આ મુજબ ઓફિસમાં કામ કરવાથી તમારુ શરીર રહેશે એકદમ સ્વસ્થ, જાણો કઈ રીતે ઓફીસમાં કામ કરશો ???

14

ઓફીસ એક એવી જગ્યા છે જ્યાં લોકો પોતાનો સૌથી વધારે સમય પસાર કરે છે. તમે જાણો છો કે કલાકો સુધી ટેબલ ખુરસી પર બેઠા રહેવાથી તે લોકોના આરોગ્ય પર ખરાબ અસર  થઇ શકે છે. મોટા ભાગના નોકરિયાત લોકો તેમનો સૌથી વધારે સમય નોકરી કરવાના સ્થળે પસાર કરતા હોય છે. જેથી મન પર તણાવ તો વધેજ છે સાથે સાથે તેમના શરીરના આરોગ્ય ઉપર પણ નકારાત્મક અસર થાય છે. અસ્વસ્થ જીવનશૈલી તેમના માટે નુકશાનકારક અને ખતરનાક સાબિત થઇ શકે છે.

જેથી તેવા લોકો માટે ખાસ જરૂરી છે કે તેઓ તેમના કાર્યસ્થળ ને સ્વચ્છ રાખે. જેથી તેમના આરોગ્ય અને જીવન પર તેની અવળી અસર ન પડે. તો ચાલો આજે અમે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જે જેને ફોલો કરવાથી તમે તમારી ઓફીસના માહૌલને સ્વસ્થ બનાવી શકે. આ ઉપાયને અનુસરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ નહિ થાય.

૧.) ઓફિસમાં ખુળસી પર એકધારા કે સતત બેઠા રહીને કામ ન કરવું. કામ કરતા કરતા વચ્ચે ઉભા થઇ સ્વસ્થ થવું, ફ્રેશ થવું. શક્ય હોય તો કામ કરતા કરતા વચ્ચે બ્રેક લઇ છૂટક વ્યાયમ કરવા. જેથી તમારા શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થશે.

૨.) જો તમે તમારી ઓફિસમાં દરરોજ સરેરાશ 8 થી 9 કલાક સતત તમારા ટેબલ પર કામમાં વ્યસ્ત રહેતા હો જેથી કલાકો સુધી સતત એકધારા બેસવાનું રહેતું હોય તો તમારા સોલ્ડરમાં દુ:ખાવો થવો, સર્વાઈકલ અને કરોડરજ્જુની જુદી જુદી સમસ્યાઓ ઉભી થવી વગેરે થઇ શકે છે. જેથી આવા શરીર સ્વાસ્થ્યને લગતા મુદ્દાઓમાં રાહત મેળવવા લાંબા સમય સુધી કામની વચ્ચે બ્રેક લઇ ફ્રેશ થવું ખાસ જરૂરી છે.

૩.) ઓફિસમાં કામ કરતા સમયે એર પ્યુરીફાયર અને લીલા છોડની એક તાજી લહેર તમારા સ્વાસ્થ્યને ખુબજ લાભ અપાવે છે. તાજી ફોરમસારી રચનાત્મકતા તરફ લઇ જાય છે. જેથી કામ કરવામાં મન પ્રફુલ્લિત રહે છે. ઓફિસમાં એર પ્યુરીફાયર અને ઓફિસની આસપાસ ફૂલ છોડ રાખવાથી કે ઉગાડવાથી કામ કરવાની ધગશમાં વધારો થાય છે.

૪.) કામ કરવાના સ્થળ પર એટલે કે ઓફિસમાં સ્ટેન્ડિંગ ડેસ્ક લગાવવા જોઈએ. સ્ટેન્ડિંગ ડેસ્ક લગાવવાથી એકધારા બેસીને લાંબા સમય સુધી કામ કરવામાં રાહત મળે છે.કામનું વિભાજન થઇ શકે છે. શરીર સ્વાસ્થ્ય સારું જળવાય છે.

૫.) તમારી કામ કરવાની જગ્યાને તમારી મનપસંદ મુજબ રાખો. તમારી કામ કરવાની ઓફીસ કે જગ્યાને એવા રંગોથી સજાઓ કે જેથી તમારું મન ઉદ્વેગ કે ઉચાટ ન અનુભવે. શક્ય હોય ત્યાં સુધી ખુબજ આછા રંગોનો ઉપયોગ કરો. જેથી આસપાસ શાંતિ જણાય. વ્યક્તિગત સામાનની સાથે તમારા કાર્યસ્થળને પણ સજાવવાથી તમને માત્રભાવનાત્મક આનંદ જ નહીં મળે પણ તેની સાથે તમારા ઓફિસનો માહૌલ પણ તમને અનુકુળ અને સ્વચ્છ રહેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment