આ પાકિસ્તાની વ્યક્તિએ ભારતને કર્યો પડકાર, “ધરતી પરથી સાફ કરી નાખો જૈશ અને લશ્કરનું નામ”

58

આતંકી હુમલામાં ૪૦ જવાન શહીદ થવાની ઘટનાથી જ્યાં આખો દેશ ગુસ્સામાં છે, ત્યારે જ અમન પસંદ કરનાર પાકિસ્તાન પણ નારાજ જોવા મળે છે. તેની જલક સોસીયલ મીડિયા પર જોવા મળે છે.

જમ્મુ કશ્મીરના પુલવા જીલ્લામાં ગુરવાર સાંજે અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થવાની ઘટનાથી જ્યાં આખો દેશ ગુસ્સામાં છે, ત્યારે જ અમન પસંદ કરનાર પાકિસ્તાન પણ નારાજ જોવા મળે છે. તેની જલક સોશીયલ મીડિયા પર જોવા મળે છે. ભારતીઓની સાથે વિદેશોમાં રહેતા પાકિસ્તાનીઓ પણ સોશીયલ મીડિયામાં પુલવામા થયેલા આતંકી હુમલાની નિંદા કરી રહ્યા છે. એટલું જ નહી, પોતાના દેશના ખૂંખાર આતંકી સંગઠનો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

આ સમયમાં આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને નેધરલેંડની રાજધાની એમ્સટર્ડમ શહેરમાં રહેનારા અહમદ વકાસ ગોરાયાએ ભારતની પ્રતિ સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે, “અમે અમન પસંદ કરનાર પાકિસ્તાની પણ ભારતના ઋણી અને આભારી રહેશું, જો ભારત ખૂંખાર આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના વિરુદ્ધમાં લશ્કરી કાર્યવાહી કરીને તેમનો નાશ કરી નાખશે.’

ટ્વીટમાં અહમદ વકાસે આગળ લખ્યું છે, ‘આ આતંકવાદી અમારા માસુમ બાળકોને પોતાના ખૂંખાર સંગઠનોમાં ભરતી કરે છે અને જનરલ આ આતંકવાદીઓની રક્ષા કરે છે.’

અહિયાં પર જણાવી દઈએ કે વકાસ મૂળરૂપથી પાકિસ્તાનના રહેવાસી છે અને હાલમાં નેધરલેંડમાં નોકરી કરીને પરીવારનું ભરણ પોષણ કરે છે.

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ

જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનનું એક (જિહાદી) આતંકી સંગઠન છે, જેનો પ્રમુખ ધ્યેય ભારતને કશ્મીરથી અલગ કરવાનો છે. તેના સિવાય આ સંગઠન પશ્ચિમી દેશોમાં આતંક ફેલાવવાનું કામ કરે છે. આ સંગઠનની સ્થાપના પાકિસ્તાનના પંજાબના મોલાના મસુદ અજહરે વર્ષ ૨૦૦૦ ના માર્ચ મહિનામાં કરી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ ૧૯૯૯ માં કંધાર વિમાન અપહરણમાં પણ આ સંગઠનના નેતા મોલાના મસુદ અજહરને છોડાવા માટે કર્યું હતું. જેના પછી અજહરે આ આતંકી સંગઠનની સ્થાપના કરી. આ આતંકી સંગઠનમાં હરકત-ઉલ-અંસાર અને હરકત-ઉલ-મુજાહિદીનના ઘણા આતંકી સામેલ છે. આ સંગઠનના પ્રમુખ મોલાના મસુદ અજહર પોતે પણ હરકત-ઉલ-અંસારનો મહાસચિવ રહી ચુક્યો છે.

ભારતમાં ઘણા હુમલાની લીધી છે જવાબદારી

આ સંગઠનને ભારતમાં થયેલા ઘણા હુમલાના જવાબદાર માનવામાં આવે છે. વર્ષ ૨૦૦૨ માં જાન્યુઆરીમાં પાકિસ્તાને પણ તેને આતંકી સંગઠન જણાવીને બૈન કરી નાખ્યું હતું જેના પછી આ સંગઠને પોતાનું નામ બદલીને ‘ખુદ્દામ ઉલ ઇસ્લામ’ કરી નાખ્યું હતું. આ સંગઠન ભારત, અમેરિકા અને બ્રિટેન દ્વારા જાહેર કરવામાં આવેલ આતંકવાદીની યાદીમાં છે. આ અપહરણ કાંડમાં ભારતે અજહરની સાથે બે આતંકી સંગઠનના મુખિયાને છોડી દીધા હતા.

આતંકી હુમલા પછી સોશીયલ મીડિયા પર જોવા મળ્યો આક્રોશ

જમ્મુ-કશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલ આતંકી હુમલાને લઈને ગુરુવારે દેશભરમાં ગુસ્સો ફૂટી પડ્યો હતો. લોકો પોતાની પ્રતિક્રિયા સોસીયલ મીડિયા પર લખી રહ્યા છે. દિલ્લી સમેત દેશભરના યુવાઓ, વરિષ્ઠ નાગરિકોએ ફેસબુક, વોટ્સઅપ પર આતંકી હુમલાની ટીકા કરી રહ્યા છે.

નવી દિલ્લીમાં રહેનારા મિહિર ગુલાટીએ લખ્યું છે કે આ આતંકી હુમલાથી આપણા જવાનો શહીદ થઇ ગયા છે. હવે સૈનિકોબળોને એકજુટ થઈને આતંકવાદિયોંના વિરુદ્ધમાં યુદ્ધ ચાલુ કરી દેવું જોઈએ.

ત્યારેજ રોહિણીના રહેનારા અભિનવ પાંડેએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આપણે ફરીથી  એક સર્જીકલ સ્ટ્રાઈકની જરૂર છે. જે રીતે ૨૦૧૬ માં ઉરીમાં આપણા સૈનિકોએ સૈન્યશક્તિ દેખાડતા સેકડો આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા. તેવી જ રીતે આતંકવાદીઓને ગોતી ગોતીને મોતના ઘાટ ઉતારી દેવા જોઈએ.

ત્યારેજ મુકુલ સિહે લખ્યુ કે આ પ્રકારના હુમલાથી દેશ કમજોર થવાનો નથી. હવે આ ત્રાસવાદીઓની સારાવાટ નથી. તેમને પૂરી તાકતથી સજા આપવામાં આવશે.

નોંધપાત્ર છે કે જમ્મુ-કશ્મીરમાં ગુરુવારે અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર અવંતીપોરાની પાસે ગોરીપોરામાં થયેલા હુમલામાં સીઆરપીએફના ૪૪ જવાન શહીદ થઇ ગયા. લગભગ બે ડજન જવાન ઘાયલ છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.હુમલાને પાકિસ્તાનથી સંચાલિત જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી ટુકડી અફજલ ગુરુ સ્કવોર્ડના સ્થાનીય આતંકી આદીલ અહમદ ઉર્ફે વકાસે પાર પાડ્યું. તેને ૩૨૦ કિલો વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોને સીઆરપીએફના કાફલાથી ભરેલી બસને ટક્કર મારીને ઉડાડી દીધી. કાફલામાં શામેલ ત્રણ અન્ય વાહનોને પણ ભારે ક્ષતી પહોચી છે.

આતંકી હુમલામાં ૪૪ જવાનોના શહીદ થવાની ઘટનાથી દિલ્લી-એનસીઆર સમેત આખા દેશમાં ઉકળાટ છે. દિલ્લીની સાથે નોઇડા, ગ્રેટર નોઇડા, ગાજીયાબાદ, ગુરુગ્રામ, ફફરીદાબાગ, સોનીપત સમેત એનસીઆરના બધાજ શહેરમાં લોકો રસ્તા પર ઉતરીને પાકિસ્તાનના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે. ઘણી જગ્યાઓ પર લોકોએ આતંકવાદનું પુતળું પણ સળગાવ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment