આ શહેરમાં 6 મહિના રોકાવાથી મળશે 40 લાખ રૂપિયા, ફરવા માટે મળી રહી છે અહિયાં જોબ, જાણો ચોકાવનારી માહિતી…

31

આજના આ ડીઝીટલ સમયમાં પણ દરરોજ પોતાના ઓફિસને ૮થી ૯ કલાક આપ્યા પછી પણ એક માણસને પોતાની ઈચ્છા અનુસાર સેલેરી મળતી નથી. માત્ર એટલું જ નહિ લોકો પાસે પોતાના પરિવાર અને મિત્રોને આપવા માટે ટાઈમ પણ હોતો નથી. કામના ભારના કારણે ક્યાય ફરવા પણ જઈ શકતા નથી. પરંતુ જો તમને એવી નોકરી આપે જેમાં તમારે માત્ર ફરવા માટે સેલેરી પેકેજ મળે તો કેવું રહે… જો તમે પૈસા કમાવાની સાથે સાથે ફરવા પણ ઈચ્છો છો, તો તમારા માટે એક નોકરી છે. એમાં તમારે ફરવા અને સ્થળનું પ્રમોશન કરવા માટે ૪૦ લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે મૈક્સિકોના કૈનકુન નામક સ્થળ પર માત્ર ૬ મહિના રહેવા માટે એક ટુરિસ્ટ વેબસાઈટ લોકોને ૬૦૦૦૦ ડોલર એટલે કે ૪૦ લાખ રૂપિયાની નોકરી આપી રહી છે. આ નોકરી માટે નિયુક્ત કરવામાં આવેલ લોકોને માત્ર શહેરના ટૂરિઝમ પ્રમોટ કરવું પડશે. એના સિવાય શહેરના હોટલ્સ, રેસ્ટોરેન્ટ અને અલગ અલગ ટ્રાવેલિંગ સાઈટ્સ વિશે પોતાનો અનુભવ પણ લોકોને જણાવું પડશે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર સેલેરી સિવાય શહેરમાં રહેવા દરમ્યાન થનાર ખર્ચા પણ વેબસાઈટ જ આપશે. આ નોકરીની સૌથી ખાસ વાત એ છે કે એના માટે કોઈપણ અનુભવ જોઈએ નહિ. એના સિવાય કોઈ ડીગ્રી અથવા ક્વોલીફીકેશનની જરૂરિયાત પણ નથી.

આ નોકરી માટે અરજી કરનારને પહેલા અમુક કામોમાં યોગ્ય નીકળવું પડશે. એમને અમુક ટાસ્ક જરૂર પાસ કરવા પડશે. સૌથી પહેલા આ ટાસ્કમાં ૧ મિનિટનો વિડીયો ઉપલોડ કરવો પડશે. આ વિડીયોમાં તમારી પોતાની વિશેષતા અને તમે આ નોકરી શુંકામ કરવા માંગો છો એ જણાવવું પડશે. એના પછી જનતાની વોટિંગથી ૫ સૌથી સારા વિડીયો પસંદ કરવામાં આવશે.

આ સ્ટેજ પાર કર્યા પછી એના પછી એક ઇન્ટરવ્યૂ માટે તમારે મેક્સિકો બોલાવામાં આવશે. વેબસાઈટના સીઈઓ અનુસાર આ નોકરી શરૂ કરવાનું કારણ આ સ્થળને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ટૂરિસ્ટ સ્થળ બનાવવું છે. એ ઈચ્છે છે કે આખી દુનિયાના લોકો આ શહેરની સુંદરતાને જોવા આવે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment