આ મંદિરનું નિર્માણ ફક્ત એક જ રાતમાં થયું હતું, આ હકીકત વાત તમને આશ્ચર્યચકિત કરી દેશે…

12

આપણા ભારત દેશમાં કેટલાય એવા મંદિર છે જે કોઈ ચમકારથી કામ નથી. આમાંથી કેટલાક તો એવા મંદિરો છે સેંકડો વર્ષ પુરાણા છે. અને દરેક મંદિરના નિર્માણની પાછળ સંકળાયેલ અલગ અલગ વાતો હોય છે.તો ચાલો આજે અમે તમને આવા કેટલાક મંદિરોની બાબતમાં જણાવવા જઈ રહ્યા છીએ જેનું નિર્માણ ફક્ત એક રાતમાં થયું હતું. તેના નિર્માણની પાછળની વાત પણ ખુબજ દિલચસ્પ છે.

ઉત્તર પ્રદેશના વૃન્દાવનમાં આ મંદિરને ગોવિંદ દેવજીનું મંદિર આવેલું છે. આ મંદિર પણ નજીકથી જોતા અધૂરું લાગે છે. એમ કહેવામાં આવે છે કે આ મંદિર ફક્ત એક રાતમાં જ બનીને તૈયાર થયું હતું. માન્યતા એવી છે કે ભૂતોએ અથવા કોઈ અલૌકિક દિવ્ય શક્તિઓએ સાથે મળીને એક રાતમાં આ મંદિરનું નિર્માણ કર્યું છે. અધુરા રહી ગયેલા મંદિર માટે એમ કહેવામાં આવે છે કે સવાર થતા પહેલા (મળસ્કે)કોઈ કે લોટ દળવા માટેની ઘરની ઘંટી શરૂ કરી તેનો અવાજ સાંભળીને આ મંદિરનું નિર્માણ કરી રહેલ કામ અધૂરું છોડીને ચાલ્યા ગયા.

ઉત્તરાખંડના પીથૌરાગઢમાં ભગવાન શિવનું એક મંદિર આવેલું છે. આ મંદિરને હથીયા દેવાલના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર વિશે પણ એવી માન્યતા છે કે એહ હાથ વાળા શિલ્પકારે ફક્ત એક રાતમાં જ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. જો કે એક રાતમાંમંદિરના નિર્માણનું કામ જલ્દીપૂરું કરવાના ચક્કરમાં અહિયાં ભૂલથી શિવલિંગનું અર્ઘ્ય વિરુદ્ધ દિશામાં બની ગયું હતું. આ કારણથી અહિયાં શિવલિંગની પૂજા કરવામાં આવતી નથી.

મધ્ય પ્રદેશના મુરૈના જીલ્લાથી લગભગ 20 કિલોમીટરદુર એક પ્રાચીન શિવ મંદિર છે. આ શિવ મંદિર કકનમઠાના નામથી ઓળખાય છે. આ મંદિરનું નિર્માણ પણ કચ્છવાહા વંશના રાજા કિર્તીસિંહના શાસનમાં થયું હતું. આ મંદિર પણ એક રાતમાં થયું હોવાનું માનવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ભોલેનાથના ગણ એટલે કે ભૂતોએ કર્યું હતું. આ મંદિર વિશે ખાસ વાત એ છે કે તેનું નિર્માણ સંપૂર્ણ રીતે પથ્થરથી કરવામાં આવ્યું છે. અને આ પથ્થરો એવી રીતે મુકવામાં આવેલ છે કે તેમના એક બીજા વચ્ચે સંતુલન બનેલું રહે છે. આપથ્થરની ગોઠવણીને ભયંકર આંધી કે તોફાન પણ તેને હલાવી શકતા નથી.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી 32 કિલોમીટર દુર ભોજપૂરમાં એક પહાડી પર શિવ મંદિર આવેલું છે. તેને ભોજેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ શિવ મંદિરનું નિર્માણ પરમાર વંશના મહાન અને પ્રતાપી રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે અન્ય મંદિરની માફક આ મંદિરનું નિર્માણ પણ અધૂરું છે.પણ આ મંદિરનું નિર્માણ કાર્ય શા માટે અધૂરું છોડવામાં આવ્યુતેનું પ્રમાણભૂત કારણ ઇતિહાસમાં કે શાસ્ત્રોમાં પુરતું કારણ જાણવા મળતું નથી. આમ છતાં માન્યતા એવી છે કે આ મંદિરનું નિર્માણ ફક્ત એક રાતમાં જ પૂરું થવાનું હતું, પણ છતનું કામ પૂરું થાય તે પહેલા સવાર થઇ જવાથી અધૂરું રહી ગયું. આ મંદિરની ખાસ વિશેષતા તેનું વિશાળ શિવ લિંગ છે. જે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલ વિશ્વનું એક માત્ર વિશાળ અને સૌથી મોટું શિવલિંગ છે.

ઝારખંડના દેવઘરમાં આવેલ શિવ મંદિરને કોણ નથી ઓળખાતું ? આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. માન્યતા એવી છે કે ભગવાન વિશ્વકર્માએ અહિયાં ફક્ત એક રાતમાં જ મંદિરનું નિર્માણ કર્યું છે. આ મંદિરના પ્રાંગણમાં માતા પાર્વતીજીનું મંદિર પણ આવેલું છે. તેના વિશે એમ કહેવામાં આવે છે કે તેમનું નિર્માણનું કાર્ય થતા થતા સવાર થઇ ગઈ જેના કારણે આ મંદિર પણ અધૂરું રહી ગયું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment