પુલવામા આતંકી હુમલો કેટલો ખતરનાક હતો, આ ફોટાઓ જોવાથી ખબર પડશે…

111

2016 માં થયેલા ઉરી કેમ્પ પર આતંકી હુમલા બાદ પુલવામા હુમલો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. ગુરુવારે પુલવામામા થયેલા આત્મઘાતી 40 જવાન શહીદ થઇ ગયા છે. આ હુમલા બાદ કેટલાક ફોટાઓ પણ સામે આવ્યા છે જે દિલ દુભાવી દે તેવા છે. આ ફોટાઓને જોઇને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આતંકીઓનું મકસદ શું રહ્યું હશે. તમને જણાવી દઈએ કે આઈઈડી થી ભરેલી એક કાર સીઆરપીએફના કાફલામાં સમાવેશ એક બસથી ટકરાઈ જેમાં ભારતીય જવાન બેઠા હતા. ટક્કર થતા જ બસના ટુકડેટુકડા થઇ ગયા અને 40 જવાનોએ પોતાના પ્રાણ ગુમાવી દીધા.

આ હુમલાની જવાબદારી જૈસ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનોએ લીધી હતી. હુમલામાં ધમાકાનો અવાજ 10 કિલોમીટર દુર સુધી સાંભળવામાં આવ્યો છે. જયારે હવે હુમલા બાદ શ્રીનગરમાં સુરક્ષા બળોની છાપેમારી ચાલુ છે. ગામડાઓ માં જઈને તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે અને સુત્રના હવાલે ખબર છે કે કેટલાય શંકાસ્પદ વ્યક્તિને હિરાસતમાં પણ લીધા છે.

જયારે સરકારે આતંક અને આતંકવાદના દગા વિરુદ્ધ કદમ ઉઠાવતા પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેસનનો દરજ્જો છીનવી લીધો છે. સાથે જ નિર્ણય કર્યો છે કે પાકિસ્તાનને અલગ થલગ બનાવવા માટે કુટનીતિક રણનીતિ પણ બનાવવામાં આવશે. જયારે આજ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ શ્રીનગર પહોચશે તે ગૃહ સચિવ સાથે શ્રીનગર માટે રવાના થઇ ચુક્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment