આ મંદિરના ભોંયરામાં છુપાયેલું છે હજારો ટન સોનું, ફક્ત એક મંત્રથી ખુલે છે દરવાજો પણ કોઈ સાહસ નથી કરતુ…

54

ભારતમાં આજે પણ ઘણા રહસ્ય વિજ્ઞાનના વિચારથી ઉપર છે. કેરળના પહ્મનાભસ્વામી મંદિરની વિશે તો તમે સાંભળ્યું જ હશે. માનવામાં આવે છે કે આ ભારતનું સૌથી અમીર મંદિર છે. કેરળના  પહ્મનાભસ્વામી મંદિરમાં ૬ ભોંયરામાંથી ૫ ભોંયરા ખોલવામાં દુનિયાના હોશ ઉડી ગયા. આ પાચ ભોયરામાંથી કીમતી પથ્થર, સોનું અને ચાંદીનો ભંડાર કાઢવામાં આવ્યો છે. લાખો કરોડોથી વધુ ખજાનો ત્યાં મળ્યો હતો. છટ્ઠા દરવાજામાં એટલો ખજાનો છે જેની કોઈ કલ્પના પણ નથી કરી શકતું. પરંતુ આ ભોંયરાના દરવાજાને ખોલવાની કોઈ હિમત નથી કરી શકતું. જાણો આખરે શું છે. આં છટ્ઠા દરવાજાનું રહસ્ય.

વર્ષોથી બંધ કેરળના શ્રી પહ્મનાભસ્વામી મંદિરની નીચે બનેલા પાચ ભોયરાને જયારે ખોલવામાં આવ્યા તો ત્યાં બહુમુલ્ય હીરા-જવેરાતના સિવાય સોનાના અખુટ ભંડાર અને પ્રાચીન મૂર્તિઓ પણ કાઢવામાં આવી. પરંતુ આ ૬ ભોયરાના દરવાજાની આસપાસ જવાથી લોકો ડરે છે. જયારે આ વાતનો બધાને અંદાજો છે કે આ છટ્ઠા દરવાજામાં દુનિયાનો સૌથી વધુ ખજાનો આ દરવાજાની પાછળ છુપાયેલો છે.

પરંતુ જેમ જ આં છટ્ઠા દરવાજાને ખોલવાની વાત આવે છે, તો અનોખી સ્ટોરીનો ઉલ્લેખ થવા લાગે છે. આ ભોયરામાં ત્રણ દરવાજા છે, પહેલો દરવાજો લોખંડના સળીયાથી બનેલો છે. બીજો લાકડાનો બનેલો એક ભારે દરવાજો છે અને છેલ્લો દરવાજો લોખંડથી બનેલો મજબુત દરવાજો છે જે બંધ છે અને તેને ખોલી નથી શકાતો. હકીકતમાં દરવાજમાં કોઈ બોલ્ટ નથી અને ન તો કોઈ કડી નથી. ગેટ પર બે સાપોના પ્રતિબિંબ લગાડેલા છે જે આ દ્વારની રક્ષા કરે છે. કહેવામાં આવે છે આ ગેટને કોઈ તપસ્વી “ગરુડ મંત્ર” બોલીને ખોલી શકે છે. જો ઉચ્ચારણ સાચી રીતે ન કરવામાં આવ્યું તો, તેનું મૃત્યુ થઇ શકે છે. પહેલા પણ ગયેલા લોકો આ દરવાજાને ખોલવાની કોશિશ કરી શક્યા છે પરંતુ બધાને મૃત્યુના દરવાજાનું મુખ જોવું પડ્યું છે.

સન ૧૯૩૦ માં એક ન્યુજ પેપરમાં છાપેલો લેખ બહુજ ડરાવે એવો હતો. લેખક એમિલી ગીલક્રિસ્ટ હૈચની મુજબ ૧૯૦૮ માં જયારે થોડાક લોકોએ પહ્મનાભસ્વામી મંદિરનો છટ્ઠો દરવાજો ખોલ્યો તો તેમણે પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું કેમકે તહખાનામાં ઘણા માથાવાળો કિંગ કોબ્રા બેઠો હતો અને તેની ચારેબાજુ નાગનું જુંડ હતું. બધા લોકો દરવાજો બંધ કરીને જીવ બચાવીને ભાગી ગયા.

આ ભોયરાની પાછળ પણ એક સ્ટોરી છે. કહેવામાં આવે છે કે લગભગ ૧૩૬ વર્ષ પહેલા તિરુઅનંતપુરમમાં દુકાળની હાલત પેદા થઇ ગઈ હતી. ત્યારે મંદિરના કર્મચારીઓએ આ છઠા તહખાનાને ખોલવાની કોશિશ કરી હતી અને તેમણે તેની કીમત ચૂકવવી પડી હતી. અચાનક તેમને મંદિરમાં તેજ રફતાર અને શોરની સાથે પાણી ભરાવવાનો અવાજ આવવા લાગ્યો.  તેના પછી તેમણે તરત જ દરવાજાને બંધ કરી દીધો હતો. અહિયાં લોકોનું માનવું છે કે આ છટ્ઠો દરવાજો સીધો અરબ સાગર સાથે જોડાયેલો છે. જો કોઈ ખજાનાને પ્રાપ્ત કરવા માટે છટ્ઠો દરવાજો તોડશે તો અંદર હજાર દરિયાનું પાણી ખજાનાને વહાવીને સાથે લઇ જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment