આ મંદિરના શિવલિંગમાં છે યુધિષ્ઠરની મણી, શિવલીંગને સ્પર્શ કરવાથી હાથ થઇ જાય છે સુન્ન..

38

ખજૂરાહોને સેકડો વર્ષ જુના ચંડેલકાલીન મંદિરોના કારણે વિશ્વ વિખ્યાત વલ્ડ હેરીટેજ યુનેસ્કો સાઈટના રૂપમાં ઓળખવામાં આવે છે. ઇતિહાસમાં અહિયાં ૮૫ મંદિરો હતા તેનું પ્રમાણ છે જેમાંથી આજે લગભગ ૨૫ મંદિર જ જોવા મળે છે.

કહેવામાં આવે છે કે ચંડેલકાલીન રાજાઓના આ મંદિરોમાં માત્ર એક મતંગેશ્વર મંદિરનું નિર્માણ પૂજાપાઠના ઉદેશથી કરવામાં આવ્યું હતું, જ્યાં આજે પણ ધાર્મિક રીતીરીવાજથી પૂજાઅર્ચના કરવામાં આવે છે.

મંદિરના પુજારીએ જણાવ્યું કે આ મંદિર ચંડેલકાલીન મંદિરોમાં સૌથી વધુ જુનું છે. જેનું નિર્માણ પૂજાપાઠ કરવાના ઉદેશથી બનાવામાં આવ્યું હતું. આહિયા આજે પણ ધાર્મિક રીતીરીવાજથી પૂજાપાઠ કરવામાં આવે છે. ખજુરાહોના અન્ય મંદિરની જેમ આ મંદિરનું પણ પોતાનો અલગ ઈતિહાસ અને કથાઓ પ્રખ્યાત છે જેમાંથી મર્કતેશ્વર નામ હોવું પણ પોતાની અલગ પૌરાનીક કથા છે.

લેખો મુજબ શિવલીંગમાં મરકતમણી હોવાનું કારણ રાજા ચંદ્રદેવ દ્વારા રાજ્યની સુરક્ષા માટે મણી મુકવામાં આવી હતી તેવું જણાવવામાં આવે છે. ત્યારેજ, પૌરનીકતાને જુઓ તો યુધીષ્ઠીરની પાસે આ મરકતમણી હોવાની વાત કહેવામાં આવે છે જે એક મૂર્તિમાં મુકવામાં આવી છે. ચંદ્રદેવે આ શિવલીંગમાં આ મણીને મૂકી દીધી હતી જેના કારણે આ શિવલિંગ ઠંડુ રહે છે. શિવલિંગના ગળે ભેટવામાં આવે છે. ગળે ભેટતી વખતે લોકોના હાથમાં સુન્ન થવાનો અહેસાસ શિવલિંગમાં મરકતમણી હોવાનું પ્રમાણ માનવામાં આવે છે.

જણાવવામાં આવે છે કે યુધીષ્ઠીરની પાસે એક મૂર્તિ હતી જેમાં મરકતમણી હતી. યુધીષ્ઠીરની મૂર્તિને આ શિવલીંગમાં મુકવામાં આવી છે જેનો અહેસાસ શિવલીંગને અડવાથી થાય છે. શિવરાત્રીના દિવસે મતંગેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ બહુજ વધી જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment