આ મંદિરને નર્કનો દરવાજો કહેવામાં આવે છે, જાણો શું છે રહસ્ય…

60

તમે આજ સુધીમાં કેટલાય પ્રકારના મંદિરોવિશે અને તેના અનેક રહસ્યોની બાબતમાં સાંભળ્યું હશે પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મંદિરનેનર્કનો દરવાજો કહેવામાં આવે ? આ મંદિરના દરવાજાની પાસે જે કોઈ પણ વ્યક્તિ જાય છે તે ક્યારેય પાછી આવતી નથી. જો કે સંશોધન કર્તાઓએ ત્યાં થતા આ મોતના ઘટનાની પાછળના રહસ્યને કે કારણને શોધી લીધાનો દાવો કર્યો છે. તો ચાલો આજે અમે તમને આ નર્કના દરવાજાના મંદિર વિશે વધુ વિગત જણાવીએ.

અમે તમને જે મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ તેના વિશે એમ કહેવાય છે કે ત્યાં નર્કનો દરવાજો છે.હકીકતમાં, દક્ષીણ તુર્કીના હિરાપોલીસ શહેરમાં એક ખુબજ અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આમંદિરને નરકનો દરવાજો કહેવામાં આવે છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અહિયાં એકધારૂ મોત થઇ રહ્યું છે. એમ કહેવાય છે કે આ મંદિરના સંપર્કમાં વ્યક્તિ પશુ પક્ષી જે કોઈ આવે છે તેનું મૃત્યુ થાય છે. એમ કહેવાય છે કે મંદિરના દરવાજા પાસે જનાર કોઈપણની મોત યૂનાની દેવતાના ઝેરી શ્વાસના કારણે થાય છે.

આવી આજીબો ગરીબ ઘટનાઓને કારણે લોકો આ મંદિરને નર્કનો દરવાજો કહેવા લાગ્યા. ત્યાં સુધી કે ગ્રીક, રોમન કાળ સમયમાં આ મંદિરની આસપાસ જનાર કોઈપણ વ્યક્તિનું માથું ધડથી અલગ કરી નાખવામાં આવતું. આમ બંને બાજુ મોતના ડરના કારણે જ ત્યારે લોકો ત્યાં જવાથી ડરતા હતા. જો કે હવે વૈજ્ઞાનિકોના શોધ સંશોધન અને ખોજ પછી અહિયાં થઇ રહેલ આ મોતના કારણની પાછળનું રહસ્ય જાણવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે મોતની આ ઘટના પાછળનું રહસ્ય મંદિરના તળિયેથી સતત એક ધારા બહાર નીકળતા કાર્બન ડાયોક્સાઈડ ગેસ કારણરૂપછે.

આ રહસ્યભરી ઘટનાવાળી જગ્યાને લઈને જર્મનીના ડુઈસબર્ગ એસેન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક પ્રોફેસર હાર્ડી પફાંજનું કહેવું એમ છે કે અહિયાં થયેલ શોધ સંશોધનઅને અભ્યાસના તારણ મુજબ અહિયાં અત્યંત ખુબજ વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ હોવાનું જાણવામાં આવ્યું છે. પ્રોફેસર હાર્ડી પફાંજ કહે છે કે શક્યતા એ છે કે આ મંદિરની નીચેની ગુફા એવી જગ્યા પર આવેલી છે કે જ્યાં પૃથ્વીના પળની નીચેથી કોઈ કારણોસર આ ઝેરી ગેસ નીકળતો હશે.

શોધ સંશોધનઅને અભ્યાસના તારણ મુજબ અહિયાં મંદિરની નીચે આવેલ ગુફામાં કાર્બન ડાયોક્સાઈડ ખુબજ મોટા પ્રમાણમાં જોવામાં આવ્યું છે. આ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ અહિયાં 91 % સુધી રહેલું છે. આશ્ચર્યજનક રીતે ત્યાંથી નીકળતી આ ગેસની વરાળને લીધે પશુ, પક્ષી, જીવ,જંતુ કે કોઇપણ વ્યક્તિનું ત્યાં જવાથી તાત્કાલિક મૃત્યુ થઇ જતુ. ગ્રીક ભૂસ્તર શાસ્ત્રી સ્ટ્રાબો પણ આ જગ્યાને જીવલેણ માને છે. તેમનું કહેવું છે કે આ જગ્યાની આસપાસનું વાતાવરણ સંપૂર્ણ રીતે ઝેરી ગેસની વરાળથી ભરેલુ હોવાથી ખુબજ ધૂંધળું અને ગાઢ છે. જેથી અહીની જમીન પણ મુશ્કેલીથી માંડ દેખાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment