલબ કે ભોજન હંમેશા બુટ ચપ્પલ ઉતારીને કરવું જોઈએ. ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ મુખ રાખીને કરવું જોઈએ. ખરાબ હાથે ધન, પૂજાની વસ્તુ, વગેરેને ન અડવું જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment