આ પોસ્ટ ઓફીસમાં પૈસા ડબલ કરી આપવાની સ્કીમ છે, 50 હજાર જમા કરશો તો મળશે 1 લાખ રૂપિયા…

8

પોસ્ટ ઓફિસની ઘણી એવી સ્કીમો છે, જેમાં સારું રીટર્ન ગ્રાહકોને મળી રહે છે. કિસાન વિકાસ પત્ર (KVP) પણ પોસ્ટ ઓફિસની એક સ્કીમ જ છે. તેમાં અત્યારે ૭.૭ ટકા ઈંટેરેસ્ટ આપવામાં આવી રહ્યું છે. તમે એમાંથી લગભગ ૧ હજાર રૂપિયાના રોકાણથી શરૂઆત કરી શકો છો. જણાવી દઈએ કે આ એક પ્રકારનું પ્રમાણ પત્ર હોય છે, જેને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. તેને બોન્ડની જેમ પ્રમાણપત્રના રૂપમાં જાહેર કરવામાં આવે છે. તેનું ઈંટેરેસ્ટ સમયે સમયે બદલાતું રહે છે. તમે એમાં ૫૦ હજરત રૂપિયા ઇનવેસ્ટ કરો છો તો તમને ૧ લાખ રૂપિયા રીટર્ન મળશે. તમે એને પોતાના નામની સાથે બાળકના નામે પણ ખરીદી શકો છો. જાણો તેની આખી માહિતી

1000 ના મલ્ટીપલમાં જમા કરવા પડશે રૂપિયા

આ સ્કીમમાં ૧૦૦૦ રૂપિયાના મલ્ટીપલમાં રૂપિયા જમા કરાવવાના હોય છે. એટલે કે ૧૦૦૦ રૂ, ૨૦૦૦ રૂ, ૩૦૦૦ રૂ અથવા આજ પ્રકારની કોઈ બીજી અમાઉંટ. તમારે બધા રૂપિયા એકવારમાં જ આપી દેવા પડશે. એટલે કે એમાં દર મહીને કે વર્ષમાં પૈસા જમા કરાવવાની સીસ્ટમ નથી. જેમ તમને ૧ લાખ રૂપિયાના ૨ લાખ કરવાના છે, તો એના માટે તમારે પુરા ૧ લાખ રૂપિયા સ્કીમ લેતી વખતે જમા કરાવવા પડશે, જે ૯ વર્ષ ૧૦ મહિના પછી ૨ લાખ રૂપિયા બની જશે. પોસ્ટ ઓફીસ દ્વારા આ અકાઉંટ માટે પાસબુક પણ આપવામાં આવે છે.

મેચ્યોરીટી પહેલા કાઢી શકો છો પૈસા

કિસાન વિકાસ પત્ર સ્કીમથી તમે ઈમરજેન્સીના સમયે પોતાનું ફંડ મેચ્યોરીટીથી પહેલા પાછું લઇ શકો છો, પરંતુ ૨.૫ વર્ષ થવા જરૂરી છે.

મેચ્યોરીટીથી પહેલા પૈસા કાઢવા પર તેના પર નક્કી કરેલ ઈંટેરેસ્ટથી ૨ ટકા ઘટાડી પૂરી રકમ પછી મળી જશે.

કિસાન વિકાસ પત્રના ફાયદા

આ સ્કીમમાં વ્યાજ દર ૭.૭ ટકા સુધી છે જે બેંક એફડીથી વધુ છે.

તેનો ફાયદો ૧૦૦૦ રૂપિયાથી પણ લઇ શકો છો. ત્યારેજ, રોકાણની કોઈ અધિકતમ રાશી નક્કી નથી.

આ પોસ્ટ ઓફિસની સ્કીમ છે તેમાં પૈસા ડૂબવાના ચાન્સ પણ નથી.

આ સ્કીમને તમે કોઈ પણ પોસ્ટ ઓફિસથી ખરીદી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment