આ માણસની મુંછ શણગારવામાં લાગી જાય છે 3 કલાક, ૩૩ વર્ષથી નથી કાપી મુંછ અને સાઈઝ તો પૂછતાં જ નહિ તમે જાતે જ જોઈ લો…

27

મુંછ નહિ તો કઈ નહિ આ સાહેબ માટે તો આ કહેવત પથ્થરની લકીર સમાન થઇ ગઈ. એટલે જ તો એમણે ૩૩ વર્ષ સુધી પોતાની મૂછોને ન કાપી. સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આજે એમની મુંછોની સાઈઝ ૨૨ ફૂટ થઇ ચુકી છે. જી હા, બે માળના મકાનની છત પર ઉભા રહીને એમની મુંછોને નીચે લટકાવી દઈએ તો દોરડાનું કામ પણ કરી દેશે. મને યાદ આવે છે અમિતાભ બચ્ચનની ફિલ્મનો એક ડાયલોગ જેમાં એ કહે છે ‘મુંછે હો તો નત્થૂલાલ જૈસી.’ પરંતુ આ માણસની મુંછ જોયા પછી તમારા મોઢામાંથી આમનું જ નામ નીકળશે. કદાચ તમે જોતાં જ બોલી ઉઠો મુંછે હો તો ગિરધર વ્યાસ જૈસી.

જી હા, ગિરધર વ્યાસ નામક આ વ્યક્તિની ઉંમર લગભગ ૫૮ વર્ષ છે. તમને જણાવા માંગશું કે રીયલ લાઈફમાં ગિરધર વ્યાસની મુંછો ‘નત્થૂલાલ’ કરતા પણ ઘણા ગણી લાંબી છે. વર્ષ ૧૯૯૫થી ગિરધર વ્યાસ પોતાની મુંછો વધારી રહ્યા છે અને એમને આશા છે કે એમની મુંછો કદાચ દુનિયામાં સૌથી લાંબી છે. જાણકારી પ્રમાણે ગિરધર વ્યાસની મુંછો ૨૨ ફૂટ લાંબી છે અને એ પોતાનું નામ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવા માંગે છે.

તમે જાણીને ચોંકી જશો કે ગિરધરને પોતાની મુંછો તૈયાર કરવામાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. તેઓ દરરોજ આટલો સમય લગાવીને પોતાની મુંછો તૈયાર કરે છે. ગિરધર વ્યાસ રાજસ્થાનના બિકાનેરના રહેવાસી છે. પોતાની મુંછોની લંબાઈનું રહસ્ય ખોલતા એ જણાવે છે કે એમણે આજ સુધીમાં ક્યારેય પણ એના પર સાબુ અથવા શેમ્પૂનો ઉપયોગ કર્યો નથી. એટલા માટે એમની મુંછો એકદમ સહી સલામત છે. ગિરધર વ્યાસનું કહેવું છે કે તેઓ મુંછો પર ખાલી મુલ્તાની માટીનો ઉપયોગ કરે છે.

ગિરધર વ્યાસ કહે છે કે એમને આ મૂંછોને સંભાળી રાખવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તેઓ દરરોજ સવારે ઉઠીને પોતાની મૂંછો પર હાથ ફેરવે છે. પછી એને બેડ પર ફેલાવીને લગભગ એક કલાક સુધી  તેલ માલિશ કરે છે. ખાલી માલિશમાં જ દરરોજ ૨ કલાક લાગી જાય છે. એના પછી તેઓ લીંબુ અને મરી પાવડરનો ઉપયોગ આ મૂંછો પર કરે છે. આવું ગિરધર એટલા માટે કરે છે જેથી એમની મૂંછો મુલાયમ રહે.

ગિરધર વ્યાસને લોકો એમની મૂંછોના કારણથી ઓળખે છે અને ઘણા લોકો તો કોઈ સેલિબ્રિટી પણ માને છે. તમને જણાવી દઈએ કે ગિરધર વ્યાસ વન વિભાગમાં કામ કરે છે. એમના મુજબ મૂંછોના કારણે ઘરેથી નીકળવાથી લઈને ઓફિસ જવા સુધી દરેક વ્યક્તિ એમને જોયા કરે છે.  ક્યારેક ક્યારેક લોકો એમને જોઇને હસે પણ છે પરંતુ એનાથી ગિરધર વ્યાસનો નિશ્ચય તુટ્યો નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment