આ રહસ્યમયી શહેરની અડધી વસ્તી કરે છે આત્માઓ સાથે વાત, લોકોને મળી છે આવી અલૌકિક શક્તિઓ…

16

આજના સમયમાં જો કોઈ તમને કહે કે તે આત્માઓ સાથે વાત કરી રહ્યો છે, તો શું તમે તેને માનસો. દલીલપુર્વક તમે નહિ જ માનો, કારણ કે દુનિયામાં અંધ વિશ્વાસ એટલો બધો વધી ગયો છે કે જો કોઈ તમને સાચું પણ કહે તો તમે તેના પર વિશ્વાસ નથી કરી શકતા. પણ આજે અમે તમને એક એવા શહેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં 1-2 લોકો નહિ પણ અડધી વસ્તી આત્માઓ સાથે વાત કરે છે.

અમેરિકાનું કાસાડાગા ટાઉન દુનિયાના સૌથી વિચિત્ર શહેરોમાંથી એક છે. આ શહેરને ‘સાઈકિક કૈપિટલ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. જણાવવામાં આવે છે કે અહિયાં રહેવાવાળા મોટાભાગના લોકો મનોવિજ્ઞાનના જાણકાર છે અને તે મરેલા લોકો એટલે કે આત્માઓ સાથે વાત કરવાનો દાવો કરે છે.

આ ટાઉનને ન્યુયોર્કના આધ્યાત્મિક ગુરુ જોર્જ કોલ્બીએ વર્ષ 1875માં વસાવ્યું હતું. પહેલા અહિયાં ખુબ જ ઓછા લોકો હતા,પણ ધીરે ધીરે અહિયાં બીજા શહેરોમાંથી પણ લોકો આવીને વસવાટ કરવા લાગ્યા અને તે પોટે પણ આધ્યાત્મિક ગુરુ બની ગયા.

આજના સમયમાં આ શહેરમાં 100 થી પણ વધારે આદ્યાત્મિક ગુરુ છે, જે આત્માઓ સાથે વાત કરવાનો દાવો કરે છે. તેઓનું જણાવવાનું કે તેની અંદર એક એવી શકતી રહેલી છે, જેનાથી તે માધ્યમ બનીને અથવા અન્ય રીતોથી પરલોક ગયેલા વ્યક્તિઓમાં આત્માઓ સાથે સંપર્ક કરી શકો છો.

જણાવવામાં આવી રહ્યું છે કે દર વર્ષે અહિયાં હજારો લોકો ખરાબ આત્માઓથી મુક્તિ મેળવવા માટે આવે છે.આ શહેરનું અર્થવ્યવસ્થાનું આ એક પ્રમુખ આધાર પણ છે. અહીંયાના આધ્યાત્મિક ગુરુ દાવો કરે છે કે તે ટેરો કાર્ડ્સ અને હસ્તરેખાઓને વાંચીને આત્માઓ સાથે સંપર્ક કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment