આ પાણીને પીવાથી માણસ સુપરમેન બની જાય છે, હજારો રૂપિયાની કિમતમાં વેચાય છે આ પાણીની બોટલો….

22

સુપરમેન અને સુપર વુમેન વિશે તો આપે ઘણું બધું સાંભળ્યું અને જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય સુપર વોટર વિશે સાંભળ્યું છે વાંચું છે કે આ સુપર વોટર ક્યારેય પીધું છે ? જી હા, સુપરવોટરની વાત થાય છે.અત્યારે વર્તમાન સમયમાં સુપર વોટરની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખુબા જ જોર શોરથી થાય છે. લોકોનું એવું માનવું છે કે આ સુપર વોટરને પીવાથી સીધા કૈલાસ પર્વતના અને ભોળા નાથના દર્શન થાય છે. આ સુપર વોટરને એટલું પવિત્ર માનવામાં આવે છે કે તેને પીવાથી મનુષ્યના શરીરમાં એક અલગ પ્રકારની અલૌકિક શક્તિનો સંચાર થાય છે.

હમણા ટૂંક સમયમાં ઇશા ફાઉન્ડેશને એક લીટર પાણીથી ભરેલ તાંબાની(કોપરની) બોટલને લોન્ચ કરી છે. તેના ફીચર્સ વિશે જાણીને તમે થોડા સમય માટે તો દંગ રહી જશો. આશ્ચર્યથી દિગ્મૂઢ થઇ જશો. તેના વિશે દર્શાવવામાં આવેલ ડીસ્ક્રીપ્શન મુજબ આ પાણી કોઈ ચીલા ચાલુ સામાન્ય પાણી નથી પણ કૈલાસ પર્વતના દક્ષીણ ભાગમાંથી લેવામાં આવેલ હિમાલયનું પાણી છે. જેથી પાણીની આ બોટલનું નામ પણ “કૈલાશ તીર્થ” એવું આપવામાં આવ્યું છે. કારણકે તેમના કહેવા મુજબ આ પાણીમાં અત્યારે પણ કૈલાસ પર્વત પર એનર્જી મૌજુદ છે.

કૈલાસ પર્વતના આપાણીમાં મેમરી એટલેકે યાદ શક્તિ અને એનર્જી સ્ટોર કરવાની ક્ષમતા સારા પ્રમાણમાં રહેલી છે. કૈલાસ પર્વતનો દક્ષીણ ભાગ અનેક રહસ્યોથી ભરેલો છે. આ કૈલાસ પર્વત કેટલાય શક્તિશાળી અને પ્રભાવશાળી ગુણોથી ભરપૂર છે. તેના વિશે એમ કહેવામાં આવે છે કે કૈલાસ તીર્થના પાણીમાં દિવ્ય અલૌકિક શક્તિઓ આવેલી છે. આ કૈલાસ તીર્થના પાણીને તાંબાની એક બોટલમાં સ્ટોર કરવામાં આવ્યું છે. આ તાંબાની બોટલમાં અંદરની બાજુએ સિલ્વર લાઈનીંગ કરવામાં આવેલ છે.

એનર્જીઅને સ્ફૂર્તિને જાળવી રાખવા માટે તાંબુ(કોપર)અને ચાંદી (સિલ્વર) ને સૌથી વધારે સેન્સેટીવ પદાર્થકે ધાતુ માનવામાં આવે છે. આ કારણથી જ “કૈલાસ તીર્થ” ની શક્તિ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ચાંદીના વાસણમાં રાખવામાં આવેલ પાણી એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી કાર્સીનજેનિક ગુણ ધરાવે છે.

ફક્ત એટલુજ નહિ પણ આ “કૈલાસ તીર્થ” ની બોટલથી સીધા કૈલાસ પર્વતના દર્શન પણ કરી શકો છો. આ બોટલ પર એક QR કોડ પણ આપવામાં આવેલ છે. આQR કોડ થકી તમે તમારા સ્માર્ટ મોબાઈલ સેલ ફોનમાં સ્કેન કરીને અત્યારે કૈલાસ પર્વત કેવો દેખાય છે તે જોઈ શકો છો. તે દ્રશ્ય જોવા માટે તમારે ફક્ત QR કોડ સ્કૈનિંગ એપની જરૂર પડશે.

અરે હા, મુખ્ય વાત એ છે કે આ બોટલની કિંમત ફક્ત 3,100/- રૂપિયા છે. આ બોટલને મંગાવવા માટે તમે ઓન લાઈન ઓર્ડર પણ કરી શકો છો. જો કે આ બોટલની કિંમત અને ખુબીયા સાંભળીને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકો આ બોટલના પાણી વિશે મજાક ઉડાવી રહ્યા છે તો અમુક લોકો QR કોડથી કૈલાસ પર્વતના દર્શન બાબતે મુર્ખ બનાવવાની વાત કહી રહ્યા છે. તદ્દઉપરાંતઆ બોટલની કિંમત વિશે પણ લોકો આ પ્રોડક્ટ્સને ટ્રોલ કરી રહ્યા છે. આને કહેવાય, “બેવકૂફ કે મૂર્ખાઓના ગામમાં ધુતારા સુખી હોય.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment