આ સુંદર છોકરીની સ્ટોરી છે ઘણી અદભુત ખતરનાક જીવ સાથે વિતાવે છે રાત, જાણીને થઇ જશો સ્તબ્ધ…

23

જાનવરોથી પ્રેમ આજકાલ લોકોનો શોખ બની ગયો છે. લોકોને ઘણા પ્રકારના જીવો પાળવાનો શોખ હોય છે. કોઈ કુતરા પાળે છે અને કોઈ બિલાડી પાળે છે. પરંતુ લંડનમાં રહેનારી એક ૨૧ વર્ષની છોકરીએ એક એવા ખતરનાક જીવને પાળી રાખ્યું છે, જેને જોતાજ લોકોના શ્વાસ અટકી જાય છે. અહિયાં સુધી કે લોકો તે છોકરીના ઘરે જતા પણ ડરે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે “જી” નામની આ છોકરીએ પોતાના ઘરમાં એક ૧૬ ફીટ લાંબો બરમીસ પાયથનને પાળી રાખ્યો છે. માત્ર આજ નહી, તેને પોતાના ઘરમાં સાપોનું કલેક્શન બનાવીને રાખ્યું છે, જેમાં બોઆ કોંસ્ટ્રીકટર, ઈલસ્ટ્રીઅસ પાયથન અને બ્લડ પાયથન સામેલ છે.

જણાવી દઈએ કે ૨૧ વર્ષીની “જી” અત્યારે વેટરનરી નર્સનું ભણી રહી છે. તે પોતાના વિશે જણાવે છે કે તેમણે પહેલી વાર ૬ વર્ષની ઉંમરમાં સાપ જોયો હતો અને ત્યારથી જ તેમને સાપોથી લગાવ થઇ ગયો છે કે તે આજ સુધી તેમની સાથે જ રહે છે. અહિયાં સુધી કે તે પાયથનની સાથે સુઈ પણ જાય છે. તેમનું કહેવું છે કે તેમને પાયથનની સાથે સુવામાં બહુજ આરામ અનુભવાય છે.

“જી” જણાવે છે કે ૧૪ વર્ષની ઉંમરમાં તેમણે પોતાના ભાઈની સાથે મળીને પહેલો સાપ ખરીદ્યો હતો, જે એક મીની રેપ્ટાઈલ હાઉસથી આવ્યો હતો અને આજે તેમની પાસે ૧૬ સાપો છે. તેમનું કહેવું છે કે સાપ ક્યારે પણ કોઈ ભૂલ વગર તમને હેરાન નથી કરતા અને ન તો તે તમને મારવા આવે છે. તે તો બહુજ ઉત્સુક પ્રાણી હોય છે.

“જી” ની પાસે જે સૌથી મોટો સાપ છે, તે બરમીસ પાયથન જ છે. ૧૬ ફીટ લાંબો તે પાયથનનો વજન ૨૮ કિલો છે. તેના લંબાઈના કારણે તેને ઉપાડવામાં હમેશા બે લોકોની જરૂર પડે છે. “જી” ની મુંજબ, પાયથન મહિનામાં માત્ર એકવાર ૩-૬ કિલો સસલાનું માસ ખાય છે. તેના સિવાય તે ઉંદરો પણ ખાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment