આ પ્રકારનો માથાનો દુ:ખાવો ચોક્કસ માઈગ્રેન હોય શકે છે, તેને બિલકુલ ઇગ્નોર ન કરો….

21

શુ તમે જાણો છો કે કોઇપણ પ્રકારનો માથાનો દુ:ખાવો માઈગ્રેન હોય છે. અને જો તમે તેને ઇગ્નોર કરશો તો તમારા માટે તે ખતરનાક સાબિત થઇ શકે છે. તો જાણો તેના બચાવના ઉપાય વિષે. ચોક્કસ કામ લાગશે.

PGI માં ન્યુરોલોજી ડીપાર્ટમેંટના HOD પ્રોફેસર વિવેક લાલના જણાવ્યા મુજબ માઈગ્રેન વિષે લોકો ખાસ કઈ જાણતા નથી. કેટલાય દર્દીઓ તો અર્ધા માથામાં બીમારીનો ફરિયાદ લઈને આવે છે. તે દર્દી એમ માને છે કે તેને માથાના દુ:ખાવાનું કોઈ બીજુજ કારણ છે. પણ તેને ખબર હોતી નથી કે માથાનો દરેક દુ:ખાવો માઈગ્રેન હોય છે. કેટલીક વાર તો માથામાં એટલું બધું દર્દ થાય છે કે જાણે એમ લાગે છે કે માથામાં કોઈ હથોડા મારતું હોય તેવું લાગે ! અને હા, માથાનો આ દુ:ખાવો એટલો બધો ભયંકર હોય છે કે અમુક સમય સુધી તો દર્દી કોઇપણ કામ વ્યવસ્થિત રીતે કરી પણ શકતો નથી.

માથાના દુ:ખાવામાં માઈગ્રેન થવાનું મુખ્ય કારણ અનિન્દ્રા અથવા અનિયમિત સુવાનો સમય, વ્રત નિયમ કરવા, માનસિક તણાવ, હોર્મોન્સમાં ફેરફાર કે બદલાવ તથા ખુબજ ઘોંઘાટવાળું વાતાવરણ પણમુખ્ય હોય શકે છે. ઉનાળાની ગરમ ઋતુમાં માઈગ્રેન થવાની શક્યતાઓ વધુ રહે છે. અને તેનું મુખ્ય કારણ માથા પર પડતો સીધો સૂર્યનો તાપ કે તડકો તથા ભેજ છે. એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ માઈગ્રેનના દર્દીઓમાં ખાસ વધારો જોવા મળે છે. જે સપ્ટેમ્બર મહિના સુધી ચાલુ રહે છે. માઈગ્રેનની સમસ્યા પુરૂસો કરતા મહિલાઓમાં વધુ જોવા મળે છે. જો કે બાળકોમાં પણ આ સમસ્યા વધુ જોવા મળે છે.

તો પછી માથાના આ દુ:ખાવા કે માગ્રેનથી બચવા શુ કરવું ?

ખાસ ધ્યાન રાખો કે AC વાળા રૂમમાંથી એકદમ સીધા ગરમ વાતાવરણમાં ન આવવું. બહાર ગરમ વાતાવરણમાંથી આવીને તુર્તજ ઠંડુ પાણી ન પીવું જોઈએ. સૂર્યનાસીધા તાપથી કે ગરમીથી સાવચેત રહેવું, બચતા રહેવું. જો તમારે કોઈ કારણોસર ઘર ઓફીસ દુકાન કે કોઇપણ જગ્યાએથી બહાર જવાનું કે નીકળવાનું થાય તો છત્રી લઈને અને અને આંખો માટે સન ગ્લાસીઝ ગોગલ્સ લઈને પહેરીને નીકળવું જોઈએ. ઉનાળાની ગરમ ઋતુમાં શક્ય તેટલું ઓછું ટ્રાવેલિંગ કરવું જોઈએ. ગર્મીમાં કે ભેજથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી ઠંડા વાતાવરણમાં રહેવું. દિવસ દરમ્યાન ઓછામાં ઓછું 10 થી12 ગ્લાસ પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાથી ડીહાઈડ્રેશન થવાની શક્યત વધી જાય છે.ઓછું પાણી પીવાથી થતું ડીહાઈડ્રેશન માઈગ્રેનનું મુખ્ય અને સામાન્ય પરિબળ માનવામાંઆવે છે. જો ઉનાળાની ઋતુમાં શરીરમાં સપ્રમાણમાં ને જરૂરી માત્રામાં પાણી હશે તો માઈગ્રેન થવાના ચાન્સ ઘણાજ ઓછા રહેશે.

વરસાદની ઋતુમાં જ્યારે ભેજનું પ્રમાણ ખુબજ વધારે હોય છે ત્યારે તમારે અમુક એવી ખાસ ચીજો ખાવા પીવાની બંધ કરી દેવી જોઈએ કે જેનાથી પરસેવો વધુ નીકળતો હોય. જેમકે ચા કોફી વગેરે. મરચા પણ વધુ પ્રમાણમાં ખાવા જોઈએ નહિ તેમજ ચટાકેદાર અને મસાલેદાર ચીજ વસ્તુઓ ખાવાથી સાવચેત રહેવું. સવારે સૂર્યોદય થતા પહેલા વોક પર ચાલવા જવું જોઈએ. પગમાં બુટ કે ચપ્પલ પહેર્યા વિના ઘાસ પર ચાલવું જોઈએ. આમ કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે. અને જો માનસિક તણાવ ઓછો થાય તો હોર્મોન્સનું બેલેન્સ પણ જળવાઈ રહે છે. દરરોજ કમ સે કમ 30 મિનીટ યોગાસન અને પ્રાણાયમ જરૂર કરવા. ફક્ત 10 મિનીટ મેડીટેશન કરવાથી પણ માઈગ્રેન ઓછું થઇ શકે છે.

ઉપર સૂચવ્યા મુજબના આ બધા ઉપાયોથી માઈગ્રેન ઓછું થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment