આ તસ્વીરમાં રહેલી ભૂલો શોધવા માટે સચોટ દિમાગ જોઈએ, તમે પણ ટ્રાય કરી જુઓ…

17

ટેકનોલોજીના વિકાસને કારણે હવે એવી સ્માર્ટ મશીન બની રહી છે જે ફક્ત આપણી આસપાસની ચીજોને જ નથી ઓળખતી પણ તેના ફોટા બનાવવામાં પણ તે સક્ષમ હોય છે. જેવી રીતે કોઈ સામાન્ય ચિત્રકાર ચિત્રો બનાવે છે તેવી જરીતે આ બુદ્ધિશાળી મશીનો પણ તેમણે જોયેલી ચીજવસ્તુના ફોટા પાડી લે છે.જો કે બન્ને વચ્ચે એક ફર્ક જરૂર જોવા મળે છે અને તે છે ચિત્રકાર પોતાના ચિત્રો બ્રશથી બનાવે છે જયારે આવા સ્માર્ટ બુદ્ધિશાળી મશીનો એટલે કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સવાળા મશીનો પિક્સેલ કેમેરા દ્વારા કોઇપણ ફોટો પાડે છે. મશીનોએ પિકસલ કેમેરાથી લીધેલ આ ફોટાઓ ઉપર ઉપરથી તો સારા લાગે છે પણ ખુબજ નજીકથી ધ્યાનથી જોવામાં આવે તો તેમાં અમુક ગડબડો કે તફાવત ચોક્કસ જોવા મળે છે.

તમને કેવી રીતે ખબર પડે છે કે કરોળિયાને આઠ પગ હોય છે ? કે પછી આગળ જવા માટે કારના બધા જ ટાયરો એક સીધી દિશામાં હોવા જોઈએ ? આ દરેક સવાલોનો ફક્ત એક જ જવાબ છે કે તમારી આસપાસની ચીજોને જોઇને તમને ખબર પડે છે. અને આ શક્ય બને છે તમારા મગજના ન્યુરોન તમનેવિશ્વની બનાવટ કે સજાવટનો પરિચય કરાવે છે અને તે બાબતની જાણકારી કે માહિતી તમારી આંખો દ્વારા તમારા મગજ સુધી પહોંચે છે.આવી જ રીતે બુદ્ધિશાળી અને સ્માર્ટ મશીનોને પણ ટ્રેનીંગ આપી તૈયાર કરવામાં આવ્યા હોય છે. તેમને ઢગલાબંધ ફોટાઓ અને ચીજ વસ્તુઓ દેખાડવામાં આવે છે, જેથી તે તેમને સારી રીતે  ઓળખાવાનું શીખીશકે. મશીન અને મનુષ્ય વચ્ચે એ બાબતનો તફાવત છે કે મનુષ્ય એક ફોટો જોઇને કે બે ચાર ફોટાઓ જોઇને ફોટામાં રહેલ જે તે ચીજ વસ્તુને ઓળખી જાય છે જ્યારે બુદ્ધિશાળી અને સ્માર્ટ મશીનોને નાની નાની ચીજ વસ્તુઓના ઢગલાબંધ ફોટાઓ બતાવવા પડે છે.

ગુગલની કંપની આલ્ફાબેટે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સવાળું એક મશીન બનાવ્યું છે. જેનું નામ બીગગૈન રાખવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તેમની અંદર બે મગજ છે. એક મશીની મગજ ફોટો પાડે છે જ્યારે બીજું મગજ આ ફોટાઓ અને અસલી ફોટાઓ વચ્ચેનો તફાવત શોધે છે. અમેરિકાનીહેરી ઓટ વોટ યુનીવર્સીટીના કમ્પ્યુટર વિભાગના વૈજ્ઞાનિક એન્ડ્રુ બ્રોકના કહેવા મુજબસતત ટ્રેનીંગ પછી પિકસલ કેમેરાથી ફોટાઓ લેતી આ મશીન લીસી અથવા કોઈપણ રફ સપાટીને પણ ઓળખી જાય છે.જો કે આ સ્માર્ટ મશીનો દ્વારાઉટપટાંગફોટાઓબનાવવાની પ્રક્રિયા હજી સુધીબંધ થઈ નથી.

વૈજ્ઞાનિક એન્ડ્રુ બ્રોકનું કહેવું છે કે, “આ સ્માર્ટ મશીન દ્વારા લીધેલા ફોટાઓને જોઇને એમ લાગે કે તે ફર, ઘાસઅને આકાશના ફોટાઓ સારી રીતે બનાવી શકે છે. પણ મુશ્કેલી એ છે કે તે અંકોની કે કોઇપણ ગણતરી ચોક્કસ રીતે કરી શકતું નથી પરિણામ સ્વરૂપ ક્યારેક મોટરના છ ને બદલે આઠ વ્હીલથઇ જાય છે. તોક્યારેક પક્ષીઓને બે પગને બદલે ચાર કે છ પગ જોવા મળે છે. આ સ્માર્ટ મશીન હવાઈ જહાજની પાંખોને ગાયબ કરી દયે છે.” આ કારણથી જ આવા ફોટાઓ જોતા ઉપર ઉપરથી એમ લાગે કે સ્માર્ટ મશીને લીધેલા ફોટાઓ સારા દેખાય છે પણ નજીકથી જોતા તેમાં રહેલ ખામીઓ સ્પષ્ટજોવા મળે છે.

આસ્માર્ટ મશીનની સૌથી મોટી ખામી એ છે કે તે જુદા જુદા એન્ગલથી દેખાતા ફોટાઓને સારી રીતે ઓળખી શકતા નથી. જયારે મનુષ્યનું મગજ આ બાબતમાં ખુબજ સ્માર્ટ અને બુદ્ધિશાળી છે. મનુષ્યનું મગજ કાગળની બીજીબાજુ રહેલ ફોટાનો સાચો અંદાઝ લગાવી શકે છે. કોઈ મકાનને એક બાજુથી જોઇને તેની બીજી બાજુનાચિત્રનું અનુમાન લગાવી શકે છે. આ ખામી સ્માર્ટ મશીનોમાં ખાસ જોવા મળે છે.ગુગલનાડીપમાઈન્ડ પ્રોજેક્ટમાં સંશોધનકર્તાઓ એવું મશીન બનાવવાની તૈયારીમાં લાગ્યા છે કે જે આવી ખામીઓને તેમનીજાતે આ ઉણપ દૂર કરવાનો પ્રયાસ કરે.

ઓક્સફર્ડ યુનીવર્સીટીના પ્રોફેસર સાઈમન સ્ટ્રીંગર કહે છે કે, “આજે ભલે એટલી સ્માર્ટ અને બુદ્ધિશાળી મશીનો બનાવવામાં આવે કે જે મનુષ્યજેવો વ્યવહાર કરે પણ મનુષ્યના મગજ જેવી સીસ્ટમ બનાવવાનુંહાલમાં તો અશક્ય જોવા મળે છે.” જેથીઆર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ દ્વારા બનાવવામાં આવેલા ફોટાઓમાંગડબડ જોવા મળે છે. આ ઉપરાંત પ્રોફેસર સાઈમન સ્ટ્રીંગરકહે છે કે, “તે આપણા મગજની અટપટી રચનાને સમજવાની કુશળતાદર્શાવે છે. સમય જતા કદાચ અમે એવા મશીનો બનાવી શકીએ કે જેને આપણાવિશ્વની બેહતર સમજદારી હશે.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment