અજબગજબ ચોકીદાર રખેવાળી કરે છે આ શોપિંગ મોલની, જોતા જ નીકળી જશે ચીસ…

28

મોટી મોટી કંપનીઓમાં અથવા મશહુર દુકાનોમાં સુરક્ષાના કારણોસર સિક્યોરીટી ગાર્ડને રાખવામાં આવે છે, આ તો તમે જોયું અને સાંભળ્યું હશે. પણ લંડનના એક મશહુર શોપમાં એક અજીબોગરીબ ચોકીદારને સુરક્ષામાં તેનાત કરવામાં આવ્યા છે, જેને જોતા જ કોઈ પણ માણસની હોશ અવાજ ગુમ થઇ જાય છે.

લંડનના મશહુર સ્ટોરનું નામ છે હરોડસ. હાલમાંજ કંપની તરફથી એક ડોક્યુમેન્ટ્રી જાહેર કરવામાં આવી હતી, જેમાં તેના લાંબા ઈતિહાસ વિશે બતાવવામાં આવ્યું હતું. કંપનીએ જેવીજ ડોક્યુમેન્ટ્રી જાહેર કરી, તે ચર્ચાનો વિષય બની ગઈ. તેનું કારણ હતું તે અજીબો ગરીબ ચોકીદાર, જેને સ્ટોરના માલિકે સુરક્ષામાં તેનાત કર્યો હતો.

હકીકતમાં, આ સ્ટોર ઘણી જૂની અને ચર્ચિત છે. અહિયાં કીમતી વસ્તુઓ રાખવામાં આવી છે. વર્ષ 2007માં આ સ્ટોરમાં એક ખુબ જ કીમતી રત્નોથી જડિત સેન્ડલ લાવવામાં આવી હતી. આ સેન્ડલમાં કીમતી રૂબી સ્ટોન લગાવેલા હતા. તે એટલો બહુમુલ્ય હતો કે તેની સુરક્ષા એક ચુનોતી બની ગઈ હતી.

જણાવવામાં આવે છે કે કીમતી રત્નોથી જોડાયેલા આ સેન્ડલની કીમત અંદાજે 4.૭૦ કરોડ રૂપિયા હતી. એવામાં સ્ટોનના માલિકે કીમતી સેન્ડલને બચાવવાનો એક અમુલ્ય રીત અપનાવી અને તેની સુરક્ષામાં એક ખતરનાક કોબ્રા સાપને લગાવી દીધો. જણાવવામાં આવે છે કે તેને લીધે જ તે સેન્ડલ આજે પણ સ્ટોરમાં સુરક્ષિત છે.

જાણકારી પ્રમાણે, હારોડસ નામના આ સ્ટોર 150 વર્ષથી પણ વધારે જુનો છે. આ સ્ટોરની શરૂઆત વર્ષ 1849 માં થઇ હતી. હવે આ સ્ટોરે આખા ઈંગ્લેન્ડમાં પગ પસારો કરી દીધો છે. આ સ્ટોરની આત્યારે 300 થી પણ વધારે શાખાઓ ખુલી ચુકી છે, જેમાં 12000થી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે.

આ સ્ટોર વિશે જણાવવામાં આવે છે કે વર્ષ 1898માં અહિયાં એસ્ક્લેટર એટલે કે સ્વચાલિત સીડીઓ લગાવવામાં આવી હતી. ત્યારે બ્રિટનમાં પેહલી વાર તેનો પ્રયોગ શરુ થયો હતો. જણાવવામાં આવે છે કે ત્યારે લોકોને તેની આદત ન હતી, તેના કારણે તે એકસલેટર પર ચડતી વખતે તણાવમાં આવી જાય છે.

લોકોને તનાવમાંથી મુક્ત કરવા માટે પુરુષોને બ્રેંડી દેવામાં આવતી હતી, જયારે મહિલાઓને બેહોશીથી બચાવવા માટે નમક સુંઘાડવામાં આવતું હતું.

આ સ્ટોરની એક ખાસિયત એ પણ છે કે અહિયાં દુનિયાભરના રમકડાઓ હયાત હોય છે. કહેવામાં આવે છે કે બ્રિટનના પ્રિંસ વિલિયમ્સ અને હેરી જયારે નાના હતા, ત્યારે તે પણ અહિયાં વિડીયો ગેમ રમવા આવતા હતા.

આ સ્ટોર આત્યારે પણ તેટલો જ મશહુર છે જેટલો પહેલા હતો. એક અનુમાન પ્રમાણે, અહિયાં પ્રતિવર્ષ 1.50 કરોડથી પણ વધારે લોકો શોપિંગ કરવા માટે આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment