આ મંદિરમાં ભગવાન શિવ પહેલા કરવામાં આવે છે રાવણની પૂજા, ખુબ જ ઊંડું છે રહસ્ય…

8

દુનિયામાં ઘણા એવા ચમત્કારિક મંદિર છે, જે પોતાનામાં જ એક અનોખી કહાની છે. આમ તો દુનિયાભરમાં ભગવાન શિવના અનેક મંદિર છે, જ્યાં તેની મોટી શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે, પણ આજે અમે તમને ભગવાન શિવના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભગવાન પહેલા રાવણની પૂજા થાય છે. તેની પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે.

આ મંદિરને કમલનાથ મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. તળાવોની નગરી ઉદયપુરથી લગભગ 80 કિલોમીટર દુર ઝાડોલ તહસીલમાં આવારગઢની પહાડીઓ પર શિવજીનું આ પ્રાચીન મંદિર સ્થિત છે. પુરાણોના અનુસાર આ મંદિરની સ્થાપના ખુદ લંકાપતિ રાવણે કરી હતી.

જણાવવામાં આવે છે કે આ તે સ્થાન છે, જ્યાં રાવણે પોતાનું માથું કાપીને ભગવાન શિવને અગ્નિકુંડમાં સમર્પિત કરી દીધું હતું. ત્યારે રાવણની આ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે રાવણની નાભીમાં અમૃત કુંડ સ્થાપિત કર્યો હતો.

આ સ્થાનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહિયાં ભગવાન શિવ પહેલા રાવણની પૂજા કરવામાં આવે છે, કારણ કે માન્યતા છે કે શિવજી પહેલા જો તમે રાવણની પૂજા નથી કરતા તો બધી પૂજા વ્યર્થ જાય છે.

પુરાણોમાં કમલનાથ મહાદેવની એક કથા લખેલી છે, જે અનુસાર એકવાર રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કૈલાશ પર્વત પર પહોચ્યો અને તપસ્યા કરવા લાગ્યા. તેના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે રાવણને વરદાન માંગવા માટે કહ્યું હતું. ત્યારે રાવણે ભગવાન શિવને લંકા ચાલવાનું વરદાન માંગી લીધું. ત્યારે ભોલેનાથ શિવલિંગના રૂપમાં તેની સાથે જવા માટે તૈયાર થઇ ગયા.

જયારે બ્રહ્માજી ને આ વાતની ખબર પડી કે રાવણની તપસ્યા સફળ થવાની છે તો તેને તપસ્યા વિફળ કરવા માટે પૂજાના સમયે એક કમળનું ફૂલ ઓછુ કરી દીધું. બાદમાં જયારે રાવણે જોયું કે ભગવાન શિવની પૂજા કરવા માટે એક ફૂલ ઓછુ પડી રહ્યું છે તો તેને પોતાનું માથું કાપીને ભગવાન શિવને અર્પણ કરી દીધું હતું. રાવણની આ ભક્તિથી ભગવાન શિવને અર્પણ કરી દીધું. રાવણની આ ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થઇ ગયા અને તેઓએ વરદાન સ્વરૂપ તેની નાભિમાં અમૃત કુંડની સ્થાપના કરી દીધી. સાથે જ જણાવ્યું કે આ સ્થાન હવેથી કમલનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment