આ નાની ઇલેક્ટ્રિક કારએ કર્યો કમાલ, ખેંચ્યુ 150 ટનનું પ્લેન, જુઓ આ વિડીયો…

8

સામાન્ય રીતે માનવામાં આવે છે કે પેટ્રોલ અથવા ડીઝલ ઇન્જિનની તુલનામાં ઇલેક્ટ્રિક કારો ઓછી શક્તિશાળી હોય છે. પરંતુ હકીકતમાં એવું નથી, હાલમાં જ એક ઇલેક્ટ્રિક કારએ સંપૂર્ણ દમ બતાવતા ૧૫૦ ટનનું પ્લેન જ ખેંચી નાખ્યું. આ આશ્ચર્યની વાત છે કે એક નાની કારમાં એટલી તાકાત છે જે પોતાનાથી ઘણા ગણા મોટા પ્લેનને ખેંચવાની ક્ષમતા રાખે છે.

BMW એ હાલમાં જ લુફ્થાંસા બોઇંગ 777F સાથે પાર્ટનરશીપ કરતા એક પ્રમોશનલ વિડીયો શૂટ કર્યો. ૪૫ સેકન્ડના ટીઝરમાં BMWએ પોતાની પહેલી નાની ઇલેક્ટ્રિક કાર મિની કૂપરને બોઇંગ 777F ખેંચતા શૂટ કર્યો. લુફ્થાંસા બોઇંગ 777F ટ્વીન ઇન્જિનવાળા સૌથી મોટુ કોમર્શિયલ પ્લેન છે.

જો કે જોવામાં મિની કૂપર ખુબજ નાની લાગી રહી છે પરંતુ એની શક્તિ જોઇને અંદાજો લગાવી શકાય છે કે આ કાર ચમત્કાર કરી શકે છે. વિડીયોમાં BMW એ MINI Cooper SE વર્ઝનનો ઉપયોગ કર્યો છે. જો કે વિડીયોમાં આ વાતનો ખુલ્લાસો થયો નથી કે કૂપર જહાજને કેટલી દુર સુધી ખેંચી શકી.

જો કે આ પહેલી વખત નથી થયું જેમાં કોઈ કારે પ્લેનને ખેચ્યું હોય. એની પહેલા Toyota Tundra એ સ્પેસ શટલને ૧૨ મીલ સુધી ખેંચ્યુ હતું. તેમજ Porsche Cayennes એ એરબસ ૩૮૦ અને ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર Model X 100D એ બોઇંગ 787 9 ડ્રીમલાઈનરને ખેંચ્યુ હતું. જો કે મિનીએ જે પ્લેન ખેંચ્યુ છે, એ ટેસ્લા દ્વારા ખેંચવામાં આવેલ જહાજથી ખુબજ હલકો છે.

જો કે મિની કૂપર SEની સ્પેસીફીકેશન વિશે અધિકારિક રૂપે વધારે જાણકારી મળી નથી. મિની કૂપરનું પ્રોડક્શન નવેમ્બર ૨૦૧૯થી શરુ થશે અને આ ૩ ડોરવાળી કાર હશે. માનવામાં આવી રહ્યું છે કે એમાં BMW i3 નું ઇન્જિન લગાવેલ હશે. એમાં ૪૨kWhની લીથીયમ આયર્ન બેટરી લગાવેલ છે, જે ૪૦ મિનીટમાં ૮૦ ટકા થઇ જાય છે. એની ઇલેક્ટ્રિક મોટર ૧૮૪ પીએસનો પાવર અને ૨૫૦ એનએમનો ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમજ આ માત્ર ૬.૮ સેકન્ડમાં ૦થી ૯૬ કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે અને સિંગલ ચાર્જ ઉપર ૨૪૬ કિમી સુધી જઈ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment