આ રીતે યુસ કરો રેલ્વે સ્ટેશન પર ફ્રી Wi-Fi, જાણી લો આ માહિતી…

7

જો તમે પણ આ સેવાનો લાભ લેવા માંગો છો તો અમે તમને આ પોસ્ટમાં જણાવી રહ્યા છીએ કેવી રીતે યુસ કરી શકો છો.

ભારતીય રેલ્વેએ થોડા સમય પહેલા ફ્રી Wi-Fi  ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી હતી. આ સેવાની અંતર્ગત આખા દેશમાં ૧૦૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન પર ફ્રી Wi-Fi ની સુવિધા આપવામાં આવી રહી છે. આ સેવાને રેલવાયર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેનું લક્ષ્ય આખા દેશમાં ૪૭૯૧ સ્ટેશનને Wi-Fi સાથે કનેક્ટ કરવાનો છે. જો તમે પણ આ સેવાનો લાભ લેવા માંગો છો તો અમે આ પોસ્ટમાં તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે.

કેવી રીતે કરશો ઉપયોગ

૧.) બધાજ યુજર્સ જેની પાસે એક્ટીવ ઇન્ટરનેટ કનેક્શન અને સ્માર્ટફોન છે, તે રેલવાયરની ફ્રી Wi-Fi સેવાનો લાભ રેલ્વે સ્ટેશન પર લઇ શકે છે.

૨.) જયારે તમે Wi-Fi ઇનેબલ રેલ્વે સ્ટેશન પર પહોચો છો તો સૌથી પહેલા પોતાના ફોનના Wi-Fi સેટિંગમાં જાવ અને પછી રેલવાયર નેટવર્કને સિલેક્ટ કરો.

૩.)  તેના પછી પોતાના ફોનના બ્રાઉજર પર ‘Railwire.co.in’ ઓપન કરો. અહિયાં પોતાનો ફોન નંબર એન્ટર કરો અને રીસીવ એસએમએસ પર ક્લિક કરો.

૪.) તેના પછી તમારા ફોન પર ૪ ડીજીટનો OTP  આવશે. તેને એન્ટર કરીને Done પર ક્લિક કરી નાખો.

સેવાને પબ્લીકનો સારો આભિપ્રાય મળી રહ્યો છે.

ફ્રી Wi-Fi  સેવાને લઈને રેલ્વેને પબ્લિક પાસેથી સારો અભિપ્રાય મળી રહ્યો છે. ભારતીય રેલ્વે દ્વારા આ સેવાની શરૂઆત કર્યા  પછીથી ઘણા એવા કિસ્સા સાંભળવામાં આવી રહ્યા છે જેનાથી લોકોના જીવનમાં ઘણા ફેરફાર થઇ રહ્યા છે. ઉદાહરણ તરીકે: કેરળના એક કુલીએ સ્ટેશનના ફ્રી Wi-Fi  સેવાનો યુસ કરીને પબ્લિક સર્વિસ કમીશનનું ભણતર પૂરું કરી લીધું. એક બીજી વાતમાં, એક મહિલા રીક્ષા ચાલકે સ્કુલ જનારા બાળકો માટે સ્ટેશનની પાસે જઈને તેના ભણવાના બધાજ કરંટ ડાઉનલોડ કરી લીધા. આશા છે કે ભારતીય રેલ્વે દ્વારા આપવામાં આવી રહેલી આ સેવાનો લાભ વધુથી વધુ લોકોને મળશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment