આ માણસને કપડા વિના ગુફામાં રહેવું ખુબજ પસંદ છે, મળવા માટે દુર દુરથી ખેંચાય આવે છે છોકરીઓ, જાણો રહસ્યમય વાત…

85

આજે અમે તમને એક બહુ અજીબોગરીબ માણસ સાથે મુલાકાત કરાવા જઈ રહ્યા છીએ. ડરો નહિ, આ પણ અમારી અને તમારી જેવો જ છે. બસ તફાવત એટલો છે કે આ કપડા વગર રહેવાનું પસંદ કરે છે. જાણીને થોડુક આશ્ચર્ય થશે કે આજની દુનિયામાં આવો માણસ પણ અસ્તિત્વમાં છે જે આદિ માનવની જેમ નગ્ન રહેવું પસંદ કરે છે. પરંતુ આ સાહેબનો સ્વભાવ થોડોક અલગ છે.

આ માણસ બિલકુલ આદિ માનવની જેમ એક ગુફામાં કપડા વગર રહે તો જરૂર છે પરંતુ ફેસબુકનો ઉપયોગ કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અરે ગુફામાં જઈને એ પણ આ હાલમાં રહેતા કોઈ ફેસબુક કોણ ઉપયોગ કરે છે ? તો તમને જણાવી દઈએ કે આ માણસનો શોખ બની ચુક્યો છે.

જી હા, સોશિયલ મીડિયા પર જ્યારે આ માણસની કહાની સામે આવી તો આખી દુનિયાને આના પર ખુબજ આશ્ચર્ય થયું. લોકોએ આને ‘કેવ મૈન’ નું નામ આપી દીધું. થાઈલેન્ડના રહેનારો આ માણસ ‘કેવ મૈન’ હોવાના પુરા સબૂત પણ આપી ચુક્યો છે. એણે સોશિયલ મીડિયા પર ગુફાની ઘણા ફોટાઓ પોસ્ટ કર્યા છે જેમાં તે કપડા વગર ત્યાં રહેતો દેખાય રહ્યો છે.

આશ્ચર્યની કરનારી વાત એ છે કે આ ફોટાઓમાં માણસની સાથે ઘણી અલગ અલગ મહિલાઓ પણ દેખાય રહી છે. માણસના આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આધુનિક યુગના આ આદિ માનવનું નામ ‘લોથરિયો ચતુપૂમ લોસિરી’ છે.

આ માણસે પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા દુનિયાને એ જણાવ્યું કે કેવી રીતે એણે વિદેશી મહિલાઓને પોતાની ગુફામાં બોલાવી અને એમની સુંદરતાના વખાણ પણ કર્યા. ખાલી આટલું જ નહિ આ માણસ દાવો કરે છે કે એનામાં ભગવાનની જેમ શક્તિઓ રહેલ છે અને એના કારણે જ દુરના દેશોમાંથી પણ મહિલાઓ એની ગુફામાં ખેંચાય ચાલી આવે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર વીતેલા અમુક વર્ષોમાં ડર્જનો મહિલાઓ આ ગુફામાં રોકાવા આવી ચુકી છે. બીજી બાજુ, લોકોએ એની આ હરકત પર પોતાની આપત્તી પણ જતાવી દે છે. લોકોનું કહેવું છે કે આ માણસ અસભ્ય છે. લોકોની સમસ્યાઓ  પછી પોલીસએ ચેતવણી આપીને એને છોડી દીધો છે.

પોલીસે તપાસ પણ કરી, પરંતુ ગુફામાં કઈપણ આપત્તિજનક મળ્યું નથી. પુરાવાના અભાવમાં પોલીસએ આ માણસને ચેતવણી આપીને છોડી દીધો. જાણકારી અનુસાર લોથરિયો ચતુપૂમ લોસિરી લગભગ ત્રણ વર્ષ પહેલા ગુફામાં શિફ્ટ થઇ ગયો હતો.

એનું કહેવું છે કે એણે ગુફામાં જિંદગી ગુજારવા માટે બધો સામાન જાતે જ તૈયાર કર્યો છે. ઠંડી લાગે છે તો તેઓ શરીરમાં થોડાક પાંદડા લપેટી લે છે. આ માણસ થાઈલેન્ડના એક વિરાન આઈલેન્ડમાં રહે છે. ‘કેવ મૈન’ એટલો ફેમસ થઇ ચુક્યો છે કે આજે સોશિયલ મીડિયા પર એના ૮૦ હજારથી વધારે ફોલોવર છે.

૪૭ વર્ષીય આ માણસે રૂસની એક મહિલા સાથે પોતાના સંબંધો વિશે સોશિયલ સાઈટ પર શેર કર્યા હતા. એના પછી સ્થાનીય લોકોએ માણસને આઈલેન્ડ પરથી હટાવાની માંગ કરી છે. કેવ મૈનએ જ્યારે એક છોકરી સાથે પ્રેમ કહાની શેર કરી તો એને લગભગ ૯૦૦૦ વખત શેર કરવામાં આવી. પરંતુ હવે એને આ કહાનીને સોશિયલ એકાઉન્ટ પરથી હટાવી લીધી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment