આ મંદિરમાં સાંજના સમયે જવાની છે મનાઈ, ગયેલા વિજ્ઞાનીકોના પણ ઉડ્યા હોંશ…

51

રાજસ્થાનના બાડમેરથી ૩૦ કિલોમીટર દુર એક નાનું એવું ગામ છે કીરાડું. આ ગામમાં એક મંદિર છે. આ ગામનું નામ આ મંદિર પરથી જ પડ્યું છે. કહેવામાં આવે છે કે ૧૧મી શતાબ્દીમાં કીરાડું પરમાર વંશની રાજધાની હતી. પરંતુ આજે અહિયાં ચારેબાજુ સન્નાટો છવાયેલો છે. જે પણ વ્યક્તિ આ જગ્યા વિશે જાણે છે તેમના ચહેરા પર કીરાડુંના નામની દહેશત છવાઈ જાય છે. દંતકથાઓમાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે બાડમેરનું આ એતિહાસિક મંદિર શ્રાપિત છે.

કીરાડુંની વિશે જે પણ કથાઓ વાર્તાઓ પ્રખ્યાત છે તેને જાણ્યા પછી લોકો આશ્ચર્યમાં પડી જાય છે આ મંદિરની આસપાસ રહેનારા લોકો આ મંદિરથી જોડાયેલા અપશુકનો અને શ્રાપો વિશે જણાવે છે. ગ્રામીણના મત મુજબ મંદિરની બહાર એક મોટો પથ્થર છે હકીકતમાં આ એક કુમાંરીન છે જે એક ઋષિના શ્રાપને કારણે પથ્થર બની ગઈ છે.

આ મંદિરમાં સાંજ પડતા જ સન્નાટો છવાઈ જાય છે. બધી જ આર્કિટેક્ચર પર તાળા લગાડવામાં આવે છે. જેવો સુરજ આથમે છે માણસના શરીરને તેનાથી દુર કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે પણ સાંજ પછી અહિયાં રોકાઈ છે તે પથ્થર બની જાય છે. લોકોનું કહેવું છે કે અહિયાં હાજર બધાજ પથ્થર એક જમાનામાં માણસ હતા. કદાચ એજ ડરના લીધે  આજ સુધી કોઈએ પણ કાનૂની કાયદાઓને ચુનોતી દેવાની કોશીશ કરી નથી.

૧૯મી શતાબ્દીમાં અહિયાં ભુંકપ આવીયો હતો જેના કારણે આ મંદિરને બહુજ નુકશાન પહોચ્યું હતું. ઘણા વર્ષો સુધી વિરાન રહેવાના કારણે આ મંદિરનો સારસંભાળ નથી રાખી શકાયો. કીરાડુંમાં કુલ ૫ મંદિર છે, જેમાંથી આજે માત્ર વિષ્ણુ અને સોમેશ્વરનું મંદિર જ સારી હાલતમાં છે. અહિયાં હાજર બધાજ મંદિરોમાંથી સોમેશ્વર મંદિર સૌથી મોટું છે.

પેરાનોર્મલ સોસાયટી ઓફ ઇન્ડિયાના મેંબર ચન્દ્રપ્રકાશએ મંદિરની ગેલેરીમાં ઘોસ્ટ મશીન એટલે કે ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડને માપનારા એક ઉપકરણને રાખ્યું. તો જાણવા મળ્યું કે અહિયાં માણસો સિવાય બીજી તાકાત પણ હાજર છે.

મજાની વાત તો એ છે કે નકારાત્મક ઉર્જાની વિશે આજ સુધીમાં કોઈ પુરાવા મળ્યા નથી. બધાજ પરિક્ષન પછી નિષ્ણાતોએ માન્યું કે કીરાડું મંદિરમાં આર્કિટેક્ચરનું અદભુત નમુનો છે અને હરવાફરવા માટેની બધીજ રીતે સુરક્ષિત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment